Ambalal Patel Agahi: 24 માર્ચ આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે ગુજરાતમાં વાદળો આવશે ઉત્તર ગુજરાતના ભાગોમાં અને કંઈક મધ્ય ગુજરાતના ભાગોમાં કચ્છ, સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે.
Unseasonal Rain Predicts: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદ પડી શકે છે. એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક ટ્રફ સક્રિય થયું છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મહીસાગર, નર્મદા અને તાપીમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બે સિસ્ટમ એક્ટિવ થવાથી 8 જિલ્લામાં વરસાદ પડી શકે છે. હાલ ખેડૂતોના ચણા, જીરૂ, ઘઉં સહિતના પાકો તૈયાર થઈ ગયા છે, ત્યારે જો માવઠુ પડશે તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ જશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો કમોસમી વરસાદથી ભારે નુકશાન થઈ શકે છે. જો કે જે ખેડૂતોનો પાક તૈયાર છે, તેને સુરક્ષીત સ્થળે અથવા તેના પર કોઈ વસ્તુ ઢાંકી દેવા કહેવામાં આવ્યું છે.
Gujarat Weather Prediction: ગુજરાતના વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે, ગુજરાતના વાતાવરણમાં થોડા દિવસોથી ઠંડી ગાયબ થઈ ગઈ છે, અને દિવસનું તાપમાન 30થી વધારે જોવા મળી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે 4 દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 3 ડિગ્રી સુધી ગરમીનો પારો વધી શકે છે, જ્યારે આગામી ચાર દિવસ સુધી તાપમાન યથાવત રહેશે. હાલમાં ગુજરાતમાં હવામાનમાં મોટા ફેરફારના કારણે સવારે અને રાત્રે ઠંડિનો અનુભવ થાય છે, જ્યારે દિવસ દરમ્યાન ભારે ગરમી અનુભવાય છે.
Gujarat Weather News: IMDએ 3 ફેબ્રુઆરી સુધી ગુજરાત સહિત ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એલર્ટ જાહેર કર્યું હતું. પરંતુ હવે હવામાનમાં ઉત્તર તરફના પરિવર્તનની અસર હવે પશ્ચિમમાં થઈ રહી છે. 31 જાન્યુઆરીએ ગુજરાતના અંબાલાલ પટેલે રાજ્યના ઉત્તર ભાગમાં કમોસમી વરસાદની ચેતવણી જારી કરી હતી. ત્યારે ચાલો જાણીએ આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે?
Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું જોર વધ્યું છે. ત્યારે આગામી દિવસમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી શકેછે. ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરવામાં આવી છે.
Vegetable Market: દેશની સાથે રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદથી ખેતીને મોટાપાયે નુકસાન થયું છે. તેના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અતિવૃષ્ટિ જેવી સ્થિતિ વચ્ચે ખેતરોનું ધોવાણ થવાથી હાલ શાકભાજીના ભાવમાં પ્રતિકિલો 30થી 40 રૂપિયાનો વધારો થયો છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર થઈ છે.
Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને ફરી આગાહી કરી છે, છેલ્લા 2-3 દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે અને ત્યારે હવામાન વિભાગે ગુજરાતના આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
IMD Rain Alert: ગુજરાતમાં અચાનક ચોમાસાના આગમનથી હવામાનમાં થોડો ફેરફાર થયો, પરંતુ થોડા દિવસના વરસાદ પછી ફરી ગરમી શરૂ થઈ ગઈ છે. IMD એ આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી ભારે વરસાદની ચેતવણી આપી છે. ચાલો જાણીએ શું છે લેટેસ્ટ અપડેટ
IMD Alert: હવામાન વિભાગે દેશમાં5 જૂન સુધી વરસાદની ચેતવણી આપી છે. IMD એ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે, પરંતુ 11 જૂનથી દેશના બાકીના ભાગોમાં તે ગતિ પકડશે. તમને જણાવી દઈએ કે ઉત્તરપૂર્વથી દક્ષિણ ભારત સુધી ચોમાસાના વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. પરિસ્થિતિ બગડવાના કારણે લાખો લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.
Gujarat Monsoon 2025 Latest Update: આગામી દિવસોમાં દેશમાં હવામાન ખુશનુમા રહેશે અને લોકોને ગરમીથી રાહત મળશે. એક નહીં પણ બે પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે, જેના કારણે ભારે વરસાદ પડશે. આ અંગે IMD એ ચેતવણી જારી કરી છે.
Gujarat Monsoon arrival Date: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી વરસાગ વરસી રહ્યો છે. આ બાદ સૌરાષ્ટ્ર પર પણ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુંલેશના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આજે વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા છે. કમોસમી વરસાદના કારણે વિસ્તારના ખેડૂતો મુશ્કેલીઓ મુકાયા છે. બીજી બાજુ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. કપરાડાના સુથારપાડા, વિરક્ષેત્ર, માલઘર અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
Ambalal Patel Weather 2025: સમગ્ર દેશમાં હવે હવામાન ગરમ થવા લાગ્યું છે. દિલ્હી-NCRનું તાપમાન 35 ડિગ્રીએ પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી-NCR સહિત આગામી 10 રાજ્યોમાં હીટ વેવની શક્યતા વ્યક્ત કરી છે. નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 એપ્રિલથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરી શકે છે. ગુજરાતમાં મિક્ષ વાતાવરણ જોવા મળ્યું છે. અંબાલાલ પટેલે તો કમોસમી વરસાદની પણ આગાહી કરી છે.
