કહાનીઃ જ્યારે ભારતમાં બજેટ રજૂ કરનાર નાણામંત્રી પાકિસ્તાનમાં બન્યા પ્રધાનમંત્રી
નાણા મંત્રાલય કોઈપણ દેશ કે સરકાર માટે મહત્વનો વિભાગ છે. નાણામંત્રી તે દેશ કે રાજ્યનું બજેટ રજૂ કરે છે અને બજેટ તે દેશ કે રાજ્યનું ભવિષ્ય નક્કી કરે છે. ભારતમાં એવા ઘણા કેન્દ્રીય નાણામંત્રી રહ્યાં છે જે આગળ ચાલી દેશના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ બન્યા..
લિયાકલ અલી ખાન વચગાળાની સરકારમાં ભારતના નાણામંત્રી હતા. તે એક ભારતીય મુસ્લિમ પોલિટિશન અને અખિલ ભારતીય મુસ્લી લીગના મુખ્ય સભ્ય હતા.
ભારત અને પાકિસ્તાનના વિભાજનમાં લિયાકત અલી ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજા વિશ્વ યુદ્ધ બાદ ભારતને સ્વતંત્ર દેશના રૂપમાં માન્યતા આપવાને લઈને થયેલી વાતચીતમાં લિયાકલ અલી સામેલ હતા.
જ્યારે ભારતના રાજનેતાઓએ મુસ્લિમ લીગ પાસે વચગાળાની સરકારમાં પ્રતિનિધિત્વ માટે પોતાના ઉમેદવારોનું લિસ્ટ મોકલવાનું કહ્યું તો લિયાકલ અલીને કેન્દ્રીય મંત્રીમંડળમાં મુસ્લિમ લીગનું નેતૃત્વ કરવાનું કહેવામાં આવ્યું. આ રીતે પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના નેતૃત્વમાં બનેલી વચગાળાની સરકારમાં લિયાકત અલી ખાનને નાણામંત્રાલય સોંપવામાં આવ્યું હતું.
લિયાકત અલી ખાનને પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાના રાઇટ હેન્ડના રૂપમાં ઓળખવામાં આવતા હતા. પાકિસ્તાન આંદોલન દરમિયાન લિયાકલ અલીએ મોહમ્મદ અલી જિન્ના સાથે અનેક પ્રવાસો કર્યાં હતા.
આ જ કારણ છે કે 1947માં પાકિસ્તાનની રચના પછી લિયાકત અલી પ્રધાનમંત્રી તરીકે જિન્નાહની પહેલી પસંદ હતા. આ રીતે લિયાકત અલી ખાન પાકિસ્તાનના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા.
Trending Photos