અમરનાથ યાત્રા: શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આધુનિક ટેકનિકનો કરાયો ઉપયોગ
2234 યાત્રીઓને પ્રથમ બેન્ચ આજે કાશ્મીર પહોંચી છે. યાત્રામાં અડચણ ઉભી કરવાના કોઇપણ પ્રયાસને નિષ્ફળ કરવા માટે લગભગ 60 હજાર સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
શ્રીનગર: જમ્મૂ કાશ્મીરમાં આતંકી ખતરાને જોઇને યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજથી વાર્ષિક અમરનાથ યાત્રા શરૂ થઇ ગઇ છે. 2234 યાત્રીઓને પ્રથમ બેન્ચ આજે કાશ્મીર પહોંચી છે. યાત્રામાં અડચણ ઉભી કરવાના કોઇપણ પ્રયાસને નિષ્ફળ કરવા માટે લગભગ 60 હજાર સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં 3880 મીટરની ઉંચાઇ પર સ્થિત પવિત્ર ગુફામાં 46 દિવસ સુધી ચલનારી અમરનાથ યાત્રામાં આજે પહેલા દિવસે હજારો ભક્તોની ભીડ ઉમટી છે.
યાત્રીઓની પ્રથમ બેન્ચ 93 ગાડીઓમાં સવાર થઇ કાશ્મીર પહોંચી
જમ્મૂથી રવાના થયેલા 2234 યાત્રીઓની પ્રથમ બેન્ચ 93 ગાડીઓમાં સવાર થઇ કાશ્મીર પહોંચી. તેમાંથી અડધા બાલટાલ અને પહેલાગામ બેઝ કેમ્પમાં પહોંચ્યા. આ યાત્રામાં પહેલગામ જે પારંપરિક રસ્તો છે તેના નૂનવન બેઝ કેમ્પમાં આજ સાંજે જ્યાં લગભગ 22 ભંડારા લાગ્યા છે ત્યાં આ યાત્રીઓએ વિશ્રામ કર્યો.
યાત્રાની શરૂઆત પારંપરિક સુખ મંગળા આરતી
યાત્રાની શરૂઆત પારંપરિક સુખ મંગળા આરતીથી કરવામાં આવી હતી જ્યાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવી અને આ મનોકામના કરવામાં આવી કે યાત્રા બધા માટે સુખ મંગલ અને શાંતિ લાવે.
અમરનાથ યાત્રાની સુરક્ષાનો ગૃહમંત્રી દ્વારા સખત આદશે
યાત્રામાં આતંકવાદીઓના કોઇપણ પ્રયાસને નિષ્ફળ કરવા માટે ફૂલપ્રૂફ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ અને અન્ય અર્ધસૈનિક દળ રાષ્ટ્રીય રાજમાર્ગ પર તૈનાત છે. તીર્થયાત્રા માટે સુરક્ષા માટે બધી જરૂરી વ્યવસ્થા કરવા માટે ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલા સખત આદેશના કારણે તંત્ર એક દમ ચુસ્ત અને સતર્ક છે.
ગાઢ જંગલો પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ
આ વર્ષે જે અલગ દેખાઇ આવે છે તે આધુનિક ટકનિકનો ઉપયોગ. લગભગ દરેક ખૂણામાં અને ગલીમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આધુનિક બુલેટપ્રૂફ વાહોનોને પણ સરકારના આદેશ પર ખાડીમાં મોકલવામાં આવ્યા છે. ગાઢ જંગલો પર નજર રાખવા માટે ડ્રોનનો પણ કરવામાં આવી રહ્યો છે. જેના ઉપયોગથી આતંકવાદીઓને આ જંગલમાં શોધવા માટે કરવામાં આવી શકે છે.
યાત્રીઓની ગાડીની એક એક મૂવ્મેન્ટ પર નજર
સીઆરપીએફ ડીઆઇજી દિલીપ સિંહએ જણાવ્યું કે, યાત્રા માટે અમે સુરક્ષાની દરેક વ્યવસ્થા કરી છે. તીર્થયાત્રી ઉત્સાહ સાથે અહીં આવી રહ્યાં છે અને સરકારે સુરક્ષિત યાત્રા માટે બધી જરૂરી વ્યવસ્થા કરી છે. સરકારને નવી ટેકનિક અને ગેજેટ્સનો ઉપયોગ કરવા સુનિશ્ચિત કરવા માટે આદેશ આપ્યો છે. ઇલેક્ટ્રોનિક ચિપ્સ લગાવી યાત્રીઓની ગાડીની દરેક મૂવ્મેન્ટની જાણકારી મેળવી શકાય છે. તેનાથી તંત્ર દરેક વાહન પર નજર રાખી શકે છે અને તે બિનજરૂરી યાત્રાળુઓને અટકાવવામાં પણ મદદ કરશે.
સેના ખુણેખુણા પર છે, કોઇ ભય નથી: યાત્રી
પહેલગામ પહોંચેલા યાત્રીઓએ યાત્રા વ્યવસ્થાથી સંપૂર્ણ સંતુષ્ટિ દર્શાવી અને મોદી તેમજ અમિત શાહની પ્રશંસા કરી છે. એક યાત્રીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા અમિત શાહ અહીં આવ્યા હતા, તેનાથી ઘણો ફરક પડ્યો છે. સેના ખુણેખુણા પર છે, કોઇ ભય નથી. અન્ય એક યાત્રીએ કહ્યું કે, સુરક્ષા વ્યવસ્થા ઘણી સારી છે. અમે થોડાપણ ચિંતિત નથી. જ્યારે અન્ય એક યાત્રીએ કહ્યું કે, અમે સિરસાથી લગભગ 730 કિલોમીટર દુર મોટર સાઇકલ પર બાબાના દર્શન માટે આવ્યા છીએ.
આ યાત્રા સેના અથવા પોલીસથી નહીં પરંતુ કાશ્મીરના મુસ્લિમોથી ચાલે છે
શ્રીનગરમાં ફ્લાઇઓવરનું ઉદ્ધાટન કર્યા બાદ રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, આ યાત્રા સેના અથવા પોલીસથી નહીં પરંતુ કાશ્મીરના મુસ્લિમોથી ચાલે છે. મલિકે કહ્યું કે, સરકાર સુરક્ષા પ્રદાન કરે છે પરંતુ જમ્મૂ કાશ્મીર ખાસ કરીને અહીંના મુસ્લિમોના સહયોગથી ચાલે છે અને જો આપણે બધા ભેગા મળીને કામ કરીશું તો આ યાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ સફળ રહેશે.
Trending Photos