close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

કાર

Car fire at Pratij PT1M9S

સાબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઈવે પર એક કારમાં લાગી આગ

સાબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઈવે પર એક કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતા નાસભાગ મચી હતી. જોકે કારમાં સવાર પાંચેય વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. કાર હિંમતનગરથી અમદાવાદ તરફ જઈ રહી હતી અને એ સમયે પેટ્રોલ લીક થતા કાર સળગી ઉઠી હતી.

Oct 14, 2019, 05:20 PM IST
Car accident in MP cost life of 4 hocky players PT57S

હોશંગાબાદમાં કાર અકસ્માત, 4 હોકી ખેલાડીઓના અવસાન

મધ્યપ્રદેશના હોશંગાબાદમાં સોમવારે સવારે એક કાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી ખેલાડીઓના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. આ સાથે અકસ્માતમાં અન્ય 3 લોકો ઘાયલ પણ થયા હતા. મળતી માહિતી અનુસાર સ્પીડમાં જતી ગાડી બેકાબૂ થઈને ઝાડ સાથે અથડાઈ જવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

Oct 14, 2019, 11:35 AM IST

ખેડા: ગળતેશ્વર પાસે કાર અને લક્ઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5ના મોત

ખેડા જિલ્લામાં આવેલા ગળતેશ્વર તાલુકાના અંબાવ નજીક એક લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. સેવાલિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને મૃતકોની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. અકસ્માતને પગલે માર્ગ ઉપર ટ્રાફિકજામ થતાં પોલીસ ટ્રાફિક દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.  
 

Oct 13, 2019, 04:44 PM IST

હિંમતનગર-અમદાવાદ રોડ પર ડમ્પરે ગાડીને અડફેટે લીધી, 2ના ઘટના સ્થળે જ મોત

ગાડીનો કડુસલો વળી જતા મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવી પડી, અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો

Oct 12, 2019, 06:56 PM IST

BMWનો હેવ આ કાર બનાવવા પર છે ફોક્સ, 2021માં કરી શકે છે લોન્ચ

ઓટો એક્સપ્રેસ યૂકેની રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે, આઇ-1 એક શરૂઆતી વર્ગ (એન્ટ્રી લેવલ) કાર હશે, જેનો પારંપરિક ગૈસોલીન કાર જેવો દેખાવ હશે

Oct 10, 2019, 02:59 PM IST

કારના બોનેટ પર નગ્ન અવસ્થામાં રોમાન્સમાં મગ્ન હતું કપલ, Google મેપે ભાંડો ફોડ્યો

તાઈવાનમાં ગુગલ સ્ટ્રીટ વ્યુ કેમેરાથી રસ્તાને કિનારે એક નગ્ન કપલ આપત્તિજનક અવસ્થામાં જોવા મળ્યું. સ્ટ્રીટ વ્યુ કેમેરાથી લેવાયેલા આ ફોટામાં જોવા મળ્યું કે છોકરો અને છોકરી રસ્તાને કિનારે કારના બોનેટ પર એકદમ નગ્ન અવસ્થામાં એકબીજાની બાહોમાં છે.

Oct 6, 2019, 01:43 PM IST
Accident between bus and car PT1M53S

નેશનલ હાઈવે 48 પર લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત

સુરતના પાલોદ ગામ નજીક નેશનલ હાઈવે 48 પર લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો છે. આ ઘટનામાં કારચાલકને ગંભીર ઈજા પહોંચી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ કરી છે.

Oct 6, 2019, 12:20 PM IST
Car drawn in water at Porbandar PT2M3S

પોરબંદરમાં પાણીના પ્રવાહમાં તણાઈ કાર

આજે પોરબંદર (Porbandar)ના સોઢાણા ગામ નજીક કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. કારમાં સવાર એક જ પરિવારના માતા-પિતા અને પુત્રના મૃત્યુ થયાના સમાચાર મળ્યા છે. ફાયર બ્રિગેડ સહિતની ટીમ દ્વારા કાર અને મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો કરાઈ રહ્યાં છે. ગઈકાલે રાજકોટ (Rajkot)ના જામકંડોરણામાં પાણીના વહેણમાં કાર તણાઈ જવાની ઘટના બની હતી. સૌરાષ્ટ્રમાં હાલ ભારે વરસાદને કારણે મોટાભાગના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.

Sep 30, 2019, 04:40 PM IST
Last video of Una accident PT2M5S

ઉનાના ભયાનક અકસ્માતનો છેલ્લો વીડિયો વાયરલ

ઉના તાલુકા સીમર ગામે દરિયા કિનારે દુખદ ઘટના બની હતી. સીમર ગામે રહેતા અને એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીનું તેમની પુત્રીની નજર સામે જ મોત થયું હતું. પિતા પોતાની દીકરીને દરિયા કિનારે ફોર વ્હીલર ચલાવતા શીખવતા હતા. તે સમયે ટ્રેકટર સાથે કારનો ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં પિતાનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત વખતનો છેલ્લો વીડિયો વાયરલ થયો છે.

Sep 26, 2019, 03:00 PM IST

સસ્તી થઇ Maruti ની કારો, અલ્ટોથી માંડીને Swift ના ભાવમાં મોટો ઘટાડો

મારૂતિ સુઝુકીએ પોતાની કારોના જે મોડલ્સના ભાવ ઘટાડ્યા છે, તેમાં અલ્ટો 800, અલ્ટો કે10, સ્વિફ્ટ ડીઝલ, સિલેરિયો, બલેનો ડીઝલ, ઇગ્નિસ, ડિઝાયર ડીઝલ, ટૂર એસ ડીઝલ, વિટારા બ્રેજા અને એસ-ક્રોસનો સમાવેશ થાય છે.

