Maruti એ લક્સરી ફીચર્સ સાથે લોન્ચ કરી નવી Wagon R, જાણો કિંમત અને આકર્ષક ફીચર્સ વિશે

મારૂતિએ પોતાની સૌથી પોપ્યુલર કાર WagonR ને લોન્ચ કરી દીધી છે. ખાસવાત એ છે કે તેની કિંમત જેને ફરી એકવાર પબ્લિક બજેટને ધ્યાનમાં રાખતા લોન્ચ કરી છે. કંપનીએ શરૂઆતી કિંમત ફક્ત 4.19 લાખ રૂપિયા રાખી છે. તો બીજી તરફ વધુમાં વધુ કિંમતની વાત કરીએ તો 5.69 લાખ રૂપિયા છે.

કારની શરૂઆતી એક્સ શો રૂમ કિંમત 4.19 લાખ રૂપિયા

1/8
image

2019 Maruti Suzuki WagonR, દેશની અગ્રણી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી (Maruti Suzuki) એ લાંબા ઈંતઝાર બાદ વેગન આર (WagonR) ના નવા વેરિએન્ટને લોન્ચ કરી દીધું છે. કારને કુલ 7 વેરિએંટમાં લોન્ચ કરી છે. કારના બેસિક મોડલની શરૂઆત 4.19 લાખ અને ટોપ વેરિએન્ટની કિંમત 5.69 લાખ રૂપિયા છે. 

ટોપ વેરિએન્ટની કિંમત 5.69 લાખ રૂપિયા

2/8
image

4.19 લાખ રૂપિયામાં મારૂતિ વેગન આરની 1.0 એન્જીનવાળું LXi વેરિએન્ટ મળશે. તો બીજી તરફ 1.2 લીટર એન્જીનથી સજ્જ ZXi મોડલ 5.69 લાખ રૂપિયામાં મળશે. આ વેરિએન્ટ ઓટોમેટિક ટ્રાંસમિશન (AMT) થી સજ્જ છે. કુલ મળીને કારના બે વેરિએન્ટ છે. બજારમાં તેની ટક્કર હ્યુંડાઇ સેંટ્રો (Hyundai Santro) અને ટાટા ટિયાગો (Tata Tiago) સામે થશે.

કારને હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર તૈયાર કર્યું

3/8
image

મારૂતિની નવી વેગન આર જૂના મોડલની માફક ટોલ બોય ડિઝાઇનમાં લોન્ચ કરવામાં આવી છે. પહેલાના મુકાબલે તેના ઈંટીરિયરથી માંડીને એક્સટીરિયર સુધી ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમ કે અમે તમને પહેલાં જ જણાવ્યું હતું કે નવી વેગન આરને સુઝુકીના નવા હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. આ કારણે વેગન આર હવે પહેલાંથી મોટી, હળવી, સેફ અને વધુ આરામદાયક થઇ ગઇ છે. 

1.2 લીટર એન્જીનવાળી કારના ચાર વેરિએન્ટ

4/8
image

કારના 1.2 લીટર પેટ્રોલ એન્જીનની 83hp ની પાવર છે. આ બજારમાં ચાર વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે. 1.2 લીટર VXi 4.89 ની કિંમત 4.89 લાખ રૂપિયા, 1.2 લીટર VXi AMT વર્જનની કિંમત 5.36 રૂપિયા, ZXi વેરિએન્ટની કિંમત 5.22 લાખ રૂપિયા અને ZXi એએમટી વેરિન્ટ 5.69 રૂપિયામાં મળશે.  

1.0 લીટર પેટ્રોલ એન્જીનમાં ત્રણ વેરિએન્ટ

5/8
image

 આ પ્રકારે 1.0 લીટર પેટ્રોલ એન્જીનમાં કંપનીએ ત્રણ વેરિએન્ટ લોન્ચ કર્યા છે. 1.0 લીટરવાળા એન્જીનની 68 hp પાવર છે. તેના LXi વેરિએન્ટની કિંમત 4.19 લાખ રૂપિયા, VXi વેરિએન્ટની કિંમત 4.69 લાખ રૂપિયા અને VXi એએમટી વેરિએન્ટ 5.16 લાખ રૂપિયામાં મળશે. કંપનીએ 5 સ્પીડ એએમટી વર્જન બંને એન્જીન ઓપ્શનમાં આપવામાં આવ્યા છે, જોકે કાર પ્રેમીઓને ખૂબ પસંદ આવશે તેની આશા વ્યક્ત કરવામાં આવી છે. 

કારની અંદર પહેલાં કરતાં વધુ જગ્યા

6/8
image

નવી વેગન આર પહેલા મોડલના મુકાબલે મોટી છે. કારના વ્હીલબેસ પહેલાંથી 35 એમએમ વધુ છે અને કારની પહોળાઇમાં પણ 125 એમએમનો વધારો થયો છે. આમ કરવાથી કારનું કેબિન પહેલાં કરતાં વધુ આરામદાયક થઇ ગયું છે. કંપનીએ નવી વેગન આરને સેફ્ટીના અનુરૂપ તૈયાર કરી છે.

કારનું એક્સટીરિયર

7/8
image

કારના ફ્રંટમાં રેક્યુંગલર ગ્રિલ છે, તેનાથી ફ્રંટ ખૂબ દમદાર દેખાઇ રહ્યું છે. ડ્યૂલ સ્પ્લિટ હેડલેંપ આપવામાં આવ્યો છે જે હાલના મોડલથી મોટા અને સ્ટાઇલિશ છે. ઇંટીગ્રેટેડ ટર્ન લાઇટ્સ સાથે આઉટસાઇડ રિયર વ્યૂ મિરર લૂક આપવામાં આવ્યો છે, જે કારને લક્સરી લુક આપે છે, આ ઉપરાંત વોલ્વોની સ્ટાઇલમાં ટેલ લેંપ છે, જેથી રિયર લુક ખૂબ પ્રીમિયમ દેખાઇ રહ્યો છે. કારના રિયર વિંડશીલ્ડ પર પણ વાઇપર આપવામાં આવ્યો છે.

નવી વેગન આરનું ઈંટીરિયર

8/8
image

કારના ઈંટીરિયરમાં પહેલાના મુકાબલે ઘણા ફેરફાર થયા છે. તેમાં નવું ડેશબોર્દ, નવું ઈંટીરિયર અને 7 ઇંચ સ્માર્ટ ટચસ્ક્રીન ઇંફોટેનમેંટ સિસ્ટમ આપવામાં આવી છે. ઈંફોટેનમેંટ સિસ્ટમ એપલ કારપ્લે અને એંડ્રોઇડ ઓટો સપોર્ટ સાથે છે. ડેશબોર્ડ પર પણ બ્લેક અને ગ્રે કલરમાં ડ્યૂલ ટોન ફિનિશ આપવામાં આવ્યો છે. કારમાં સ્ટીયરિંગ માઉંટેડ કંટ્રોલ્સનું ફીચર આપવામાં આવ્યું છે.