Valsad News:વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાંકલ ગામમાં આવેલી એક આંબાવાડીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં કુદરતી મોત માનવામાં આવેલી આ ઘટનામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યાનો ખુલાસો થયો હતો. પોલીસે ગણતરીના દિવસમાં આ બ્લાઈન્ડ મર્ડર કેસ ઉકેલી નાખ્યો છે. પરંતુ હત્યાનું કારણ જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. આખરે એક મહિલાની કેરી તોડવાની બાબતે શા માટે હત્યા કરવામાં આવી?
Ahmedabad News:શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ગુલબર્ગ સોસાયટીની બહાર જાહેર રસ્તા પર એક યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી. આ સનસનીખેજ હત્યાકાંડ સામાન્ય નાગરિકોની નજર સામે ખેલાતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને ફફડાટ વ્યાપી ગયો છે.
Ahmedabad News: અમદાવાદમાં સગા લોહીના સંબંધોને લજવતો અને માનવતા મૂકી દેનારો કિસ્સો સામે આવ્યો. પિતાના અવસાન બાદ સગા દીકરાઓએ જ વિધવા માતા સાથે કરી લાખોની છેતરપિંડી. નારોલ વિસ્તારના લીલાવતીબેને પોતાના જ બે દીકરા કમલ અને અક્ષય વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ. પિતાના બેંક ખાતામાંથી ઓટીપી ચોરીને ૪.૩૦ લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા. ૧૦-૧૦ લાખની FD માં નોમિનીનું નામ પણ બદલી નાખ્યું. પિતાના સોનાના દાગીના અને કિંમતી હોન્ડા સિટી કાર પડાવી લીધી. વિરોધ કરવા પર વૃદ્ધ માતાને આપી જાનથી મારી નાખવાની ધમકી
Ananad News:વિદેશમાં નોકરી અને ભણવા જતાં ભારતીયો પર ઘણીવાર હુમલા થયાની અને હત્યાના બનાવો અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે કેનેડામાં એક ભારતીય યુવતીની લૂંટના ઈરાદે હત્યા કરી દેવાઈ છે.
Aravalli District: એક નિષ્ઠુર જનેતાએ પોતાના જ નવજાતને કૂવામાં નાખી દીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. લગ્ન પહેલાં જ માતા બની જતાં સમાજમાં આબરૂ ન જાય તે માટે યુવતીએ પોતાની માતાની વાત માની માસૂમને લાલ કપડામાં વીંટી કૂવામાં નાખી દીધું હતું. જે અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી કળયુગી માતા અને નાની બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
What is the Acinetobacter baumannii bacteria responsible for the death of a girl
જીવનમાં કોઈ વ્યક્તિ મોતને કેટલીવાર હાથતાળી આપી શકે? એકવાર, બે વાર, ત્રણવાર...પરંતુ આ વ્યક્તિએ અનેકવાર મોતને હાથતાળી આપી છે. તેમના જીવનના કિસ્સાઓ વિશે જાણશો તો વિશ્વાસ નહીં કરી શકો. સોશિયલ મીડિયામાં તેમની કહાની ખુબ ચર્ચામાં રહે છે. ક્રોએશિયાના ફ્રેન સેલાકની કહાની તર્કથી અલગ છે.
Lifestyle News: મોડા સુધી જાગવાની તમારી આદત તમારા શરીરને અંદરથી નબળી બનાવી રહી છે. મોડા સુધી સૂવાના ખતરનાક પરિણામો વિશે જાણો, જે તમને અકાળે વૃદ્ધ અને બીમાર બનાવી શકે છે.
Panchmahal Accident : પંચમહાલના કાલોલ નજીક ભયાવહ અકસ્માત સર્જાયો હતો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર ડિવાઈડર કૂદી જતા 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. તમામ લોકો વડોદરાના રહેવાસી હતા
Ahmedabad Dosa Batter Death FSL Report Finds : અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં FSLનો રિપોર્ટ આવી ગયો છે. બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી. જેથી અમદાવાદ પોલીસ માટે આ કેસ ઉકેલવો મોટો પડકાર બની ગયો છે, આખરે બાળકીઓના મોત કેમ થયા છે.
Are You Scared Before Buying Dosa Batter? : અમદાવાદમાં બે બાળકીનો શંકાસ્પદ મોત કેસમાં ઢોંસાના ખીરા પર સવાલ ઉઠ્યા છે. હજુ સુથી આ ગુત્થી વણઉકેલાયેલી છે કે, બાળકીના મોત આખરે કેવી રીતે થયા. બીજી તરફ, પોલીસે માતાપિતાની પૂછપરછ કરી છે, પરંતુ હજી સુધી એફએસએફલ રિપોર્ટ આવ્યો નથી. પરંતું લોકોમાં આ ઘટના બાદ ઢોંસાનું ખીરું ખરીદવવામાં ફફડાટ સો ટકા ફેલાયો છે
Ahmedabad Chandkheda Infant Deaths With Dosa Batter : અમદાવાદમાં ઢોંસાના ખીરાથી બાળકીઓના મોત કેસમાં હવે પોલીસ નવી દિશામાં તપાસ કરી રહી છે. આ માટે બાળકીના માતાપિતા અને દાદા-દાદીનો લાઈ ડિટેક્શન ટેસ્ટ થશે. જેના બાદ અનેક નવા ખુલાસા થઈ શકે છે
Ahmedabad Chandkheda Infant Deaths With Dosa Batter : અમદાવાદમાં ઢોસા આરોગ્યા બાદ બાળકીના મોત મામલે રહસ્ય વધુ ઘૂંટાઈ રહ્યું છે. માતા-પિતાના લોહીમાંથી મળ્યું એલ્યુમિનિયમ ફોસ્ફેટનું પ્રમાણ મળ્યું છે. તો બીજી બાજુ, પોલીસને તપાસમાં ઘરમાંથી એક ડાયરી પણ મળી આવી છે. પોલીસની પૂછપરછમાં માતાપિતાના જવાબ શંકાસ્પદ બન્યા
Chandkheda Infant Deaths With Dosa Batter : અમદાવાદના ચાંદખેડામાં શંકાસ્પદ હાલતમાં એક જ પરિવારની બે બાળકીના મોત થયા છે. બે દિવસ પહેલા ઢોંસા ખાવાના કારણે પરિવારની તબિયત બગડી હતી. સારવાર દરમિયાન બે બાળકીના મોત થયા છે, તો માતા-પિતાની હાલત ગંભીર છે. હાલ જે ડેરીમાંથી ખીરુ ખરીદાયું હતું, ત્યાં તપાસ કરવામાં આવી રહી છે
Rajkot Pool Accident Siblings Drown : રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં સગા ભાઈ-બહેનનું કરુણ મોત નિપજ્યું છે. રૈયાધારની સોપાન હાઈટ્સ બિલ્ડિંગમાં આવેલી સ્વીમિંગ પુલમાં આ બનાવ બન્યો હતો. ઘટનાને પગલે પરિવારમાં આક્રંદ ફેલાયો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
Heart Attack During Wedding Procession :સુરતના ડીંડોલીમાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો હતો, જ્યારે એક લગ્નપ્રસંગમાં વરઘોડામાં સગા સંબંધીઓ વચ્ચે નાચતા-નાચતા મનપા કર્મચારીનું હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. તબીબોએ તેમને મૃત જાહેર કરતા નાનકડા પરિવારનો માળો વિખેરાયો છે
Benjamin Netanyahu News: ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે પણ આ બાબતે સ્પષ્ટ નિવેદન આપ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી બેન્જામિન નેતન્યાહૂનો મોતના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, ઈરાન મિડિયા દ્વારા તેને દર્શાવવામાં પણ આવી રહ્યા છે.
Iran-Israel War: ઇઝરાયલના હુમલામાં ઇરાનના રક્ષા મંત્રી અમીર નાસિરજાદે અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડર મોહમ્મદ પાકપોરનું મોત થયું છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, ઇઝરાયલની સેનાની કાર્યવાહીથી પરિચિત બે સૂત્રો અને એક પ્રાદેશિક સૂત્રએ આ માહિતી આપી છે.
Surat news 3 members of a family lost their lives due to harassment by moneylenders
Surat Family Suicide:વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બાલમુકુન્દ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. આ પરિવારે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પતિ-પત્ની અને એક માસૂમ દીકરી સહિત કુલ ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે બીજી દીકરીનો આબાદ બચાવ થયો છે.
Accident News : રાજસ્થાનથી લગ્ન પતાવી ઘરે પહોંચતા પહેલા જ અમદાવાદના એક પરિવારને કાળ આંબી ગયો. ઊંઝા-મહેસાણા રોડ પર ઈકો કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં અમદાવાદના એક જ પરિવારનાં 4 સભ્યનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
Valsad Accident : વલસાડના કપરાડામાં ભયાનક અકસ્માતમાં છ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી ગઈ હતી. વલસાડમાં મોતના ઘાટ કહેવાતા કુખ્યાત ગણાતા કુંભઘાટ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પરિવાર કાળનો કાળિયો બની ગયો છે. તો અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.