કોરોનાના નવા વેરિયન્ટથી વધી દેશવાસીઓની ચિંતા, શું JN.1થી બચવા માટે લેવો પડશે વેક્સિનનો ચોથો ડોઝ?

દેશમાં રવિવાર સુધી કોરોનાના નવા વેરિએન્ટ JN.1 ના 63 કેસ સામે આવી ચુક્યા છે. આ વેરિએન્ટના વધુ કેસ ગોવામાં સામે આવ્યા છે. આ સાથે કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 4 હજારને પાર પહોંચી ગઈ છે. નવા વેરિએન્ટને કારણે દેશમાં ફરી કોરોના ચિંતા ઉભી કરી શકે છે. 

કોરોનાના નવા વેરિયન્ટથી વધી દેશવાસીઓની ચિંતા, શું JN.1થી બચવા માટે લેવો પડશે વેક્સિનનો ચોથો ડોઝ?

નવી દિલ્હીઃ શું કોરોનાનો નવો વેરિયન્ટ ભારતમાં કોવિડની વધુ એક લહેર લાવી શકે છે..? શું કોરોના આ નવો વેરિયન્ટ JN.1 પહેલાંના તમામ વેરિયન્ટ કરતાં સૌથી વધુ ઘાતક છે..? અને સૌથી અગત્યનો સવાલ કે શું આ નવા વેરિયન્ટના સંક્રમણથી બચવા માટે લોકોને કોરોના વેક્સિનના ચોથા ડોઝની જરૂર પડશે..? એવું તો શું કારણ છેકે દેશમાં કોરોના વેક્સિનનો ચોથો ડોઝ લેવાની ચર્ચા ચાલી રહી છે.. JN.1 વેરિયન્ટથી લોકોને કેટલો છે ખતરો,, જુઓ આ રિપોર્ટમાં.. 

જી હાં, હાલમાં કોરોનાનો નવો વેરિઅન્ટ JN.1 દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે.. કોરોનાના વધતા કેસોના સમાચાર ચિંતા પેદા કરી રહ્યા છે.. કોરોનાના નવા વેરિઅન્ટને જોતા સરકારે કોરોનાના દરેક સેમ્પલને સેન્ટર લેબમાં મોકલવા કહ્યું છે.. ચર્ચા એ પણ ચાલી રહી છેકે, કોરોના વાયરસના આ વેરિયન્ટથી બચવા માટે વેક્સિનના ચોથા ડોઝની પણ જરૂર પડશે.. ત્યારે સૌથી પહેલાં તમારે એ સમજવું પડશે કે, કોરોનાનો આ નવો વેરિયન્ટ JN.1 આખરે છે શું.

- JN.1 વેરિયન્ટ ઓમિક્રોનનું સબ વેરિઅન્ટ છે.. 
- અગાઉ, સિંગાપોરમાં આ પ્રકારનો કેસ જોવા મળ્યો હતો.. 
- આ સિવાય ચીન અને અમેરિકા સહિત વિશ્વના 40 દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ જોવા મળ્યા છે.. 
- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, આ કોરોનાનું ઘાતક વેરિયન્ટ છે અને ઇન્ટરેસ્ટ ઓફ વેરિઅન્ટ ટેગ આપ્યો છે..

નિષ્ણાંતનું માનીએ તો, આ વેરિયન્ટ ભલે ગંભીર રીતે લોકોને બીમાર ના કરતો હોય પરંતુ, પહેલાંના તમામ વેરિયન્ટ કરતા વધુ ગતિએ લોકોને સંક્રમિત કરી રહ્યો છે.. JN.1 વેરિયન્ટની સંક્રમણની ગતિને જોતા નિષ્ણાંતો એક જ સલાહ આપી રહ્યા છેકે, ખાસ તો બીમાર લોકોએ અને વૃદ્ધોએ આ વેરિયન્ટના સંક્રમણથી બચવું જોઈએ.. અને જે લોકોએ કોરોના વેક્સિનનો પ્રી-કૉશન ડોઝ ના લીધો હોય તેઓએ વેક્સિનનો ત્રીજો ડોઝ જરૂરથી લઈ લેવો જોઈએ.. 

દેશવાસીઓ માટે ચિંતાની વાત એ છેકે, કોરોનાના આ નવા વેરિયન્ટ પર ભારતીય અથવા તો અન્ય દેશની હાલની વેક્સિન અસરકારક છેકે નહીં તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી.. એનું કારણ એ છેકે, JN.1 વેરિયન્ટને લઈને વેક્સિનની અસરકારકતાનો કોઈ અભ્યાસ કરવામાં હજું નથી આવ્યો.

કોરોનાના કેસમાં સામાન્ય રીતે વધારો શિયાળા દરમિયાન જ જોવા મળે છે.. ખાસ કરીને હાલ નાતાલ અને ન્યૂ યરની ઉજવણીને લઈને લોકોની ભીડ વધી રહી છે.. જેના કારણે કોરોનાના કેસમાં પણ ઉછાળો આવવાની પૂરે પૂરી શક્યતા છે.. ત્યારે આ સંક્રમણથી બચવું અને સાવચેતી રાખવી એ તમામ લોકોની જવાબદારી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news