IND vs AUS: અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 5 સ્ટાર હોટલથી નથી કમ, જુઓ PICs અને Video
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં 4 ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. જેની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કોઈ પણ ફાઈવ સ્ટાર હોટલ કમ નથી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે દરેક પ્રકારની સુવિધા
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાબરમતી નદીના કિનારે આવેલું છે. આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. અહીં રમતા ખેલાડીઓ માટે દરેક સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
વિશાળ કેપેસિટી, મનોરંજન માટે થિયેટર
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોની બેસવાની કેપેસિટી 132,000 છે. આની સાથે જ ખેલાડીઓના મનોરંજન માટે અહીં એક થિયેટર બનાવવામાં આવ્યું છે. જેમાં તેઓ ફિલ્મની મજા માણી શકે છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે સ્વિમિંગ પૂલ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે સ્વિમિંગ પૂલ. જ્યાં ખેલાડીઓ મેચ પછી કે પહેલા એન્જોય કરી શકે છે. ઉલ્લેખનીય છે કે અહીં રમાનારી ચોથી મેચમાં જીત મેળવવી ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. છેલ્લી મેચ જીતીને ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ જીતવાની સાથે સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની ટિકિટ પણ બુક કરશે. ટીમ ઈન્ડિયા અગાઉની આવૃત્તિમાં પણ અહીં છેલ્લી ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી.
Trending Photos