બાગેશ્વર મહારાજ પીવે છે આવી ચા, તમે પણ જાણો બનાવવાની અનોખી રીત

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબ ચર્ચામાં રહે છે. બાબા લોકોની વચ્ચે ખુબ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર તેને અનેક લોકો ફોલો કરે છે. આ સાથે બાબાના દરબારમાં લાખોની ભીડ જોવા મળે છે. તો આ દિવસોમાં તેમણે લોકોની સામે જણાવ્યું કે તેમને ચા પીવી ખુબ પસંદ છે, જેમાં તેમને આદુવાળી ચા ખુબ પસંદ છે. જાણો બાબાની પસંદગીની ચા કઈ રીતે બનાવવામાં આવે છે. 
 

ચાના દીવાના બાબા બાગેશ્વર

1/5
image

બાબા બાગેશ્વર ચા પીવાના મોટા શોખીન છે. તેમને આદુવાળી ચા ખુબ પસંદ છે, તે ગમે ત્યારે ચા પીવા તૈયાર રહે છે. જાણો બાબાને ભાવતી ચા કઈ રીતે બનાવશો. 

 

ચા બનાવવાનો સામાન

2/5
image

બાબાની પસંદગીની ચા બનાવવા માટે તમારે 2 કપ દૂધ, 1 ચમચી ખાંડ, 1 કપ પાણી, 1 નાનો આદુનો ટુકડો, 1 ચમચી ચાની પત્તી હોવી જોઈએ. ત્યારબાદ ગેસ પર એક તવા મૂકો અને તેમાં પાણી ઉમેરીને બરાબર ઉકાળો.

આદુની મજા

3/5
image

તો જ્યારે પાણી સારી રીતે ગરમ થઈ જાય, તો તેમાં આદુને ખસીને પાણીમાં નાખો. આદુને પાણીમાં સારી રીતે મિક્સ થવા દો, જ્યાં સુધી પાણીનો કલર પીળો ન થઈ જાય. 

 

ચા અને ખાંડ

4/5
image

ત્યારબાદ આદુવાળા પાણીમાં ચા અને ખાંડ નાખો. તેને બે મિનિટ સુધી ગેસ પર ઉકાળો. 

 

ગરમાગરમ ચા

5/5
image

ત્યારબાદ તેમાં દૂધ નાખો અને ચમચીથી હલાવી ચા સારી રીતે પકાવી લો. ત્યારબાદ ગરમાગરમ ચાની મજા માણો. બાબા બાગેશ્વરને આ પ્રકારની ચા ખુબ પસંદ છે.