Weather Forecast: ગુજરાતમાં ફરી એકવાર મોસમનો બેવડો માર પડે તેવી શક્યતા છે. રાજ્યમાં એક બાજુ હિટવેવ અને બીજી બાજુ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં, રાજકોટમાંહિટવેવની આગાહી કરાઈ છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો થયો વાયરલ...મોરબીના હળવદમાં ચારણબાઈ વિશે સ્વામીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન...ચારણબાઈએ મંત્રની બાંધેલા પારાના હિસાબે દર્શન નહીં આપ્યાની કરી ટિપ્પણી.
Gujarat Weather Forecast: ગુજરાત સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. પશ્ચિમ હિમાલયના રાજ્યોમાં ઘણી જગ્યાએ હિમવર્ષા થઈ છે. આસામ અને ઓડિશા સહિત ઉત્તર-પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં વાવાઝોડા સાથે ઘણી જગ્યાએ વરસાદ થયો છે. ઘણી જગ્યાએ કરા પણ પડ્યા છે. હવામાન વિભાગે રવિવારે પણ પૂર્વી ભારતમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે 25 ફેબ્રુઆરીથી ઉત્તર ભારતનું હવામાન પણ પ્રભાવિત થશે.
Gujarat Weather Forecast: ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ બાદ ફરી એકવાર હવામાનમાં પલટો આવવા જઈ રહ્યો છે. દેશના ઉત્તરીય રાજ્યોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ભારે ઠંડા પવનોને કારણે લોકો ગરમ વસ્ત્રોમાં જોવા લાગ્યા છે. અગાઉ સૌને એવું લાગવા માંડ્યું હતું કે હવે ઉનાળો શરૂ થયો છે, પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદ અને કરા પડતાં ઠંડીએ ફરી એકવાર પોતાની અસર બતાવવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?
IMD Weather Forecast: ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ બાદ ફરી એકવાર હવામાનમાં પલટો આવવા જઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે દેશના મોટાભાગના રાજ્યોમાં ગરમી રહેશે, જેના કારણે દિવસનું તાપમાન વધી શકે છે.
Gujarat Weather Update: ગુજરાત સહિત દિલ્હી-યુપી સહિત ઉત્તર ભારતનું હવામાન બગડ્યું છે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત પહાડોમાં વરસાદથી મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. ચાલો જાણીએ IMD નું લેટેસ્ટ અપડેટ શું છે?
Gujarat Weather Update: રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હવામાન સૂકું રહેશે એટલે કે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં હવામાનમાં કોઈ મોટા ફેરફાર જોવા મળશે. તો મહત્તમ અને લઘુત્તમ તાપમાન બે દિવસ ફોલિંગ ટેન્ડેન્સીમાં જોવા મળશે. ત્યારબાદ તાપમાનમાં વધારો થઈ શકે છે. ગુરુવારે વહેલી સવારે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં થયેલા વરસાદને કારણે હવામાનમાં ફરી એકવાર ઠંડક આવી ગઈ છે.
દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં હાલ કુદરતનો ટ્રિપલ અટેક જોવા મળી રહ્યો છે. જ્યાં ભયાનક પૂર, વિનાશકારી બરફનું તોફાન અને ભારે વરસાદ કહેર મચાવી રહ્યો છે. જેના કારણે જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેના કારણે કેટલાય રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવાની ફરજ પડી છે. ત્યારે અમેરિકામં કેમ વારંવાર કુદરતી આફતો આવી રહી છે?
Gujarat Weather Update: દેશમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે અને ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે પવન ફૂંકાશે. આગામી દિવસોમાં ચારેય દિશામાં વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે. વરસાદ બાદ શિયાળાની તીવ્રતા ફરી એકવાર વધી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અંગે ચેતવણી જાહેર કરી છે. અંબાલાલ પટેલે 19 તારીખ સુધીની આગાહી કરી છે.
Gujarat Weather Update: ઉત્તર ભારતમાં તાપમાનમાં વધારો થયો છે, પરંતુ વરસાદ બાદ શિયાળાની તીવ્રતા ફરી વધી શકે છે. જી હા...ઘણા રાજ્યોમાં વાવાઝોડાની સાથે પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે, જેના કારણે ભારે વાદળો ઘેરાશે અને તેજ પવન સાથે વરસાદ પડશે. હવામાન વિભાગે અંગે એલર્ટ જાહેર કર્યું છે.અંબાલાલ પટેલે 19 તારીખ સુધીની આગાહી કરી છે.