પોતાને જીવતેજીવ કેપ્સ્યૂલમાં કેમ ફ્રીઝ કરાવી રહ્યાં છે અમીર લોકો! વૈજ્ઞાનિકોની નવી શોધમાં કરોડપતિઓને રસ પડ્યો

Cryopreservation: દુનિયાના અમીર લોકો પોતાને વર્ષો સુધી જીવતા રાખવા માટે અનેક રીત અપનાવી રહ્યાં છે. તેમાં એક છે ક્રાયોપ્રિઝર્વેશન. જે હાલ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે, વિદેશમાં આ પ્રયોગ શરૂ થઈ ગયો છે. એરિઝોનાની અલ્કોર લાઈફ એક્સટેન્શન નામના ફાઉન્ડેશન હાલમાં જ 230 લોકોને ફ્રીઝ કર્યાં છે. જેથી તેમને ફરી જીવતા કરી શકાય. તેમને અનેક વર્ષો માટે ફ્રીઝ કરવામાં આવ્યા છે.

1/6
image

વૈજ્ઞાનિકો દ્વારા આ શોધ લાંબા સમયથી ચાલી રહી હતી, કે મૃત્યુ પામેલા લોકોને કેવી રીતે જીવતા રાખી શકાય. દુનિયાભરમાં અનેક એવા લોકો છે કે, જેઓ પોતાની જીવન લાંબુ કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યાં છે. જોકે, હજી સુધી આવી કોઈ શોધ થઈ નથી, કે મૃત લોકોને ફરીથી જીવતા કરી શકાય. પરંતુ માણસોને ફ્રીઝ કરવાની ટેકનિક હાલ ચલણમાં આવી છે, જેના દ્વારા અમીર લોકો પોતાના સ્વજનોને ફ્રીઝ કરાવી રહ્યાં છે, જેથી તેમની ત્વચા અને ઓર્ગન લાંબા સમય સુધી ફ્રેશ બની રહે. પરંતુ આવુ કેમ કરવામા આવી રહ્યુ છે તે જાણીએ. 

2/6
image

હકીકતમાં જે અમીર લોકો પોતાના સ્વજનોને ફ્રીઝ કરાવી રહ્યા છે કે, તેઓને આશા છે કે વર્ષો બાદ વૈજ્ઞાનિક મૃત લોકોને જીવતા કરવાની ટેકનિક શોધી કાઢશે. ત્યારે અમારા આ સ્વજનોને પણ જીવતા કરી શકાશે. ત્યાર સુધી તેમના મૃતદેહને ડિમ્પોઝ હોવાથી બચાવી શકાશે. પોતાના મૃતદેહોને વર્ષો સુધી ફ્રીઝ કરાવીને અમીર લોકો પોતાની સંપત્તિમાં વધારો કરાવી શકે છે.   

3/6
image

એરિઝોના સ્થિત અલ્કોર લાઈફ એક્સટેન્શને હાલમાં જ 230 લોકોને ફ્રીઝ કર્યાં છે. આ ફાઉન્ડેશન અત્યાર સુધી કુલ 1400 લોકોને ફ્રીઝ કરી ચૂક્યુ છે.   

4/6
image

ક્રાયોપ્રિઝર્વેશન એક એવી ટેકનિક છે, જેમાં શરીરને એકદમ જીવિત અવસ્થામાં ફ્રીઝ કરી શકાય છે. જેથી લાંબા સમય સુધી તેને સુરક્ષિત રાખી શકાય. વર્ષો બાદ જરૂર પડવા પર આવા લોકોને ફરીથી બહાર કાઢી શકાશે. ત્યા સુધી તેમનું શરીર એવુ જ રહેશે, જેવુ ફ્રીઝ કરતા સમયે હતું. તેમાં ખાસ કરીને વૃદ્ધ લોકોને ફ્રીઝ કરવામાં આવી રહ્યાં છે. ફ્રીઝ કરાયેલા લોકોમાં કેટલાક એવા લોકો પણ છે, જેઓ સારવાર ન થઈ શકે તેવી બીમારીથી ગ્રસ્ત છે. જ્યારે પણ આ બીમારીની દવા શોધાશે, ત્યારે તેમને બહાર કાઢવામાં આવશે.   

5/6
image

કોઈ પણ વ્યક્તિને પ્રિઝર્વ કરવાનો ખર્ચ બહુ જ વધારે છે. તેથી તેને કરોડપતિ કે અરબોપતિ લોકો જ અફોર્ડ કરી શકે છે. એરિઝોનાનું આ ફાઉન્ડેશન ફ્રીઝ કરવા માટે અંદાજે 220,000 ડોલર એટલે કે 2 કરોડ રૂપિયાનો ચાર્જ કરે છે. આ રકમ સામાન્ય લોકો માટે એકઠી કરવી અશક્ય છે. 

6/6
image