તમે મંદિરમાં ચઢાવેલી માતાજીની ચુંદડીનો આવો ઉપયોગ ક્યારેય નહિ જોયો હોય

આશ્કા જાની/અમદાવાદ :‘આસમાન રંગની ચુંદડી રે... માં ની ચુંદડી લહેરાય....’ આ ગરબો આપણે બધાએ સાંભળ્યો છે. પરંતુ માતાની ચુંદડીનું મહત્વ આપણે હજુ સુધી સમજ્યા નથી. માટે જ આપણે આપણા ઘરમાં વાપરવામાં આવેલી માતાજી ચુંદડીને આમ જ નદીમાં પધરાવી દઈએ છે કે પછી મંદિરના ખૂણામાં ઢગલો કરી દઈએ છે. પરતું એક કલાકાર એવા છે, જેઓ માતાજીના આ ચુંદડીનો ઉપયોગ કરીને અઢળક વસ્તુઓ બનાવે છે. કોઈ વિચારી પણ ન શકે કે ચઢાવા બાદ ફેંકી દેવાતી ચુંદડીમાંથી આટલી વસ્તુઓનું સર્જન પણ શક્ય છે. 
 

1/5
image

તમે ક્યારેય વિચાર્યું નહિ હોય કે જે માતાજીની ચુંદડીને આપણે નકામી સમજીએ છે, તેમાંથી આટલી સારી અને સસ્તી વસ્તુઓ બની શકે છે. માતાજીની ચુંદડીને આપણે આપણા ઘરમાં જ રાખી શકીએ છીએ અને તેનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ બનાવવામાં કરી શકીએ છીએ. માતાજીની ચુંદડીમાંથી વિવિધ પ્રકારના બટવા, પર્સ, પોટલી પટવા, કવર, તોરણ અને મોબાઈલ કવર સહિત ભગવાનનો શણગાર વસ્તુઓ બનાવી શકાય છે. આવુ કરે છે અમદાવાદના સુરભી જોશી. માતાજીના ચુંદડીમાંથી વિવિધ વસ્તુઓ બનાવવી ન માત્ર ચુંદડીનો સદુપયોગ કરે છે. પરંતુ વધતા જતા પૃથ્વી પરના પ્રદૂષણને પણ આ કાર્ય દ્વારા અટકાવવામાં આવી રહ્યું છે. સાથે જ અનેક લોકોને રોજગારી મળી રહી છે.

2/5
image

આ પ્રોજેક્ટ સાથે કામ કરનાર સુરભી જોશી અનેક એચઆઇવી પોઝિટિવ લોકોને રોજગારી પણ આપે છે. આ કામ દ્વારા અનેક જરૂરિયાતમંદ લોકોને રોજગારી આપી મદદ કરી રહ્યા છે. સુરભી જોશીના પ્રોજેક્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આવકાર આપવામાં આવ્યો છે અને amc સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે અમદાવાદના મંદિરો અને સાબરમતી નદીના કિનારે મુકેલા કળશમાંથી મળતી માતાજીની ચુંદડી, શ્રીફળ, સોપારી સહિતનો સામાન સુરભી જોશીને પહોંચાડવામાં આવે છે. તેઓ તેમાંથી અનેક સુંદર વસ્તુઓ બનાવે છે. સોપારી માંથી રિદ્ધિ સિદ્ધિ પણ તેઓ બનાવે છે.  

3/5
image

આ વિશે સુરભી જોશીનું કહેવું છે કે, આ કામથી તેઓને સંતોષ થાય છે કે પૃથ્વી ઉપર વધતા જતા પ્રદૂષણને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

4/5
image

5/5
image