Bollywood Richest Actresses: આ છે બોલિવૂડની 5 સૌથી અમીર એક્ટ્રેસીસ, નામ અને સંપત્તિ જાણીને તમે પણ ચોંકી જશો!

Bollywood Richest Actresses:  સમયની સાથે બોલિવૂડમાં માત્ર ફિલ્મોનો યુગ જ બદલાયો નથી, પરંતુ દરેક ફિલ્મનો મેક-અપ, ડ્રેસિંગ સેન્સ અને ફીમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. આજે હિરોઇનો માત્ર ફિલ્મો અને બ્રાન્ડને પ્રમોટ કરીને જ મોટી કમાણી કરતી નથી પણ પોતાની જાતને જાળવી રાખવા માટે મોટી રકમ પણ ખર્ચે છે. આવો જાણીએ આવી બોલિવૂડ એક્ટ્રેસીસના નામ જેઓ ખૂબ જ અમીર છે અને લાઈફસ્ટાઈલ અને ડ્રેસિંગ સેન્સ પર ધુમ પૈસા ખર્ચે છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

1/5
image

આ યાદીમાં ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ સૌથી પહેલા આવે છે. ઐશ્વર્યા ભલે પહેલા કરતા ઓછી ફિલ્મો કરે છે, પરંતુ તે કેટલીક ફિલ્મો માટે તગડી રકમ પણ વસૂલે છે. તાજેતરમાં ઐશ્વર્યાએ કાન્સમાં તેના હુસ્નનો જલવો ફેલાવ્યો હતો. નેટવર્થની વાત કરીએ તો ઐશ્વર્યાની કુલ સંપત્તિ 828 કરોડની આસપાસ છે.

પ્રિયંકા ચોપરા

2/5
image

બોલિવૂડ બાદ હોલીવુડમાં નામ કમાઈ રહેલી પ્રિયંકા ચોપરા આ યાદીમાં બીજા નંબર પર છે. અભિનેત્રીના લૂકમાં જ નહીં પરંતુ ડ્રેસિંગ સેન્સમાં પણ સમયની સાથે ઘણો બદલાવ આવ્યો છે. તેનો લુક મિનિટોમાં જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. નેટવર્થની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી લગભગ 580 કરોડની માલિક છે.

આલિયા ભટ્ટ

3/5
image

આલિયા ભટ્ટે પણ ઘણું નામ અને કમાણી કરી છે. તાજેતરમાં મેટ ગાલાના રેડ કાર્પેટ પર ડેબ્યુ અને પછી ગુચી જેવી બ્રાન્ડની પ્રથમ ભારતીય વૈશ્વિક એમ્બેસેડર બની છે. સમાચાર અનુસાર, આલિયાની કુલ સંપત્તિ 557 કરોડની આસપાસ છે.

કરીના કપૂર ખાન

4/5
image

હવે નંબર આવે છે કરીના કપૂર ખાનનો. છેલ્લે 'લાલ સિંહ ચઢ્ઢા' ફિલ્મમાં જોવા મળેલી કરીના કપૂર ખાન પણ ખૂબ જ સ્ટાઇલિશ છે. તે તેના કપડાં અને જીવનશૈલી પર ઘણા પૈસા ખર્ચે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની કુલ સંપત્તિ 440 કરોડની આસપાસ છે.

દીપિકા પાદુકોણ

5/5
image

ટોચની અભિનેત્રીઓની યાદીમાં દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. તાજેતરમાં જ 'પઠાણ'માં જોવા મળેલી આ અભિનેત્રીની કુલ સંપત્તિ 314 કરોડની આસપાસ છે.