એશિયન ગેમ્સ 2018: પહેલા દિવસે ભારતે જીત્યા 2 મેડલ, કુશ્તીમાં ગોલ્ડ અને શૂટીંગમાં બ્રોન્ઝ
પહેલવાન બજરંગ પૂનિયાએ તેના કરિયરમાં સુશીલ કુમારની ચમક છીનવી લઇને 18માં એશિયન ગેમ્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. ફોર્મમાં ચાલી રહેલા બજરંગે 65 કિલો વેઇટ લિફ્ટીંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
બજરંગ પૂનિયાએ જીત્યો ગોલ્ડ મેડલ
ભારત માટે 18માં એશિયન ગેમ્સમાં બજરંગ પુનિયાએ 65 કિલોના એથલીટ્સની સ્ટાઇલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે ઓલમ્પિકમાં મેડલ અપાવનારા સુશીલ કુમાર 74 કિલોના એથલિટ્સની ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં પહેલા તબ્બકામાં જ બહાર થઇ ગયો હતો.
મેડલ ચૂક્યા સજન અને નટરાજ
ભારતના ખાતામાં બીજુ એક કાસ્ય પદક આવી શક્યું હોત પરંતુ પહેલવાન પવન કુમાર પુરુષોના 89 કિલો એથલિસ્ટમાં કાંસ્ય પદકની મેચ હારી ગયો હતો. ત્યારે પુરુષ તરવીર સજન પ્રકાશ 200મીટર બટરફ્લાઇ સ્પર્ધાના ફાઇનલમાં પાંચમાં નંબરે આવ્યો જ્યારે શ્રી હરિ નટરાજ પુરુષોની ફાઇનલમાં સાતમાં નંબરે આવ્યો હતો.
સુશીલ કુમાર રહ્યો ફ્લોપ
મહત્વનું છે, કે ભારતીય કુસ્તીમાં બજરંગે ફાઇનલમાં શાનદાર શરૂઆત કરી ભારતને ગોલ્ડમેડલ જીતાડ્યો હતો.પરંતુ ઓલ્મપિકમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડી આપનાર સુશીલ કુમાર એશિયન ગેમ્સના ક્વોલિફાયમાં જ સારૂ પ્રદર્શન કરી શકવામાં અસફળ રહ્યો અને બહાર થઇ ગયો હતો.
નિશાનેબાજીમાં આવ્યો બ્રોન્ઝ મેડલ
નિશાનેબાજીમાં અપૂરવી અને રવિની જોડીએ ફાઇનલમાં 429.9 અંક સાથે ત્રીજુ સ્થાન પ્રાપ્ત કરતા બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ભારતીય જોડી એક એક સમયે ગોલ્ડ મેડલ જીતવાની દોડમાં યથાવત હતી, પરંતુ સામાન્ય ભૂલોને કારણે તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યું હતું.
નિશાનેબાજીમાં પણ મેડલ જીતવાની આશા
શ્રેયસીએ મહિલાઓની ટ્રેપ સ્પર્ધામાં પહેલી વાર ક્વોલિફિકેશનમાં સારૂ પ્રદર્શન કરીને 71 અંક સાથે બીજા સ્થાને રહી હતી. આ સ્પર્ધામાં એક અન્ય ભારતીય મહિલા નિશાનેબાજ સીમા તોમરે પણ 71 અંક સાથે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
મહિલા હોકી ટીમે પણ કરી જીતથી શરૂઆત
ભારતીય મહિલા હોકી ટીમે ઈન્ડોનેશિયાને 8-0થી હાર આપીને વિજય કુચ કરી હતી. ભારત માટે ગુરજીત કૌરે હેટ્રીક લગાવી હતી. તેણે 16મી, 22મી અને 57મી મીનીટે ગોલ કર્યા હતા.
કબડ્ડીની ટીમની પણ જીતથી શરૂઆત
એશિયન ગેમ્સમાં હંમેશા ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય પુરુષ કબડ્ડી ટીમએ પહેલા દિવસની બંન્ને મેચેમાં જીત મેળવી હતી. પહેલી મેચમાં બાંગ્લાદેશને 50-21થી હાર આપી અને પછી શ્રીલંકાને 44-28થી હાર આપી હતી.
ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ ક્વાર્ટર ફાઇનલમાં
ટેનિસમાં મિશ્રિત યુગલ વર્ગમાં ભારતે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. દવિઝ શરણ અને કામરાન થાંડીની ભારતીય જોડીએ અંતિમ-32માં ફિલિપીંસના કાપાડોસિયા મારિયાન અને લિમ એલ્બટરની જોડીએ એક કલાક અને 21 મિનીટ સુધી ચાલેલી મેચમાં સીધા 6-4,6-4થી હાર આપી હતી, જ્યારે ભારતીય પુરુષ બૈડમિન્ટન ટીમના અંતિમ 16ના મુકાબલામાં માસદીલને 3-0 માત આપી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
વૉલીબોલ અને હેંડબોલમાં મળી નિરાશા
ભારતની મહિલા અને પુરુષ ટીમે નૌકાયનની ડબલમાં ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મહિલાઓની ડબલ્સ સ્કલ્સ સ્પર્ધામાં સાયલી રાજેન્દ્ર શેલાકે અને પૂજાએ 8 મિનિટ 50.48 સેકન્ડમાં પાંચમાં સ્થાને આવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ઓમ પ્રકાશ અને સ્વર્ણ સિંહે 7 મિનીટ 10.26 સેકંડ સાથે લીસ્ટમાં બીજા નંબરે રહ્યા હતા. ભારતીય મહિલા વૉલીબોલ ટીમના ગ્રુપ બી એ તેમની પહેલી મેચમાં દક્ષિણ કોરિયા સામે 0-3 થી હાર મળી હતી. જ્યારે ચીનના ગ્રુપ એ ત્રીજી મેચમાં ભારતીય મહિલા હૈંડબોલ ટીમને 36-21થી હાર આપી હતી. ભારતની ત્રણ મેચોમાં આ ત્રીજી હાર છે. અને એક પણ અંક મેળવ્યા વિના પાંચમાં સ્થાને છે.
Trending Photos