Krishna ને કોણે આપી વાંસળી? શું રહસ્ય છુપાયેલું છે વાંસળીમાં? મુરલી કૌન તપ તૈં કિયો? રહત ગિરધર મુખહિ લાગી, અધર કો રસ પીયો...

ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી પ્રિય હતી એ તો બધાને જ ખબર હશે.પરંતુ એ વાંસળી કેમ ખાસ છે.કનૈયાને કોણે આપી હતી.અને તે સેમાંથી બની હતી તે કોઈ નહીં જાણતું હોય.એ વાંસળી પણ લાકડામાંથી પણ ખાસ વસ્તુમાંથી બની હતી. 

નરેશ ધારાણી, અમદાવાદઃ વાંસળી એ વાંસના પોલા નળાકારમાંથી બનાવવામાં આવતું ભારતીય વાદ્ય છે. વાંસળીની વાત આવે એટલે ભગવાની શ્રી કૃષ્ણ યાદ ન આવે તેવું ન બની શકે.વાંસલી ઈ.સ. 100 પૂર્વે નો ઈતિહાસ ધરાવે છે.અને વાંસળીને ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા સાથે સંકળાયેલી છે.


 

 

 

 

ભગવાન શ્રીકૃષ્ણનું પ્રતીક છે વાંસળી

1/5
image

વાંસળી ભગવાન શ્રીકૃષ્ણનું પ્રતીક છે. વાંસળી વગાડતા ભગવાન શ્રીકૃષ્ણની છબિ યુગો યુગોથી ભક્તોના મન મોહી રહી છે. જો કે ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે શ્રી કૃષ્ણને વાંસળી કોણે આપી હતી. આજે અમે તમને તેના વિશે જણાવીશું. તો આવો તેની સાથે જોડાયેલી રોચક કથા જાણીએ. 

ગીફ્ટમાં ભગવાની કૃષ્ણને મળી હતી વાંસળી 

2/5
image

ભગવાન વિષ્ણુએ દ્વાપર યુગમાં જયારે ભગવાન કૃષ્ણના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો.ત્યારે ભગવાન કૃષ્ણને જોવા માટે દેવી-દેવતાઓ અલગ અલગ વેશમાં પૃથ્વી પર આવવા લાગ્યા.એવામાં ભગવાન શિવ પણ ભગવાન શ્રીકૃષ્ણને મળવાનું વિચારવા લાગ્યા, પરંતુ તેમના મનમાં એ સવાલ ઉઠ્યો કે તે ભગવાન શ્રીકૃષ્ણ માટે એવી કઈ ભેટ લઈને જાય, જે તેમને પ્રિય લાગે.જેથી ભગવાન શંકરે ભેટમાં વાંસળી આપી. 

દધીચિ ઋષિના હાડકામાંથી બનાવી વાંસળી 

3/5
image

કનૈયાને ભેટ આપવા માટે શિવજીને યાદ આવ્યું કે તેમની પાસે દધીચિ ઋષિનું મહાશક્તિશાળી હાડકું છે.જેથી શિવજીએ તેની અસ્થિ ઘસીને તેમાંથી એક સુંદર વાંસળી બનાવી. ત્યારબાદ ભગવાન શિવ ગોકુલ પહોંચ્યા અને ભગવાન શ્રીકૃષ્ણને તેને વાંસળી ભેટમાં આપી હતી 

ધર્મની રક્ષા માટે શક્તિશાળી હાડકાનું કર્યું હતું દાન 

4/5
image

દધીચિ ઋષિએ ધર્મની રક્ષા માટે પોતાના શક્તિશાળી શરીરના દરેક હાડકાં દાન કરી દીધા હતા. ભગવાન વિશ્વકર્માએ તે હાડકાઓની મદદથી જ પિનાક, ગાંડિવ, શારંગ એમ કુલ ત્રણ ધનુષ બનાવ્યા હતા. વિશ્વકર્માએ દધીચિ ઋષિના હાડકાઓની મદદથી જ ઇન્દ્ર માટે વ્રજની રચના કરી હતી.અને તેમના હાડકામાંથી ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી બની હતી. 

આજે અનેક રૂપમાં જોવા મળે છે વાંસળી 

5/5
image

ભગવાની શ્રી કૃષ્ણ પાસે વિશેષ હાકડામાંથી બનેલી વાંસળી હતી.પરંતુ તે બાદ વાંસના લાકડામાંથી વાંસળી બનાવવાની પ્રથા ચાલી આવે છે.જેને આજે  અનેક રૂપ લીધા છે.જેમાં અનેક પ્રકારની વાસંળી આવે છે.જેનો મહત્વ પણ અલગ અલગ હોય છે.