PICS: બોલીવુડમાં કલાકારો ધડાધડ નોનવેજ છોડી બનવા લાગ્યા શાકાહારી, કારણ છે જાણવા જેવું

આવો જાણીએ કયા સેલિબ્રિટિઝે લોકડાઉન દરમિયાન શાકાહાર અપનાવી લીધુ.

નવી દિલ્હી: અનેક બોલીવુડ હસ્તીઓ માટે ન્યૂ નોર્મલ (નવું સામાન્ય)નો અર્થ ગ્રીન એટલે કે શાકાહાર છે. ઘણી બોલીવુડ હસ્તીઓએ લોકડાઉન દરમિયાન નોનવેજ છોડીને વેજીટેરિયન ફૂડ અપાનાવી લીધુ છે. જ્યારે કેટલાકે જળવાયુ પરિવર્તનને લઈને જાગરૂકતા ફેલાવવાના એક ભાગ રૂપે શાકાહાર અપનાવ્યો છે. કેટલાક તેને સ્વસ્થ જીવનની દિશામાં એક પગલું ગણાવે છે. આવો જાણીએ કયા સેલિબ્રિટિઝે લોકડાઉન દરમિયાન શાકાહાર અપનાવી લીધુ.

ભૂમિ પેડણેકર

1/5
image

બોલીવુડ અભિનેત્રી અને પર્યાવરણવિદ ભૂમિ પેડણેકર લોકડાઉન દરમિયાન શાકાહારી બની ગઈ અને તે હવે તેને ખાવાનું પસંદ પણ કરી રહી છે. તેણે કહ્યું કે મને શાકાહારી બન્યે 6 મહિના થઈ ગયા છે અને હું સારી છું. અપરાધમુક્ત મહેસૂસ કરું છું અને શારીરિક રીતે પણ ખુબ મજબૂત મહેસૂસ કરું છું. હું અનેક વર્ષો પહેલા આ પગલું લેવા માંગતી હતી. પર્યાવરણ વોરિયરની સાથે કામ કરવાથી મને ઘણી વસ્તુઓ શીખવા મળી. 

શિલ્પા શેટ્ટી કુંદ્રા

2/5
image

અભિનેત્રી અને ફિટનેસ લવર શિલ્પાએ જુલાઈમાં ખુલાસો કર્યો કે તે સંપૂર્ણ રીતે શાકાહારી બની ગઈ છે. તેણે કહ્યું કે જાનવરોને ભોજન માટે મારવાથી માત્ર જંગલ જ નષ્ટ નથી થતા પરંતુ તે જળવાયું પરિવર્તન પાછળનું પણ એક પ્રમુખ કારણ છે. આ ઉપરાંત શાકાહારી બનવું આપણા અને આપણા ગ્રહના સ્વાસ્થ્ય માટે સારો ફેરફાર છે. 

રિતેશ દેશમુખ

3/5
image

આ જ મહિનાની શરૂઆતમાં રિતેશે કહ્યું હતું કે તેણે નોનવેજ, બ્લેક કોફી અને ગેસવાળા પીણા છોડી દીધા છે. તેણે કહ્યું હતું કે, 'હું મારા શરીરને સ્વસ્થ રાખવા માંગુ છું. જેથી કરીને જ્યારે અંતમાં મારા અંગોને દાન કરવાનો સમય આવે તો લોકો કહે કે જતા જતા સ્વસ્થ અંગો છોડીને ગયો.'  

જેનેલિયા દેશમુખ

4/5
image

લોકડાઉન દરમિયાન જેનેલિયા દેશમુખે કહ્યું કે મે કેટલાક વર્ષો  પહેલા શાકાહારી બનવાનો નિર્ણય લીધો હતો. આમ કરવું મુશ્કેલ હતું પરંતુ હું તેને અપનાવવા માટે  દૃઢ હતી. મને છોડવાઓની સુંદરતાનો અહેસાસ થયો, પછી મે તેમાંથી મળતા પોષક તત્વો પર ધ્યાન આપ્યું અને સૌથી મોટી વાત મને એ લાગી કે હવે હું જાનવરો પ્રત્યે ઓછી ક્રુર છું. 

સંજય દત્ત

5/5
image

એપ્રિલમાં જાણવા મળ્યું કે અભિનેતાએ પણ નોનવેજ છોડી દીધુ છે. આ ઉપરાંત અન્ય અનેક હસ્તીઓ છે જે પહેલેથી શાકાહાર અપનાવી ચૂક્યા છે. જેમાં અક્ષયકુમાર, શાહિદ કપૂર, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, શ્રદ્ધા કપૂર, મલાઈકા અરોરા, અને વિદ્યુત જામવાલ સામેલ છે.