Adani Group: અદાણીએ ગુજરાતમાં શરૂ કર્યું મોટા પ્રોજેક્ટ પર કામ, રોકેટ બન્યા શેર, વર્ષમાં 230% વધ્યો ભાવ
Adani Green Energy Stock Price: દેશની જાણિતી રિન્યૂએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જીની સબ્સિડિયરી અદાણી ગ્રીન એનર્જી ટ્વેન્ટી ફોર બીએ ગુજરાતના ખાવડામાં 448.95 મેગાવોટ ક્ષમતાનો સોલાર વિજળી પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. કંપનીએ શેર બજારને આપેલી સૂચનામાં કહ્યું કે 14 ફેબ્રુઆરી 2024 ના રોજ આપવામાં આવેલી સૂચનાની સાથે ખાવડામાં 1,000 મેગાવોટની ક્ષમતાના સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. કંપનીનો શેર આજે 2% વધીને રૂ. 1969.75 થયો હતો.
448.95 મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટ્સ
અદાણી ગ્રીન એનર્જી ટ્વેન્ટી ફોર એ લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જી ટ્વેન્ટી ફોર બી લિમિટેડ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ની પેટાકંપનીઓ ખાવડામાં 448.95 મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. આ પ્લાન્ટ્સ ચાલુ થવા સાથે, AGENની કુલ રિન્યૂએબલ પ્રોડક્શન કેપેસિટી વધીને 9,478 મેગાવોટ થઈ ગઈ છે.
45,000 મેગાવોટ ઉત્પાદન ક્ષમતાનું લક્ષ્ય
કંપનીએ 2030 સુધીમાં 45,000 મેગાવોટ ઉત્પાદન ક્ષમતાનું લક્ષ્ય રાખ્યું છે. 14 ફેબ્રુઆરી, 2024 ના રોજ આપવામાં આવેલી માહિતીમાં, કંપનીએ કહ્યું હતું કે તેના એકમો અદાણી ગ્રીન એનર્જી ટ્વેન્ટી ફોર એ અને અદાણી ગ્રીન એનર્જી ટ્વેન્ટી ફોર બીએ ખાવરામાં કુલ 551 મેગાવોટના સોલર પાવર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે.
શેરની સ્થિતિ
અદાણી ગ્રીન એનર્જીના શેર ગત છ મહિનામાં 90% વધ્યા છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક 230% વધ્યો છે. ગયા વર્ષે આ શેરની કિંમત 589 રૂપિયા સુધી પહોંચી હતી. તેની 52 સપ્તાહની ઊંચી કિંમત રૂ. 2,016 અને 52 સપ્તાહની નીચી કિંમત રૂ. 590.10 છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 3,08,403.20 કરોડ છે.
કંપનીના શેરમાં આવ્યો ઉછાળો
અદાણી ગ્રીનનો શેર 2.82% વધીને રૂ. 1,983.6 ની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. આ સાથે કંપનીનું માર્કેટ કેપ પણ રૂ. 3.14 લાખ કરોડની ઇન્ટ્રાડે હાઇ પર પહોંચી ગયું છે.
5 પેરિસ જેટલો મોટો પાર્ક
30GW ઉર્જાવાળો દુનિયાનો સૌથી મોટો રિન્યૂએબલ એનર્જી પાર્ક 538 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. તેનું ક્ષેત્રફળ 5 પેરિસ જેટલું છે. આ FY29 સુધી આ પુરો થનાર આ પાર્કથી 15,200 નોકરીઓ જનરેટ થવાનું અનુમાન છે. આ પાર્ક સંયુક્ત રાષ્ટ્રના 2030 સુધી સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલનો ભાગ છે. આ પાર્ક FY29 સુધી પોતાના ઓપરેશનના 100% લક્ષ્ય સુધી પહોંચી જશે.
કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો
FY29 સુધીમાં 30GW રિન્યુએબલ પાર્કની કામગીરી શરૂ થયા પછી 58 મિલિયન ટન CO2 નું ઉત્સર્જન ઘટશે. આ ઉત્સર્જન 60,300 ટન કોલસાના ઉત્સર્જન અથવા 1.26 કરોડ કારમાંથી ઉત્સર્જન જેટલું છે.
ટેક્નોલોજીનો ઉપયોગ
અદાણી ગ્રીન એનર્જીના ખાવડા સ્થિત રિન્યૂએબલ એનર્જી પાર્કમાં બાઇફેશિયલ સોલાર PV મોડ્યૂલ, 5.2 MW ક્ષમતાવાળા ટરબાઇન જનરેટરનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ આ પાર્કમાં આર્ટિફિશિયલ ઇંટેલીજેન્સ તથા મશીન લર્નિંગ ઇંટિગ્રેશન પણ કરવામાં આવ્યું છે. જેથી રિયલ ટાઇમ પર ઓપરેશન અને પ્લાન્ટનું મોનિટરિંગ કરી શકાય.
Trending Photos