Photos : યજ્ઞમાં 100 કિલોના વજન સાથે 751 દીવાની આરતી ઉતારાઈ, ગામ લોકો પણ ચકિત

શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ ભારતભરમાં તહેવારોની મોસમ જામે છે, તો અનેક જગ્યાઓએ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં મહેશ્વરી સમાજ દ્વારા મહારુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું. આ આયોજનની મહાઆરતી બહુ જ ખાસ બની રહી હતી.

અલ્કેશ રાવ/બનાસકાંઠા :શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ ભારતભરમાં તહેવારોની મોસમ જામે છે, તો અનેક જગ્યાઓએ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં મહેશ્વરી સમાજ દ્વારા મહારુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું. આ આયોજનની મહાઆરતી બહુ જ ખાસ બની રહી હતી.

1/2
image

ધાનેરામાં રહેતા મહેશ્વરી સમાજના મહારુદ્ર યજ્ઞમાં 751 દીવાની કરાયેલી આરતી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ આરતી ભગવાન વિષ્ણુના શેષનાગ અવતાર ધરીને ઉતારવામાં આવી હતી. જેને જોવા માટે આખુ ગામ ઉમટ્યું હતું.

2/2
image

પિન્ટુ જોષી નામના વ્યક્તિએ 100 કિલોના વજન સાથે 751 દિવાની આરતી ઉતારી હતી. ધાનેરાના હજારો લોકોએ પહેલીવાર આવી અનોખી આરતીના દર્શન હતા. તો 751 દીવાના સ્ટેન્ડને શરીર પર લગાવીને ફેરવતા જોઈ ગામ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.