આલિયા ભટ્ટે Bossy લુકમાં શેર કરી 'શાનદાર' તસવીરો, ફેન્સે કહ્યું- 'ગુલાબો જરા ઇત્ર ગીરા દો..'
Alia Bhatt Pics: આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. એક્ટ્રેસે હાલમાં તેના બોસી લુકમાં તસવીરો શેર કરી છે.
લેટેસ્ટ ફોટોશૂટ
આલિયા ભટ્ટે તાજેતરમાં ફોર્મલ બ્લુ શર્ટ અને ડાર્ક બ્લુ ટાઈ સાથે ચેક પેન્ટસૂટમાં નવા ફોટોશૂટ કરાવ્યો હતો. અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
મીનીમલ મેકઅપ
આલિયા ભટ્ટે મીનીમલ મેકઅપ અને પેન્ટ સૂટવાળા લુક પર વાળ ખુલ્લા રાખ્યા છે અને તે એકદમ અદભૂત દેખાઈ રહી છે.
ફુલ લુક
બીજી તરફ આલિયા ભટ્ટના પેન્ટ સૂટ લૂકની નવી તસવીરો ચાહકોને ખુબ પસંદ આવી રહી છે. એક્ટ્રેસનો આ લુક ચાહકોને શાહિદ કપૂર સાથેની તેની 2015ની ફિલ્મ 'શાનદાર'ની યાદ અપાવી રહી છે.
ગ્રે પેન્ટસૂટ
ગ્રે પેન્ટસૂટમાં તેની તસવીરો જોઈને, ઘણા ચાહકોએ ફિલ્મ 'શાનદાર'ના ગીતના શબ્દો શેર કર્યા છે, તેમાંથી એકે લખ્યું છે, "ગુલાબો ઝરા ઈતર ગીરા દો...''
વર્ક ફ્રન્ટ
આલિયાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં વન્ડર વુમન ફેમ ગેલ ગેડોટની એક્શન ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'થી હોલીવુડમાં ડેબ્યૂ કરશે. ટોમ હાર્પર દ્વારા ડાયરેક્ટ આ ફિલ્મમાં સોફી ઓકોનેડો, મેથિયાસ શ્વેગોફર, ઝિંગ લુસી અને પોલ રેડી પણ છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 11 ઓગસ્ટે આવશે.
Trending Photos