નાઇટ શિફ્ટમાં કામ કરો છો તો રૂટીનમાં આ વાતોનું રાખો ધ્યાન, નહીં વધે વજન

Healthy Lifestyle for Night Shift Work: રાતના સમયે કામ કરો છો તો ખુદને હેલ્ધી અને ફિટ રાખવા માટે આ લાઇફસ્ટાઇલને ફોલો કરો. જેનાથી મોટાપો વધવા અને બીમાર પડવાનો ખતરો ઓછો રહેશે. 
 

નાઇટ શિફ્ટમાં કામ કરો છો તો રૂટીનમાં આ વાતોનું રાખો ધ્યાન, નહીં વધે વજન

નવી દિલ્હીઃ વર્કિંગ પ્રોફેશનલ માટે હેલ્ધી રહેવું ખુબ જરૂરી હોય છે. ખાસ કરીને જ્યારે તે નાઇટ શિફ્ટમાં અને સતત ખુરશી પર બેસી કામ કરતા રહે છે. તેવામાં જરૂરી છે કે ખાનપાનમાં થોડી સાવધાની રાખવામાં આવે. બાકી બીમારીઓની સાથે મોટાપાનો ખતરો રહે છે. જો તમે નાઇટ શિફ્ટમાં કામ કરો છો તો હેલ્ધી રહેવા માટે આ વિકલ્પ પસંદ કરી શકો છો. 

ઘરનું ભોજન કરો
જો તમે રાત્રે કામ કરો છો તો તમારા માટે અનહેલ્ધી અને જંક ફૂડ ખાવાની જગ્યાએ ઘરના ભોજનને પ્રાથમિકતા આપો. જેમાં પ્રોટીન અને ફાઈબર જરૂર સામેલ કરો.

પાણી પીતા રહો
ઘણીવાર ડિહાઇડ્રેશનને લોકો ભૂખ સમજી લે છે. તેવામાં પાણી યોગ્ય માત્રામાં પીતા રહો. જેનાથી ભૂખ નહીં લાગે. સાથે શુગરવાળા સોડા-ડ્રિંક્સથી દૂર રહો.

હેલ્ધી નાસ્તો પસંદ કરો
શિફ્ટ દરમિયાન સ્નેક્સ ખાવા માટે ચિપ્સ, ચોકલેટ કે અનહેલ્ધી સ્નેક્સની જગ્યાએ ફળ, સલાડ કે શાકભાજી ખાવો. તેનાથી તમારૂ પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે.

કેફીન ઓછુ પીવો
નીંદર ભગાડવા માટે જો રાત્રે વારેવારે ચા પીતા હોય તો. તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરો. સૂવાની થોડી કલાકો પહેલા કેફીન ન પીવો. તેનાથી નીંદર પ્રભાવિત થાય છે. ક્લીનિકલ સ્લીપ મેડિસન જર્નલના રિસર્ચ પ્રમાણે સૂવાના 3 કલાક પહેલા કેફીન પીવાથી નીંદર સૌથી વધુ ડિસ્ટર્બ થાય છે. 

ફિઝિકલી રહો એક્ટિવ
રાત્રે કામ દરમિયાન ફિઝિકલી થોડા એક્ટિવ રહો. થોડા-થોડા સમયે ખુરશીમાંથી ઉભા થાવ અને સ્ટ્રેચિંગ કરો. તેનાથી નીંદર નહીં આવે અને કેલેરી બર્ન કરવામાં મદદ મળશે. આ સાથે તમારા રૂટીન પ્રમાણે દિવસના કોઈપણ સમયે ઘર કે જિમમાં એક્સરસાઇઝ કરો.

સૂવાનો ટાઇમ નક્કી કરો
રાત્રે કામ કર્યા બાદ દિવસે સૂવાનો સમય નક્કી કરો. ઓછામાં ઓછા 7-8 કલાક સતત આરામ કરો. જેનાથી નીંદરની અસર હેલ્થ પર નહીં થાય. એનસીબીઆઈના રિપોર્ટ પ્રમાણે નીંદરની કમી મેટાબોલિક રેટ અને હોર્મોંસ પ્રભાવિત કરે છે. જેના કારણે મોટાપાનો ખતરો રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news