શું તમે પણ દિવાળી પર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો? આ જગ્યાઓની લેજો અચૂક મુલાકાત
દિવાળી નજીક છે અને હવે તો કોરોના પણ મહદ અંશે કાબૂમાં છે. તો ફરવાનો પ્લાન તો બનાવવો જ પડે. એટલે જ આજે અમે તમને જણાવીશું કેટલીક એવી જગ્યાઓ જે ફરવા માટે પરફેક્ટ છે.
Trending Photos
નવેમ્બરની શરૂઆત એટલે ફુલગુલાબી ઠંડીનો સમય. એટલે જ આ મહિનો ફરવા માટે એકદમ યોગ્ય છે. જો તમે પણ નવેમ્બરમાં રજાઓ માણવા જવાનો પ્લાન કરી રહ્યા છો, તો આજે અમે તમને કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે ટ્રિપ પ્લાન કરી શકો છો.
માઉન્ટ આબૂ
ગુજરાતના પાડોશી રાજ્યમાં આવેલું આબૂ ફરવા માટે ફેવરિટ ડેસ્ટિનેશન છે. નવેમ્બરમાં આબૂનું હવામાન ખૂબ જ સરસ અને ખુશનુમા હોય છે. યૂરોપના પર્યટન સ્થળોને ટક્કર આવી એવી જગ્યા આબૂની ગુલાબી ઠંડીમાં અલગ જ મજા છે. શાંત અને સૌમ્ય વાતાવરણમાં ફરવાની મજા જ અલગ છે.
કુર્ગ, કર્ણાટક
કર્ણાટકને ભારનું સ્કોટલેન્ડ કે દક્ષિણનું કાશ્મીર કહેવામાં આવે છે. જેના પરથી તમે સમજી ગયા હશો કે આ જગ્યા કેટલી ખૂબસુરત હશે. કુર્ગ કર્ણાટકમાં આવેલું એક નાનકડું હિલ સ્ટેશન છે. આ જગ્યાની હરિયાળી, પ્રાકૃતિક સુંદરતા અને શાંત વાતાવરણ તમને ખૂબ જ ગમશે. જો તમને ટ્રેકિંગ પસંદ છે તો આ જગ્યા તમારા માટે શ્રેષ્ઠ છે.
જેસલમેર
નવેમ્બર મહિનામાં ફરવ માટે જેસલમેર સારો ઓપ્શન છે. કારણ કે આ સમયે રણની રેતી થોડી ઠંડી થઈ જાય છે. જેસલમેરમાં પરિવાર સાથે ફરવાની મા અલગ છે. મહેલો, હવેલીઓ ઈતિહાસની સાક્ષી પુરે છે. સાથે જ સાંજે તમે ઝીલના કિનારે શાંતિનો અનુભવ કરી શકો છે. રણ સફારીનો લાભ પણ તમને મળી શકે છે.
ગોવા
દેશનું સૌથી માનીતું ડેસ્ટિનેશ ગોવા દિવાળી પર એક્સપ્લોર કરવા જેવું છે.જો તમે પાર્ટી અને ચિલ કરવા માંગો છો તો ગોવા જઈ શકો છો. પાર્ટીનીસાથે પાલોલેમમાં હોડીની સહેલગાહ કરી શકો છો. મિત્રો સાથે જશે કે પરિવાર સાથે, ગોવામાં મજા જ આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે