Swaminarayan mandir News

અમેરિકાની ધરતી પર વસુધૈવ કુટુમ્બકમનો વિચાર મૂર્તિમંત થયો, ભવ્ય અક્ષરધામનું લોકાર્પણ
Akshardham In America : જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે અંતે પૂરી થઈ છે. અમેરિકામાં બનાવાયેલું વિશ્વનું બીજુ સૌથી મોટું હિન્દુ મંદિર અને અક્ષરધામ સ્વામીનારાયણ આખરે ભક્તો માટે ખુલ્લુ મૂકાયું છે. અમેરિકામાં અક્ષરધામ સમારોહ સંપન્ન થયો છે. મહંત સ્વામીના આશીર્વચન સાથે અક્ષરધામ મંદિરનું ભવ્યાતિભવ્ય લોકાર્પણ કરાયું છે. US ધરતી પર વસુધૈવ કુટુમ્બકમનો વિચાર મૂર્તિમંત થયો છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં BAPS મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહંત સ્વામી મહારાજના હસ્તે કરાઈ હતી. જે ભારત બહાર વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર બની રહ્યું છે. અમેરિકાના ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં આ ભવ્ય મંદિર તૈયાર કરાયું છે. 
Oct 9,2023, 8:11 AM IST
USના BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં 'તડાગ ઉત્સર્ગ વિધિ' યોજાઈ; ભવ્ય જલયાત્રા નીકળી
Oct 4,2023, 21:19 PM IST
અમેરિકાના ન્યૂજર્સીમાં બન્યું ભવ્યાતિભવ્ય સ્વામીનારાયણ મંદિર, અંદરથી છે સ્વર્ગ જેવું
New Jersey Akshardham temple : અમેરિકાના ન્યૂજર્સીમાં ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિરનું 8મી ઓક્ટોબર 2023ના રોજ ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારે ZEE 24 કલાક પર ભવ્યાતિભવ્ય મંદિરનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. ન્યુ જર્સીના નાનકડા રોબિન્સવિલે ટાઉનશીપમાં આવેલ BAPS સ્વામિનારાયણ અક્ષરધામ 12 વર્ષોમાં સમગ્ર યુએસમાંથી 12,500 સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર 183 એકરમાં ફેલાયેલું છે. તેમાં પ્રાચીન હિંદુ શાસ્ત્રો અને સંસ્કૃતિ અનુસાર 10,000 પ્રતિમાઓ અને મૂર્તિઓ પણ સામેલ છે. મંદિરને યુ.એસ.માં હિન્દુ સંસ્કૃતિ અને સ્થાપત્યનું સીમાચિહ્ન માનવામાં આવે છે અને મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ ઉદ્ઘાટનના દસ દિવસ પછી 18 ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલશે.
Sep 25,2023, 8:58 AM IST

Trending news