Sep 25, 2019, 04:48 PM IST
A Car Fire Near Dasalwada Of Kheda PT1M59S

ખેડા: દાસલવાડા પાસે કારમાં લાગી આગ

ખેડાના કપંડવજના દાસલવાડા પાસે શોર્ટસર્કિટના કારણે કારમાં આગ લાગી હતી. જો કે, આ ઘટનામાં કોઇ જાન હાની થઇ નથી. પરંતુ કારમાં આગ લાગતા સમગ્ર રોડ બંધ કરી દેવાતા ટ્રાફિક જામ સર્જાયો હતો.

Sep 24, 2019, 02:40 PM IST
Three Peopel Died In Accident Between Rickshaw And Bolero Car PT1M19S

સુરેન્દ્રનગર: પાટડી પાસે અકસ્માતમાં ત્રણના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નજીક અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. પાટડી મહેસાણા હાઇવે પર પુરઝડપે આવી રહેલી બોલોરો કારે રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં રિક્ષામાં બેઠેલા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Sep 23, 2019, 03:45 PM IST
Fake Photo Viral Of CM Rupani s car Crime Branch Caught Accuse PT4M40S

સીએમ રૂપાણીની કારનો ફોટો વાયરલ કરનાર સુરતના એક યુવકની ધરપકડ

ટ્રાફિકના નવા કાયદાને લાગુ કર્યા બાદથી જ સીએમ રૂપાણીની સ્કોર્પિયો કારની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, સીએમ રૂપાણીની ગાડીનું પીયુસી અને ઈનશ્યોરન્સ નથી. જે દાવો ખોટો હોવાનું સામે આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે, ત્યારે અમદાવાદ-સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ આદરી હતી અને ક્રાઇમ બ્રાન્ચે સુરતના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દે ક્રાઇમબ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Sep 20, 2019, 03:30 PM IST

સીએમ રૂપાણીની કારનો ફોટો વાયરલ કરવા મામલે સુરતના એક શખ્સની ધરપકડ

ટ્રાફિકના નવા કાયદાને લાગુ કર્યા બાદથી જ સીએમ રૂપાણીની સ્કોર્પિયો કારની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, સીએમ રૂપાણીની ગાડીનું પીયુસી અને ઈનશ્યોરન્સ નથી

Sep 20, 2019, 02:40 PM IST

‘પતિએ પત્નીને ફોન કરી જમવાનું તૈયાર કરવા કહ્યું’, ઘરે પહોંચ્યો મૃતદેહ

સુરતના સચિન ઓવરબ્રિજ પર લોખંડના એંગલ ભરેલા ટ્રેલરમાં એક કાર ઘડાકાભેર ઘૂસી ગઈ હતી. જેમાં કાર ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ભારે જેહમતે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

Sep 17, 2019, 12:31 PM IST

ટાટાની કારો પર 1.5 લાખ સુધીની છૂટ, જાણો કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ

ફેસ્ટિવ સિઝનનો લાભ લેવા માટે કાર ઉત્પાદન કંપનીઓ આ દિવસોમાં ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. ટાટાની કારો પર મળી રહેલી છૂટ ટિયાગોથી લઈને હેરિયર સુધી ઉપલબ્ધ છે. 

Sep 15, 2019, 09:28 PM IST

Video: અમદાવાદના નવરંગપુરામાં યુવતીનું અપહરણ થયું ને લોકો જોતા રહ્યાં, યુવકને માર માર્યો

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા એક જૈન દેરાસરમાંથી ખુલ્લેઆમ થયેલા યુવતીનું અપહરણનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાક શખ્સો જૈન દેરાસરમાં ઘૂસ્યા અને ત્યાંથી યુવતીને રાહદારીઓની નજર સામે ઉઠાવી જઇ કારમાં બેસાડીને ફરાર થઇ ગયા હતા

Sep 11, 2019, 12:38 PM IST

એક વર્ષની બાળકી ચાલુ ગાડીએ રસ્તા પર પડી ગઈ, પછી જે થયું તે જોઈને ધબકારા વધી જશે, જુઓ VIDEO 

ક્યારેક એવું જોવા મળે જે ચમત્કારથી જરાય ઓછું ન હોય. આવું જ કઈંક કેરળમાં જોવા મળ્યું. અહીં એક બાળકી ચમત્કારિક રીતે અકસ્માતમાંથી બચી ગઈ.

Sep 9, 2019, 01:59 PM IST
viral video of car drain PT50S

વરસાદના પાણીમાં તણાઈ ગઈ કાર, વીડિયો થયો વાઇરલ

દેવભૂમિ દ્વારકામાં જબરદસ્ત વરસાદ પડ્યો છે. આ વરસાદના વહેણમાં કાર તણાઈ ગઈ છે અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

Sep 7, 2019, 09:15 AM IST

અજય દેવગણે ખરીદી દેશની સૌથી મોંઘી કાર, આટલા કરોડ છે કિંમત!

અજય દેવગણને આ કાર કેટલી પસંદ હતી કે તેમણે તેના માટે લાંબો સમય રાહ જોવામાં વાંધો ન હતો. કંપનીની વેબસાઇટ પર તે કારની શો રૂમ કિંમત 7 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. પરંતુ આ તેના બેસ મોડલની કિંમત છે. જરૂરિયાતો અનુસાર સુવિધા બનાવવામાં આ ફિલ્મ મોંઘી થઇ છે. 

Aug 28, 2019, 03:34 PM IST