પૂર્વ અમદાવાદમાં અડધા કલાકમાં 2 ઈંચ વરસાદ તૂટી પડ્યો : ચારેતરફ પાણી ભરાયા, વાહનો અટવાયા

Ahmedabad Rain : રાજ્યમાં ફરી મેઘરાજા ધબધબાટી બોલાવી છે. સુરત અને અમરેલીમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વચ્ચે સતત બીજા દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારો નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર, મેમ્કો, સૈજપુરમાં અડધો કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો. જેથી રસ્તા પર ચારેતરફ પાણી ભરાયા છે. તો ઘર અને દુકાનોમાં પાણી ઘૂસ્યાં છે. 

સતત બીજા દિવસે વરસાદ

1/7
image

લાંબા વિરામ બાદ ફરી અમદાવાદમાં એકવાર મેઘાની બેટિંગ જોવા મળી. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. શાહીબાગ, અસારવા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. તો નરોડા અને નિકોલ વિસ્તારમાં વરસાદ આવ્યો. સતત બીજા દિવસે અમદાવાદમાં વરસાદનું આગમન થયું. ભારે વરસાદને પગલે નરોડામાં પાણી ભરાયા. તો શાહીજપુર ટાવર ગરનાળા, નરોડા પાટીયામાં ભારે વરસાદ નોંધાયો. સરદારનગર, નોબેલનગર, નાના ચિલોડામાં ભારે વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદને પગલે ભરાયા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. 

વ્હાઇટ ટોપિંગ રોડ ઉપર પાણી ભરાયા

2/7
image

GCS કોલેજથી બોમ્બે હાઉસ જતા રસ્તે વરસાદી પાણી ભરાયા છે. સામાન્ય વરસાદે જ એએમસીની કામગ્રીની પોલ ખુલ્લી પાડી છે. બોમ્બે હાઉસ નજીક વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે, સામાન્ય વરસાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ ઉપર પાણી ભરાયા છે. સ્ટ્રોમ વોટર કનેક્શનની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો. 

આજે ક્યાં કેટલો વરસાદ 

3/7
image

રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી આજે રાજ્યના 79 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 25 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો. સૌથી વધુ અમરેલીના બગસરામાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો. ગાંધીનગરના દહેગામમાં 2 કલાકમાં સવા 3 ઈંચ વરસાદ નોઁધાયો. તો ખેડાના નડિયાદ, નર્મદાના સાગબારામાં 3 ઈંચ વરસાદ પડ્યો. ખેડાના મહુધા અને કપડવંજમાં અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. સુરતના ઉમરપાડા, તાપીના કુકરમુંડામાં 2 ઈંચને પાર વરસાદ નોંધાયો. આણંદના સોજીત્રા, નર્મદાના ડેડિયાપાડામાં 2 ઈંચ આવ્યો. 

પંચમહાલ પર મેઘરાજા મહેરબાન

4/7
image

છેલ્લા બે કલાકથી પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. ગોધરા, હાલોલ અને પાવાગઢમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો. પાવાગઢમાં સતત 2 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાવાગઢથી આવતા મુખ્ય હાઇવે પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આજે વહેલી સવારથી પાવાગઢ ખાતે વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોધરા, હાલોલ, કાલોલ, ઘોઘમ્બા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો. વરસાદને કારણે કેટલાક ગામડાના રસ્તાઓ પાણી પાણી થયા છે. ભારે વરસાદથી ખેતરો પણ નદી નાળા જેવા જોવા મળ્યા.

નડિયાદમાં ઢીંચણસમા પાણી

5/7
image

નડિયાદ શહેરમાં બે કલાક  દરમિયાન ૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. નડિયાદના રબારીવાડ વિસ્તારમાં ભરાયા ઢીચણસમાં પાણી ભરાયા છે. નડિયાદના રબારીવાડ આવેલી હોસ્પિટલોના રસ્તાઓ પર પાણી ભરાયા છે. નડિયાદના વાણીયાવડ વિસ્તાર નાના કુમનાથ રોડ વિસ્તાર ડુમરાલ બજાર જેવા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી છે. હજુ પણ અવિરત વરસાદ પડી રહ્યો છે. 

ગાંધીનગરના દેહગામમાં ધોધમાર વરસાદ

6/7
image

ધોધમાર વરસાદને પગલે દહેગામમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકો અને વાહનચાલકોને પરેશાન થયા છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો. નાંદોલ રોડ પથિકાશ્રમ, પૂર્ણિમા સ્કૂલનો ઢાળ, મોડાસા રોડ ઉપરાંત નેહરુ ચોકડી અનુરાધા સોસાયટી હરિઓમ સોસાયટી વૈભવ કોમ્પ્લેક્સ પુરુષોત્તમ ધામ જેવા રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા રહીશો પરેશાન થયા છે. ભારે વરસાદને પગલે ગાંધીનગર રોડ પર આવેલા રેલ્વે અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરી દેવાયો ટ્રાફિકને નાંદોલ રોડ તરફ ડાયવર્ટ કરાયો છે. લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી

7/7
image

આજે હવામાન વિભાગ દ્વારા નર્મદા, ભરૂચ અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. તો દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. શનિવારે ખેડા, પંચમહાલ અને વડોદરામાં વરસાદ પડશે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદ આવશે. તદુપરાંત સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં પણ વરસાદ આવશે. દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદ પડશે. 26 અને 27 ઓગસ્ટે પણ વરસાદી માહોલ રહેશે.