Queen Elizabeth Second Dies: બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયના શાસનના 70 વર્ષ, જુઓ કદી ના જોઈ હોય તેવી તસવીરો
બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીય હવે 96 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તે બ્રિટનના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર શાસક બન્યા છે. તેમણે બ્રિટનની ગાદી પર 70 વર્ષ વિતાવ્યા છે. આ પ્રસંગે અગાઉ યુકેમાં પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી હતી. ચાલો જોઈએ રાણીની કેટલીક ખાસ તસવીરો...
આ ફાઇલ ફોટો 1933માં લેવામાં આવ્યો હતો. તેમાં પ્રિન્સેસ માર્ગેટ (ડાબે) તેમની મોટી બહેન અને બ્રિટનની ભાવિ મહારાણી એલિઝાબેથ II સાથે છે.
આ ફોટો 1947નો છે જ્યારે ક્વીન એલિઝાબેથ II અને પ્રિન્સ ફિલિપ, એડિનબર્ગના ડ્યુક 20 નવેમ્બરે લંડનમાં તેમના લગ્ન પછી લોકોને શુભેચ્છા પાઠવે છે.
આ ફોટો 02 જૂન 1953નો છે જ્યારે બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીય તેમના રાજ્યાભિષેકના દિવસે લંડનના વેસ્ટમિંસ્ટર એબીમાં બેઠી હતી.
એલિઝાબેથનો જન્મ 21 એપ્રિલ 1926નાં રોજ લંડનમાં થયો હતો. તેમના પિતા એલબર્ટ ડ્યૂક ઓફ યોર્ક અને તેમનાં માતા એલિઝાબેથ બોવેસ-લિયોન હતાં.
આ તસવીર એલિઝાબેથની છે, જ્યારે તેઓ 2 વર્ષનાં હતાં, તેઓ એલબર્ટ અને બોવેસ-લિયોનનાં પ્રથમ સંતાન હતાં.
4 વર્ષનાં એલિઝાબેથ ઓલમ્પિયામાં એક રોયલ ટુર્નામેન્ટમાં ગયાં હતાં. આ તસવીર તે સમય લેવામાં આવી હતી. તેઓ અનેક વખત ઓલમ્પિયા ઈન્ટરનેશનલ હોર્સ શો જોવા જતાં હતાં.
એલિઝાબેથ 1937માં ગર્લ ગાઈડ બન્યાં હતાં. આ તસવીરમાં તેમને ગર્લ ચાઈલ્ડનો યુનિફોર્મ પહેરી રાખ્યો હતો. ગર્લ ગાઈડ એક ચેરિટેબલ ઓર્ગેનાઈઝેશન છે.
20 નવેમ્બર 1947નાં રોજ તેમણે ગ્રીસના પ્રિન્સ ફિલિપ સાથે લગ્ન કર્યાં. તેઓ પ્રિન્સ એન્ડ્રયૂ ઓફ ગ્રીસ એન્ડ ડેનમાર્ક અને પ્રિન્સેસ એલિસ ઓફ બેટનબર્ગના એકમાત્ર પુત્ર હતા.
આ તસવીર મહારાણી એલિઝાબેથ II અને પતિ ફિલિપની છે. આ 2 જૂન, 1953નાં રોજ બર્કિંગહામ પેલેસમાં મહારાણીના રાજ્યભિષેક સમયે લેવાઈ હતી.
હસતાં ક્વીન એલિઝાબેથ IIની આ તસવીર તેમના પહેલાં ટેલિવિઝન ક્રિસમસ સ્પીચ સમયે ખેંચવામાં આવી હતી. ક્વીન એલિઝાબેથ IIએ ક્યારેય કોઈ ઈન્ટરવ્યુ નથી આપ્યું, પરંતુ તેઓ કોઈ ને કોઈ રીતે જનતા સુધી પોતાના મનની વાત પહોંચાડતાં હતાં.
પોતાની પહેલી શાહી યાત્રા દરમિયાન ક્વીન એલિઝાબેથ IIએ સદીઓથી ચાલી રહેલા ટ્રેડિશનને તોડ્યો હતો. તેમને લોકોને દૂરથી વેવ કરવાની બદલે નજીક જઈને ગ્રીટ કર્યું હતું. પહેલી શાહી યાત્રા 1970માં ઓસ્ટ્રેલિયામાં કરી હતી. આ દરમિયાન તેઓ સિડનીમાં લોકો વચ્ચે પસાર થયાં હતાં.
Trending Photos