Vastu Tips: પૈસા સંબંધિત આ 5 ભુલ કરે તેના ઘરમાં ન ટકે એક પણ રુપિયો, આવક કરતાં વધારે થઈ જાય ખર્ચા

Vastu Tips For Money: જીવનમાં ધનની ખામી ન રહે તે માટે લોકો અલગ અલગ ઉપાય કરતા હોય છે. પરંતુ આ ઉપાયો પણ કેટલાક લોકોને ફળતા નથી. તેનું કારણ હોય છે કે તેઓ ઘરમાં ધન સંબંધિત 5 મોટી ભૂલ કરતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યું છે કે જે ઘરમાં ધન સંબંધિત આ 5 નિયમનું પાલન થતું ન હોય ત્યાં રૂપિયો ક્યારેય ન ટકે. આવા ઘરમાં આવક કરતા ખર્ચ હંમેશા વધારે રહે છે. તો ચાલો તમને જણાવીએ ધન સંબંધિત કઈ ભૂલ ઘરમાં કરવી નહીં. 

અગ્નિ ખૂણામાં તિજોરી 

1/6
image

ઘરમાં હંમેશા તિજોરીને એવી રીતે રાખવી જોઈએ કે તેનું મુખ ઉત્તર દિશામાં ખુલે. એટલે કે તિજોરીને હંમેશા દક્ષિણ દિશાની દીવાલમાં બનાવવી જોઈએ. જે ઘરમાં અગ્નિ ખૂણામાં કે નૈઋત્ય કોણમાં તિજોરી હોય છે ત્યાં ધન ટકતું નથી. 

રૂમમાં અંધારું 

2/6
image

તિજોરી જે રૂમમાં હોય તે રૂમમાં ક્યારેય અંધારું રાખવું નહીં. તિજોરી જે રૂમમાં હોય ત્યાં હવા, ઉજાસ હોય તે ખૂબ જ જરૂરી છે. તિજોરી રાખી હોય તે રૂમમાં અંધારું રહેતું હોય તો ધન ટકતું નથી. 

રાતના સમયે પૈસાના વ્યવહાર 

3/6
image

જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ધનની ખામી ક્યારેય ન સર્જાય તો સૂર્યાસ્ત પછી એટલે કે રાતના સમયે પૈસાના વ્યવહાર કરવા નહીં. જે વ્યક્તિ રાતના સમયે ધનની લેતી દેતી કરે છે તેના જીવનમાં ધન ટકતું નથી. 

અપૂજ તિજોરી 

4/6
image

ઘણા લોકો વર્ષમાં એક વખત દિવાળી સમયે જ તિજોરીની પૂજા કરે છે. આ ભૂલના કારણે પણ માતા લક્ષ્મી સ્થાયી થતા નથી. તમે ખર્ચાને ઘટાડવા માંગતા હોય તો તિજોરી પર સ્વસ્તિકનું નિશાન બનાવવું અને દર શુક્રવારે તેમજ ગુરુવારે તિજોરીની પૂજા કરવી. 

પર્સમાં મોરનું પીછું 

5/6
image

ધન વધે તે માટે ઘણા લોકો વર્ષમાં મોરનું પીછું રાખી લેતા હોય છે પરંતુ આ ભૂલ ખર્ચ વધારે છે. કારણ કે મોર પંખને બંધ જગ્યામાં રાખી શકાય નહીં. મોર પંખ એવી જગ્યાએ જ રાખવું જે હવા-ઉજાસ હોય. જો તમે પર્સમાં મોર પંખને પેક કરીને રાખો છો તો ધનહાની વધે છે.

6/6
image