Lucknow: લખનઉની કૈસરબાગ કોર્ટ પરિસરમાં ગોળીબાર, ગેંગસ્ટર સંજીવ મહેશ્વરી જીવાની હત્યા
Sanjeev Maheshwari Jeeva Murder: લખનઉના કૈસરબાગ કોર્ટની અંદર ગેંગસ્ટર સંજીવ મહેશ્વરી જીવાની ગોળી મારી હત્યા કરી દીધી છે. હુમલો કરનાર વકીલના ડ્રેસમાં આવ્યા હતા.
Trending Photos
લખનઉઃ લખઉના કૈસરબાગમાં મોસ્કો કોર્ટના ગેટ પર વકીલના ડ્રેસમાં આવેલા યુવકે કુખ્યાત આરોપી સંજીવ માહેશ્વરી ઉર્ફે જીવાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. એક બાળકી અને એક સિપાહી પણ ઈજાગ્રસ્ત થયા છે. સંજીવ માહેશ્વરી જીવાને પોલીસે એકે-47 અને 1300 કારતૂસોની સાથે શામલીમાં ઝડપી લીધો હતો. તે પશ્ચિમી યુપીમાં અતીક અહમદ જેવું નામ ધરાવતો હતો. સંજીવ જીવા પર બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાનો આરોપ હતો, જેણે માયાવતીનો ગેસ્ટ હાઉસ કાંડમાં જીવ બચાવ્યો હતો.
ભાજપના ધારાસભ્ય કૃષ્ણાંદ રાયની હત્યામાં દિલ્હીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે મુખ્તાર અંસારી, અફઝલ અંસારી અનેજીવા સહિત સાત આરોપીઓને છોડી દીધા હતા. 29 ડિસેમ્બર 2005માં ગાઝીપુરમાં રાયની હત્યા થઈ હતી. સંજીવ માહેશ્વરી ઉર્ફે જીવા મુખ્તાર અંસારીનો ખાસ હતો.
#WATCH | Outside visuals from Uttar Pradesh's Lucknow Civil Court where gangster Sanjeev Jeeva was shot by unknown miscreants a while ago. pic.twitter.com/LH9pSLyh4l
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 7, 2023
પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?
એક વકીલે કહ્યુ કે હું અહીં દરરોજ આવુ છે પરંતુ આજે જે થયું તે શરમજનક છે. એક બાળકીને ગોળી વાગી છે. તેના પિતા પોતાની બાળકી માટે તડપી રહ્યાં છે. કોર્ટમાં આવતા પહેલા ચેકિંગ થાય છે, અમારા લોકોનું પણ ચેકિંગ થાય છે. કોર્ટ પરિસરની અંદર અસ્ત્ર આવી રહ્યાં છે.
કોણ હતો સંજીવ જીવા?
સંજીવ મહેશ્વરી જીવા શામલી જિલ્લાનો રહેવાસી હતો. ગુનાઓની દુનિયામાં તેણે 90ના દાયકાની શરૂઆતમાં પગ મુક્યો હતો. તેની વિરુદ્ધ 22 કેસ દાખલ ગતા. તેને બાહુબલી મુખ્તાર અંસારીની નજીકનો જણાવવામાં આવે છે. શરૂઆતી દિવસોમાં તે દવાખાનામાં ક્મ્પાઉડરની નોકરી કરતો હતો. નોકરીના સમયે દવાખાનાના સંચાલકનું અપહરણ કરી લીધુ હતું. કોલકત્તામાં એક કારોબારીના પુત્રનું અપહરણ કરી 2 કરોડની ખંડણી માંગી હતી. 10 મે 1997ના તેનું નામ ભાજપના મોટા નેતા બ્રહ્મ દત્ત દ્વિવેદીની હત્યામાં સામે આવ્યું હતું. તે જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે