ખીસ્સા પર ભારે નહીં પડે Honeymoon, માત્ર 5000 રૂપિયામાં પાર્ટનર સાથે ફરો અહીંયા

બજેટ બનાવ્યા છતાં લગ્નમાં ઘણા બધા પૈસા ખર્ચ થઈ જાય છે, જેના કારણે ઘણા કપલ્સની હનીમૂન ટ્રીપ (Honeymoon Trip) રદ કેન્સલ થઈ જાય છે. હવે ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે અમે કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં માત્ર 5000 રૂપિયામાં આરામથી તમે હનીમૂન (Honeymoon)ને માણી શકો છો.

નવી દિલ્હી: કોરોના કાળ (Corona Era)માં દરેકે લોકો ઘરોમાં બંધ રહેવાની મજબૂર બન્યા હતી. આ સમય દરમિયાન જો કોઈના લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા, તો ઘણા નવા પરણિત યુગલોનું હનીમૂન (Honeymoon Plan) કોરોના (COVID-19)ની ભેટ ચડી ગયું. પરંતુ ખરમાસ (Kharmas) લાગવાથી પહેલા દેશભરમાં લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. લગ્ન બાદ દરેક વ્યક્તિનું હનીમૂન (Honeymoon) પર જવાનું સપનું હોય છે પરંતુ આર્થિક સમસ્યા  (Financial Problem) આ સપનાને વિખેરી નાખે છે. જો તમે તાજેતરમાં જ લગ્ન કર્યા છે અને તમે હનીમૂન ટ્રીપ પર જવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં હનીમૂન (Budget Honeymoon Destinations) ફક્ત 5000 રૂપિયામાં ઉજવવામાં આવી શકે છે.

હનીમૂનમાં ચાર ચાંદ લગાવી દેશે મેક્લોડગંજ

1/4
image

મેક્લોડગંજ (Mcleodganj) તેની સુંદરતા માટે જાણીતું છે. તે ધર્મશાળા નજીક આવેલું છે. અહીં બરફથી ઢંકાયેલ પર્વતો તમને આકર્ષિત કરે છે. તેથી જો તમે ઓછા બજેટમાં હનીમૂન પ્લાન કરી રહ્યા છો તો અહીં જવું એ એક સારો વિકલ્પ છે.

ઉદયપુરમાં યાદગાર રહેશે હનીમૂન ટ્રિપ

2/4
image

જો તમે તમારા હનીમૂનને યાદગાર બનાવવા માંગતા હો, તો પછી ચોક્કસપણે રાજસ્થાનના ઉદયપુર (Udaipur) જરૂર જાઓ. તમે અહીં સુંદર સરોવરો અને ઐતિહાસિક કિલ્લો જોઈને ખુશ થશો. રાજસ્થાનના અન્ય શહેરો કરતા ઉદયપુર ખૂબ સસ્તું છે. અહીં તમારા રોકાણ માટે હોટલનું ભાડુ તમારા ખિસ્સા પર ભારે નહીં આવે.

આગરાની મુલાકાતથી થઈ જશે દિલ ખુશ

3/4
image

તાજમહેલ (Taj Mahal) તેની સુંદરતા માટે વિશ્વભરમાં જાણીતું છે. તાજને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. તાજમહેલ પ્રેમની નિશાની માનવામાં આવે છે. જો તમે લગ્ન પછી હનીમૂનની યોજના કરી રહ્યા છો, તો પછી આગરા જવું શક્ય છે. જ્યારે તમે તમારા જીવનસાથીના હાથમાં હાથ રાખી તાજ જોશો તો તમારું દિલ ખુશ થઈ જશે. આગ્રામાં રહેવું અને ખાવાનું ખૂબ સસ્તું છે. આ સિવાય ફતેહપુર સિકરી અને આગરાનો કિલ્લો જોવાનું ભૂલશો નહીં.

મસૂરી જઇ હનીમૂન બની જશે મસ્ત

4/4
image

જો તમે શિયાળાની સીઝનમાં હનીમૂન (Honeymoon) પ્લાન કરી રહ્યા છો, તો ઉત્તરાખંડમાં મસૂરી (Mussoorie) જવું એ એક સારો વિકલ્પ છે. શિયાળામાં અહીં બરફ પડે છે અને આ જગ્યા મનાલી અને નૈનિતાલ કરતાં સસ્તી છે. મસૂરી જવા માટે પહેલા તમારે દહેરાદૂન જવું પડશે, મસુરી ત્યાંથી લગભગ 40 કિલોમીટર દૂર છે. અહીં બજેટ પ્રમાણે હોટલ સરળતાથી મળી રહે છે.