આખરે એક્ટ્રેસ અસિને દીકરીનું નામ અને ચહેરો લોકોને બતાવ્યા, લાગે છે વ્હાલી

ગત વર્ષે બોલિવુડ એક્ટ્રેસ અસિન મા બની હતી. તેના બાદ અત્યાર સુધી તેની દીકરીની કોઈ પણ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરાઈ ન હતી. 

નવી દિલ્હી : બોલિવુડ એક્ટ્રેસ અસિન પોતાની પર્સનલ લાઈફને લઈને હંમેશા પ્રાઈવેટ રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર તે તેની પર્સનલ લાઈફની કોઈ માહિતી શેર કરતી નથી. ગત વર્ષે અસિન મમ્મી બની હતી, તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. પરંતુ અત્યાર સુધી તેની કોઈ પણ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી ન હતી. ગુરુવારે અસિને પોતાની દીકરીનો પહેલો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ પ્રસંગે અસીને તેની દીકરીનું નામ અને તસવીર પહેલીવાર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અસિન અને રાહુલ શર્માએ તેમની વ્હાલસોયી દીકરીનું નામ અરિન રાખ્યું છે. અસિને અરિનની તસવીર અને તેના બર્થડે સેલિબ્રેશનના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે. 
 

પિંક થીમ પર યોજાઈ બર્થડે પાર્ટી

1/6
image

અસિન અને રાહુલે તેમની દીકરીની બર્થડે પાર્ટી પિંક થીમ પર રાખી હતી. જ્યાં અરિનના કપડાથી લઈને ત્યાં લાગેલા ફુગ્ગા અને ડેકોરેશનમાં બધુ જ પિંક શેડમાં નજર આવી રહ્યું હતું. (ફોટો સાભાર @asin.rahul/Instagram)

ગત વર્ષે મા બની હતી અસિન

2/6
image

અસિને 25 ઓક્ટોબર, 2017ના રોજ એક દીકરીને જન્મ આપ્યો હતો.  (ફોટો સાભાર @asin.rahul/Instagram)

આમ ઉજવ્યો બર્થડે

3/6
image

ગુરુવારે અરિનનો પહેલો જન્મદિવસ ખાસ અંદાજમાં ઉજવાયો હતો. અસિને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી.  (ફોટો સાભાર @simply.asin/Instagram)

પિંક ડ્રેસમાં દેખાઈ અસિનની પરી

4/6
image

અસિને દીકરીના એક એકથી ચઢિયાતા ફોટોગ્રાફ્સ શેર કર્યાં છે. (ફોટો સાભાર @simply.asin/Instagram)

રાહુલ શર્માએ પણ શેર કરી તસવીરો

5/6
image

અસિનના પતિ રાહુલે દીકરીની તસવીરો શેર કરતા લખ્યું કે, એક વર્ષ પહેલા એક સુંદર લિટલ આ દુનિયામાં આવી, હવે તે એક વર્ષની થઈ ગઈ છે. સમય કેટલો જલ્દી પસાર થાય છે. મારી દીકરી અરિનને જન્મદિવસની શુભકામનાઓ. તુ આટલી જલ્દી મોટી કેમ થઈ રહી છે?

અક્ષય કુમારે કરાવ્યું હતું અસિન-રાહુલનું મિલન

6/6
image

અસિન અને રાહુલની પહેલી મુલાકાત અક્ષય કુમારે કરાવી હતી. બંનેના વચ્ચે પ્રેમથી લઈને લગ્ન સુધીની સફરના અક્ષય કુમાર સાક્ષી રહ્યાં છે.  (ફોટો સાભાર @simply.asin/Instagram)