ફ્રાન્સમાં 40 કરોડનું ઘર, 30 કરોડની કાર, 15 કરોડની બાઇક, અનંત-રાધિકાને સેલેબ્સે લગ્નમાં આપી આ ભેટ

Anant Ambani Radhika Wedding Gifts: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 12 જુલાઈએ લગ્ન કર્યાં હતા. આ લગ્નમાં દેશ-વિદેશની નામચીન હસ્તિઓ પહોંચી હતી અને બધાએ ન્યૂલી વેડ દુલ્હા-દુલ્હનને લગ્નની શાનદાર ભેટ આપી છે. તો આવો જાણીએ બોલીવુડ સેલેબ્સે અનંત-રાધિકાને લગ્નમાં કઈ-કઈ ભેટ આપી છે. 

દિલ ખોલી કર્યો ખર્ચ

1/9
image

અમારી સહયોગી વેબસાઇટ Bollywoodlife માં છપાયેલા રિપોર્ટ પ્રમાણે અનંત અને રાધિકાના લગ્નમાં ફિલ્મી હસ્તિઓએ દિલ ખોલીને ખર્ચ કર્યો છે. સેલેબ્સે લાખો-કરોડોમાં નવા કપલને ભેટ આપી છે. તો આવો તમને જણાવીએ કયાં બોલીવુડ સેલિબ્રિટીએ કઈ ગિફ્ટ અનંત-રાધિકાને આપી છે. 

શાહરૂખ ખાન-ગૌરી

2/9
image

અનંત અને રાધિકાના લગ્નમાં શાહરૂખ ખાન વાઇફ ગૌરી અને બંને બાળકો સાથે પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કિંગ ખાને આ નવા કપલને લગ્નમાં ફ્રાન્સમાં 40 કરોડનો એક લક્ઝરી એપાર્ટમેન્ટ ભેટમાં આપ્યો છે.   

બચ્ચન પરિવાર

3/9
image

અમિતાભ બચ્ચન પોતાના પરિવારની સાથે અંબાણી ખાનદાનના આમંત્રણ પર લગ્નમાં પહોંચ્યા હતા. બિગ બીની સાથે જયા બચ્ચન, પુત્રી શ્વેતા અને તેના પતિ નિખિલ નંદા, બંને બાળકો નવ્યા નવેલી અને અગસ્ત્ય સિવાય અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય જોવા મળ્યા હતા. અહેવાલ પ્રમાણે બચ્ચન પરિવારે રાધિકા અને અનંતને 30 કરોડનો ડાયમંડ એન્ડ પન્ના નેકપીસ ભેટમાં આપ્યો છે. 

રણબીર કપૂર-આલિયા ભટ્ટ

4/9
image

આ લગ્નમાં આલિયા ગુલાબી રંગની કામદાર સાડી પહેરીને પહોંચી હતી જ્યારે રણબીર કપૂર ક્રીમ રંગની શેરવાની પહેરીને પહોંચ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, બંનેએ તેમના લગ્નમાં અનંત અને રાધિકાને 9 કરોડ રૂપિયાની મર્સિડીઝ કાર ગિફ્ટ કરી હતી.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી

5/9
image

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ આ લગ્ન સમારોહમાં પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બંનેએ 25 લાખ રૂપિયાની હાથથી બનેલી શાલ ભેટમાં આપી છે.

 

અક્ષય કુમાર-ટ્વિંકલ ખન્ના

6/9
image

અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખન્નાએ અનંત અને રાધિકાને લગ્નમાં 60 લાખ રૂપિયાની સોનાની પેન ભેટમાં આપી છે.

કેટરીના કેફ-વિક્કી કૌશલ

7/9
image

કેટરીના કેફ અને વિક્કી કૌશલ પણ અનંત-રાધિકાના લગ્નમાં પહોંચ્યા હતા. અહેવાલ પ્રમાણે બંનેએ 19 લાખ રૂપિયાની સોનાની ચેન ભેટમાં આપી છે. 

સલમાન ખાન

8/9
image

સલમાન ખાન પોતાની સ્ટાઇલમાં આ લગ્નમાં સામેલ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક્ટરે 15 કરોડની સ્પોર્ટ્સ બાઇક ગિફ્ટમાં આપી છે. 

રણવીર સિંહ-દીપિકા પાદુકોણ

9/9
image

અંતમાં વાત કરીએ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની. મોમ ટૂ બી દીપિકા આ લગ્નમાં રેડ કલરનું સૂટ પહેરી પહોંચી હતી તો રણવીર બધા ફંક્શનમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે આ બંનેએ 20 કરોડ રૂપિયાની કસ્ટમાઇઝ્ડ રોલ્સ રોયસ કાર ભેટમાં આપી છે.