આ ગુજરાતીઓએ ગજાવ્યું બોલીવુડ, ભલભલા દિગ્ગજ કલાકારોને આપી માત, Photos

એવા અનેક ગુજરાતી કલાકારો છે જેમણે બોલીવુડમાં પણ ડંકો વગાડ્યો છે. પોતાની અભિનય ક્ષમતા અને દમદાર અભિનયના કારણે આ કલાકારોએ બોલીવુડ ગજાવ્યું છે અને દેશ વિદેશમાં ખુબ  ખ્યાતિ મેળવી છે. આવા જ કેટલાક બોલીવુડ કલાકારો વિશે આપણે જાણીએ જેઓ ગુજરાતી છે. 

શર્મન જોશી

1/6
image

શર્મન જોશીને કોણ ન ઓળખતું હોય? ગુજરાતી પરિવારમાંથી આવતા કલાકાર શર્મન જોશી દિગ્ગજ થિયેટર આર્ટિસ્ટ અરવિંદ જોશીના પુત્ર છે. બોલીવુડમાં તેમણે 3 ઈડિયટ્સ, ગોલમાલ, ઢોલ જેવી ફિલ્મોમાં કામ કરેલું છે. તેમની બહેન માનસી જોશી પણ જાણીતી  કલાકાર છે. માનસીના લગ્ન અભિનેતા રોહિત રોય સાથે થયા છે. શર્મન જોશીએ હિન્દી ફિલ્મોના પીઢ અભિનેતા પ્રેમ ચોપરાની પુત્રી પ્રેરણા ચોપરા સાથે લગ્ન કર્યા છે. બોલીવુડ ફિલ્મો ઉપરાંત થિયેટર નાટકો અને ગુજરાતી ફિલ્મોમાં પણ શર્મને કામ કર્યું છે.   

પરેશ રાવલ

2/6
image

પરેશ રાવલે બોલીવુડમાં ખુબ કાઠું કાઢ્યું છે. બોલીવુડના દિગ્ગજ કલાકારોમાં પરેશ રાવલનું નામ સામેલ છે. પરેશ રાવલ હિન્દી ઉપરાંત તેલુગુ અને ગુજરાતી નાટ્યમંચના અત્યંત લોકપ્રિય અભિનેતા અને રાજકારણમાં પણ સક્રિય છે. તેઓ હિન્દી ફિલ્મોમાં રમૂજી અને નકારાત્મક પાત્રો માટે જાણીતા છે. તેમના લગ્ન અભિનેતી સ્વરૂપ સંપત સાથે થયા છે.   

જેકી શ્રોફ

3/6
image

હીરો ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરીને ધમાલ મચાવનારા જયકીશન કાકુભાઈ શ્રોફ એટલે કે આપણા જેકી શ્રોફ પણ બોલીવુડમાં ધમાલ મચાવી ચૂક્યા છે. તેમના પિતા કાકુભાઈ હરિભાઈ શ્રોફ ગુજરાતી હતા. જેકી શ્રોફનો જન્મ મુંબઈમાં થયો હતો.   

સુપ્રીયા પાઠક

4/6
image

સુપ્રીયા પાઠક એ કાઠીયાવાડી ગુજરાતી નાટ્ય કલાકાર દીના પાઠક અને પંજાબી ડ્રેસ મેકર બલદેવ પાઠકના પુત્રી છે. તેમણે અભિનયની શરૂઆત મેના ગુર્જરી નામના પ્રાચીન નાટકના પુર્ન સંસ્કરણથી કરી હતી. આ નાટક માતા દીના પાઠકે જ દિગ્દર્શિત કર્યું હતું. તેમણે ગુજરાતી ફિલ્મ કેરી ઓન કેસર (2016)માં પણ અભિનય કરેલો છે. તેમણે પંકજ કપૂર સાથે લગ્ન કર્યા છે.   

સંજીવ કુમાર

5/6
image

સંજીવ કુમારનો જન્મ ગુજરાતમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમનું અસલ નામ હરિહર જરીવાલા હતું. તેમનું પૈતૃક નિવાસ સુરત હતું પરંતુ પરિવાર પછી મુંબઈ આવીને વસી ગયો હતો. તેઓ આજીવન કુવારા રહ્યા હતા. તેમણે કારકિર્દીની શરૂઆત હમ હિન્દુસ્તાની ફિલ્મથી કરી હતી. ખિલૌના ફિલ્મે સ્ટારનો દરજ્જો અપાવ્યો હતો. સીતા અને ગીતા, અંગૂર, મૌસમ, આંધી, નમકીન, શોલે જેવી સુપરડુપર હિટ ફિલ્મો પણ તેમના નામે છે. 

મનોજ જોશી

6/6
image

મનોજ જોશીએ પણ બોલીવુડમાં ખુબ સફળતા મેળવી છે. તેઓ મુખ્યત્વે ગુજરાતી અને હિન્દી સિનેમામાં સક્રિય છે. મરાઠી રંગમંચથી તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ગુજરાતી અને હિન્દી રંગમંચ ઉપર પણ અભિનય કર્યો હતો. તેમણે 1998 પછી 70થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ઘણા કોમેડી પાત્રો ભજવ્યા છે. તેઓ હિંમતનગર નજીક અડપોદરા ગામના વતની છે.