BAPS સંસ્થાના 6 મૂળ મંદિર..... જેની સ્થાપના ખુદ ભગવાન સ્વામીનારાયણે કરી હતી

Swaminarayan Mandir: સ્વામીનારાયણ સંપ્રદાયના સંસ્થાપક ભગવાન સ્વામીનારાયણે પોતાના જીવનકાળમાં કેટલાક મંદિરોની સ્થાપના કરી હતી. જેથી આ મંદિરો દ્વારા સંપ્રદાયનો પ્રચાર-પ્રસાર દૂર-દૂર સુધી થઈ શકે. સાથે લોકો પોતાની આસ્થા સાથે જોડાયેલા રહે. આજે અમે તમને તે છ મંદિરો વિશે જણાવી રહ્યાં છીએ, જેનું નિર્માણ ભગવાન સ્વામીનારાયણના જીવનકાળમાં થયું અને તેને BAPS સ્વામીનારાયણ સંસ્થા અને સ્વામીનારાયણ સંપ્રદાયના મૂળ મંદિર કહેવામાં આવે છે. 
 

સ્વામીનારાયણ મંદિર અમદાવાદ

1/6
image

અમદાવાદમાં નિર્મિત સ્વામીનારાયણ મંદિર આ સંપ્રદાયનું પ્રથમ મંદિર છે. તેના નિર્માણ માટે બ્રિટિશ રાજ દરમિયાન એક અંગ્રેજ કલેક્ટરે જમીન આપી હતી. આ મંદિરમાં ભગવાન સ્વામીનારાયણે સ્વયં વીએસ 1879માં ફાગણ સુદ ત્રીજના ભગવાન નરનારાયણ દેવની મૂર્તિઓ સ્થાપિત કરી હતી. 

સ્વામીનારાયણ મંદિર ભુજ

2/6
image

ભુજમાં બનેલા આ મંદિર માટે ત્યાંના સ્થાનીક નિવાસી ગંગારામ મુલ, સુંદરજી સુથાર અને બિરજી સુધાર સહિત અન્ય ભક્તોએ વિનંતી કરી હતી. ત્યારે ભગવાન સ્વામીનારાયણે વૈષ્ણવાનંદ સ્વામીને મંદિરનું નિર્માણ કરવાનો નિર્દેશ આપ્યો અને પછી તેમણે સ્વયં વૈશાખ મહિનાની સુદ પાચંમ (શુક્રવાર 15 મે 1823 ઈ) વીએસ 1879ના ભુજમાં ભગવાન નરનારાયણ દેવની મૂર્તિ સ્થાપિત કરી હતી.

સ્વામીનારાયણ મંદિર ધોલેરા

3/6
image

ધોલેરાના પુંજાજી દરબારે ભગવાન સ્વામિનારાયણને ધોલેરામાં મંદિર બનાવવા વિનંતી કરી. પછી ભગવાન સ્વામિનારાયણની સૂચનાથી નિષ્કુળાનંદ સ્વામી અને અદભૂતાનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ ધોલેરાનું મંદિર બનાવવામાં આવ્યું. જ્યાં ભગવાન સ્વામિનારાયણે વિ.સં. 1882 (શનિવાર 19 મે 1826 એડી) માં વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની 13મી તારીખે શ્રી મદનમોહન દેવ અને રાધિકાજીની સ્થાપના કરી હતી.

સ્વામીનારાયણ મંદિર ગઢડા

4/6
image

ભગવાન સ્વામીનારાયણ 25 વર્ષ સુધી ગઢડામાં રહ્યાં હતા. અહીં તેમણે સ્વામીનારાયણ સંપ્રદાયનું કેન્દ્ર પણ બનાવ્યું. દાદાખાચર અને તેમની ચાર બહેનો જયા (જિવુબા), લલિતા (લાદુબા), પાંચાલી અને નાનૂ (રમાબાઈ) ના અથાગ પ્રેમ અને આગ્રહ પર ભગવાને પોતાની વ્યક્તિગત દેખરેખમાં વિરક્તાનંદ સ્વામીની સહાયતાથી ગઢડામાં એક ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ બીએસ 1882માં આસો મહિનાના શુક્લ પક્ષની 12મી તિથિ (શનિવાર 9 ઓક્ટોબર 1828ઈ) ના ભગવાન સ્વામીનારાયણે સ્વયં ગઢડા મંદિરમાં શ્રી ગોપીનાથજી અને રાધિકાજીની મૂર્તિઓ સ્થાપિત કરી હતી.   

સ્વામીનારાયણ મંદિર જૂનાગઢ

5/6
image

પંચાલના જિનાભાઈ (હેમંતસિંહ) દરબારે ભગવાન સ્વામીનારાયણને જૂનાગઢમાં મંદિર નિર્માણનો આગ્રહ કરતા જમીન દાન આપી હતી. ત્યારે ભગવાન સ્વામીનારાયણના નિર્દેશ પર બ્રહ્માનંદ સ્વામીએ અહીં વિશાળ મંદિર બનાવ્યું હતું. જેમાં ભગવાન સ્વામિનારાયણે વિ.સં. 1884 (1 મે 1828 શુક્રવાર) માં વૈશાખ મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે શ્રી રાધારમણ દેવની સ્થાપના કરી હતી.  

સ્વામીનારાયણ મંદિર વડતાલ

6/6
image

વડતાલમાં ભગવાન સ્વામીનારાયણના ભક્તો જોબન પાગી, કુબેરભાઈ પટેલ અને રણછોડભાઈ પટેલે વગેરેએ વિશાળ મંદિર બનાવવાની વિનંતી કરી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી અને અક્ષરાનંદ સ્વામીએ વડતાલ મંદિરની ડિઝાઇન તૈયાર કરી અને તેના આધાર પર મંદિરનું નિર્માણ થયું. આ મંદિરના પાયામાં ભગવાન સ્વામીનારાયણે સ્વયં પથ્થર લગાવ્યા. બાંધકામ પૂર્ણ થયા બાદ, વિ.સં. 1881 (ગુરુવાર 3 નવેમ્બર 1823) માં કારતક મહિનાના શુક્લ પક્ષની 12મી તારીખે, શ્રી રાધાકૃષ્ણ દેવની સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રણછોડરાય દેવ અને શ્રી હરિકૃષ્ણ મહારાજ (પોતાની છબી) સ્થાપિત કરવામાં આવી હતી. .  

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)