2007થી લઈને અત્યાર સુધી તમામ ટી20 વિશ્વકપ રમનાર 6 ખેલાડી, લિસ્ટમાં માત્ર એક લક્કી ઈન્ડિયન ક્રિકેટર

નવી દિલ્હીઃ આઈસીસી ટી20 વિશ્વકપ 2021 (ICC T20 World Cup 2021) નો રોમાંચ ક્રિકેટ દિવાના પર છવાયેલો છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી, ત્યારે ધોનીની આગેવાનીમાં ભારતે ટાઇટલ જીતીને ધમાકો કરી દીધો હતો. હાલમાં વિશ્વકપની સાતમી સીઝન ચાલી રહી છે. ચોંકાવનારી વાત છે કે કેટલાક એવા ખેલાડી છે, જેનો આ 7મો વિશ્વકપ છે. આવો જાણીએ કોણ છે તે લક્કી 6 ખેલાડી.  

Oct 23, 2021, 06:09 PM IST
1/6

મુશફિકુર રહીમ- બાંગ્લાદેશ

મુશફિકુર રહીમ- બાંગ્લાદેશ

બાંગ્લાદેશના વિકેટકીપર-બેટ્સમેન મુશફિકુર રહીમે અત્યાર સુધી તમામ વિશ્વકપમાં ભાગ લીધો છે. તેણે ટૂર્નામેન્ટના 28 મુકાબલામાં 307 રન બનાવ્યા છે.   

2/6

શાકિબ-અલ-હસન, બાંગ્લાદેશ

શાકિબ-અલ-હસન, બાંગ્લાદેશ

વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંથી એક શાકિબ અલ હસને અત્યાર સુધી તમામ ટી20 વિશ્વકપમાં ભાગ લીધો છે. તેણે 28 મેચમાં 675 રન બનાવ્યા છે અને બોલિંગમાં 16.41ની એવરેજથી 39 વિકેટ ઝડપી છે. શાકિબ ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર પણ બની ગયો છે. 

3/6

મહમુદૂલ્લાહ- બાંગ્લાદેશ

મહમુદૂલ્લાહ- બાંગ્લાદેશ

ઓલરાઉન્ડર મોહમ્મદુલ્લાહે અત્યાર સુધી તમામ ટી20 વિશ્વકપમાં બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કર્યુ છે. આ ટૂર્નામેન્ટમાં તેણે 25 મેચમાં 284 રન બનાવ્યા છે અને 8 વિકેટ ઝડપી છે. તે આ સમયે ટીમનો કેપ્ટન છે. તેની આગેવાનીમાં ટીમે સુપર-12માં એન્ટ્રી કરી છે. 

4/6

ડ્વેન બ્રાવો- વેસ્ટ ઈન્ડિઝ

ડ્વેન બ્રાવો- વેસ્ટ ઈન્ડિઝ

ડ્વેન બ્રાવોએ ન માત્ર તમામ ટી20 વિશ્વકપમાં ભાગ લીધો છે, પરંતુ તે બે વખતની ચેમ્પિયન વિન્ડિઝ ટીમનો ભાગ પણ રહ્યો છે. બ્રાવોએ અત્યાર સુધી ટી20 વિશ્વકપમાં 29 મેચ રમી છે, જેમાં તેણે 504 રન બનાવ્યા છે તો સાથે 25 વિકેટ ઝડપી છે. કેરેબિયન ઓલરાઉન્ડરે જાહેરાત કરી છે કે હાલના ટી20 વિશ્વકપ બાદ તે નિવૃતિ લઈ લેશે. 

5/6

ક્રિસ ગેલ- વેસ્ટ ઈન્ડિઝ

ક્રિસ ગેલ- વેસ્ટ ઈન્ડિઝ

ક્રિસ ગેલ (Chris Gayle) ને ટી20નો કિંગ કહેવામાં આવે છે. યુનિવર્સ બોસના નામથી જાણીતા આ ખેલાડીની ઉંમર 42 વર્ષ છે, પરંતુ તે બોલરોમાં ડર પેદા કરી શકે છે. ગેલે આ ટૂર્નામેન્ટમાં આ પહેલા 28 મેચ રમી છે, જેમાં 40ની એવરેજ અને 146.73ની સ્ટ્રાઇક રેટથી 920 રન બનાવ્યા છે, જેમાં બે સદી સામેલ છે. 

6/6

રોહિત શર્મા- ભારત

રોહિત શર્મા- ભારત

રોહિત શર્મા ટી20 આંતરરાષ્ટ્રીયમાં ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ બેટ્સમેન માનવામાં આવે છે. રોહિત 2007માં ચેમ્પિયન ભારતીય ટીમનો ભાગ હતો, ત્યારે તેને વધુ તક મળી નહોતી. હિટમેનના નામથી જાણીતા આ ખેલાડીએ અત્યાર સુધી ટી20 વિશ્વકપ મુકાબલામાં 39.58ની એવરેજથી 673 રન બનાવ્યા છે. આ સમયે રોહિત ભારતનો વાઇસ કેપ્ટન છે અને તેની પાસે મોટી જવાબદારી છે. તે તમામ ટી20 વિશ્વકપ રમનાર એકમાત્ર ભારતીય છે.