Aditya L1: નજીક જવાની જરૂર નથી, આટલી દૂરથી નજર ઉઠાવીને સૂરજને વાંચી લેશે આદિત્ય L1

Aditya L 1 Mission: આદિત્ય એલ1 મિશનને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોંચ કરવામાં આવ્યું છે. PSLV-XL દ્વારા, તેને L1 પોઈન્ટ પર સ્થાપિત કરવામાં આવશે જ્યાંથી સૂર્યનો ચહેરો વાંચી શકાશે. આદિત્ય મિશનને L1 પોઈન્ટ સુધી પહોંચવામાં લગભગ 120 દિવસ લાગશે.

આટલા દૂરથી સૂર્યને વાંચશે આદિત્ય

1/5
image

આદિત્ય L1 મિશન પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટરના અંતરે સ્થાપિત કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે આદિત્ય મિશન જ્યાંથી સૂર્ય સુધી કામ કરશે ત્યાંનું અંતર લગભગ 140 મિલિયન કિમી છે.

આદિત્ય L1 માં કુલ સાત પેલોડ્સ

2/5
image

આદિત્ય L1 પાસે કુલ સાત પેલોડ્સ છે, જેમાંથી ચાર પેલોડ્સ સૂર્યના કિરણોનો અભ્યાસ કરશે જ્યારે ત્રણ પેલોડ્સ સપાટીનો અભ્યાસ કરશે.

સૂર્ય કિરણોનો અભ્યાસ

3/5
image

સૂર્યની બહારની સપાટી પરથી નીકળતા કિરણોનો અભ્યાસ કરીને એ જાણી શકાશે કે સૂર્યના કોર એરિયામાં શું ચાલી રહ્યું છે, આદિત્ય ફોટોસ્ફિયરમાં થતી અસામાન્ય પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી આપશે.

L1 થી L5 પોઇન્ટ

4/5
image

જે જગ્યાએ આદિત્ય L1 મિશનની સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એકબીજાના પ્રભાવને શૂન્ય કરે છે.

દુનિયાની નજર મંડાઇ

5/5
image

ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ દુનિયાની નજર આદિત્ય એલ1 મિશન પર ટકેલી છે. પૂર્વ ISS કમાન્ડર ક્રિસ હેડફિલ્ડે તેને માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે ખાસ ગણાવ્યું હતું.