કુપવાડા એન્કાઉન્ટર: સેનાના 3 જવાનો અને બે પોલીસકર્મીઓ શહીદ, 5 આતંકવાદીઓનો ખાત્મો
ઉત્તર કાશ્મીરના કુપવાડાના ગાઢ જંગલોમાં લગભગ 48 કલાકથી ચાલી રહેલી અથડામણ પૂરી થઈ. અથડામણમાં સેનાના 3 જવાનો અને 2 પોલીસકર્મીઓ સહિત પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થઈ ગયા જ્યારે પાંચ આતંકવાદીઓનો ખાત્મો કરાયો.
Trending Photos
શ્રીનગર: ઉત્તર કાશ્મીરના કુપવાડાના ગાઢ જંગલોમાં લગભગ 48 કલાકથી ચાલી રહેલી અથડામણ પૂરી થઈ. અથડામણમાં સેનાના 3 જવાનો અને 2 પોલીસકર્મીઓ સહિત પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થઈ ગયા જ્યારે પાંચ આતંકવાદીઓનો ખાત્મો કરાયો. ઘટનાની જાણકારી આપતા એક પોલીસ પ્રવક્તાએ કહ્યું કે એક પોલીસ ટુકડી દ્વારા આતંકવાદીઓના એક સમૂહને રોકવામાં આવ્યા બાદ નિયંત્રણ રેખાથી લગભગ આઠ કિલોમીટર દૂર અહમતપુરા વિસ્તારમાં અથડામણ થઈ.
સુરક્ષાદળોનું સંયુક્ત અભિયાન
કુપવાડા પોલીસ અને સેના, પ્રાંતીય સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે અભિયાન ચલાવ્યું. આતંકવાદીઓની એક ટુકડી શામસાબરી પર્વતમાળાની બે રિજ પાર કરીને લગભગ આઠ કિલોમીટર અંદર સુધી ઘૂસી આવી જે ચિંતાનો વિષય કહેવાય. અધિકારીઓના કહેવા મુજબ નિયંત્રણ રેખા પાર કર્યા બાદ આતંકવાદીઓ ઘાટીમાં હાજર તેમના સાથીઓને મળ્યા અને તેમને કૂપવાડા તરફ જતા સમયે પોલીસકર્મીઓએ જોઈ લીધા. એક મસ્જિદમાં છૂપાયેલા આતંકવાદીઓએ જંગલ તરફ ભાગવાનું શરૂ કરી દીધુ પરંતુ સુરક્ષા દળોએ મંગળવારે તેમાંથી ચારને ઠાર કર્યાં.
અથડામણમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા
અધિકારીઓએ કહ્યું કે ઊંચાઈ પર જઈને છૂપાઈને સુરક્ષાદળો પર ફાયરિંગ કરનારો પાંચમો આંતકવાદી બુધવારે સાંજે માર્યો ગયો. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે અથડામણમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા અને કહેવાય છે કે તમામ આતંકવાદીઓ વિદેશી છે અને નિયંત્રણ રેખામાં હાલમાં જ ઘૂસણખોરી કરનારા સમૂહમાં સામેલ હતાં.
પ્રવક્તાએ કહ્યું કે બે પોલીસર્મી દીપક થુસૂ અને એસપીઓ મોહમ્મદ યૂસુફ તથા સેનાના જવાન સિપાહી અશરફ રાઠર તથા નાયક રંજીક ખોલકા શહીદ થયા. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ અથડામણમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે