Bhagyashree Birthday: આ અભિનેત્રીને સલમાન ખાને ચુંબન કરવાની સટાક દઈને ના પાડી દીધી હતી? જાણો શું હતો મામલો
એક છોકરો અને એક છોકરી ક્યારેય દોસ્ત બની શકે નહીં...આ ડાયલોગ જે ફિલ્મની હિરોઈન માટે બોલાયો હતો તે હિરોઈન આજે પોતાનો 54મો જન્મદિવસ ઉજવી રહી છે. તેના વિશે એવી વાતો અમે તમને જણાવીશું કે તમે તે અંગે ભાગ્યે જ જાણ્યું હશે.
એક છોકરો અને એક છોકરી ક્યારેય દોસ્ત બની શકે નહીં...આ ડાયલોગ જે ફિલ્મની હિરોઈન માટે બોલાયો હતો તે હિરોઈન આજે પોતાનો 54મો જન્મદિવસ ઉજવી રહી છે. તેના વિશે એવી વાતો અમે તમને જણાવીશું કે તમે તે અંગે ભાગ્યે જ જાણ્યું હશે.
અમે તમને વાત કરી રહ્યા છે ભાગ્યશ્રી વિશે, જેણે બોલીવુડમાં જબરદસ્ત સુપરહીટ ફિલ્મ મૈને પ્યાર કીયાથી ડેબ્યુ કર્યું હતું. ભાગ્યશ્રીનો જન્મ 23 ફેબ્રુઆરી 1969ના દિવસે થયો હતો.
ભાગ્યશ્રી મહારાષ્ટ્રના સાંગલીના શાહી પરિવારમાંથી આવે છે. તેના પિતા વિજયસિંહ રાવ માધવરાવ પટવર્ધન સાંગલીના રાજા હતા. વિજયસિંહની 3 પુત્રીઓ છે જેમાંથી ભાગ્યશ્રી સૌથી મોટી છે.
ભાગ્યશ્રીએ પોતાની અભિનય કરિયરની શરૂઆત અમોલ પાલેકરની સીરિયલ કચ્ચી ધૂપથી કરી હતી. જો કે બોલીવુડમાં તેણે મૈને પ્યાર કીયાથી ડગ માંડ્યા હતા.
શાનદાર અભિનેત્રી હોવા છતાં ભાગ્યશ્રી ઘણા સમય સુધી ફિલ્મોથી દૂર રહી.
ફિલ્મ 'મૈને પ્યાર કીયા' માં ભાગ્યશ્રી અને સલમાનની જોડીને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં એક સીન એવો પણ હતો જેમાં સલમાન ખાને ભાગ્યશ્રીને કિસ કરવાની હતી. પરંતુ અભિનેતાએ આ માટે સ્પષ્ટ ના પાડી દીધી એવા મીડિયા રિપોર્ટ્સ હતા પણ આ વાત જો કે સાચી નથી.
એક ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાન ખાને આ ફિલ્મ અંગે કેટલીક યાદો શેર કરી હતી. ત્યારે જણાવ્યું હતું કે ભાગ્યશ્રીએ જ કિસિંગ સીન કરવાની ના પાડી હતી. સલમાન ખાને કહ્યું હતું કે મને ખબર પડી કે કિસિંગ સીન કરવાનો છે. મેં કહ્યું કે સૂરજબાબુ હું આ કેવી રીતે કરીશ. કારણ કે હું તો ખુબ અસહજ છું આમા. ત્યારે સૂરજ બડજાત્યાએ કહ્યું હતું કે તમે અસહજ છો અને તે (ભાગ્યશ્રી) તો સીધી કરવાની જ ના પાડે છે.
સલમાને વધુમાં કહ્યું હતું કે તેમણે (સૂરજ)જીએ કહ્યું કે સ્મૂચ નથી, ફક્ત હળવી લિપ કીસ છે. અરે આ રાજશ્રીની ફિલ્મ છે તેમાં આટલું થોડી નાખીશું. તો મેં કહ્યું કે એટલું જ હોય તો ઓકે. પણ તેમણે (ભાગ્યશ્રી) ફરીથી ના પાડી દીધી.
સલમાને કહ્યું કે ત્યારબાદ સૂરજજી મારી પાસે આવે અને ભાગ્યશ્રી પાસે જાય. તેઓ પરેશાન થઈ ગયા હતા. ત્યારે તેમણે નિર્ણય લીધો કે બહુ થઈ ગયું હવે કાંચ લઈને આવો. ત્યારબાદ આ રીતે કિસિંગ સીન શૂટ કરવામાં આવ્યો.
પહેલી ફિલ્મ બાદ 1990માં ભાગ્યશ્રીએ બિઝનેસમેન હિમાલય દાસાણી સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પણ તેને કેટલીક ફિલ્મોની ઓફર મળી હતી. જેને અભિનેત્રીએ નકારી હતી.
Trending Photos