Sachin, Dhoni અને Akshay સહિતની આ હસ્તીઓ પણ કરે છે પત્નીને કામમાં મદદ, કોઈ Cooking તો કોઈ કરે છે ઘરકામ

ફાલ્ગુની લાખાણી, અમદાવાદઃ Celebs Helps Wives: પત્નીને મદદ કરવામાં નાનમ નથી અનુભવતા આ સેલેબ્સ: 'સર'ના હુલામણના નામથી જાણીતા ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર ફરી એકવાર ચર્ચામાં આવ્યા. પરંતુ આ વખતે પત્ની રિવાબાના કારણે. તાજેતરમાં રિવાબાએ એક કાર્યક્રમમાં કહ્યું કે, પતિ રવિન્દ્ર જાડેજા તેમને ઘરકામમાં મદદ કરે છે. તેમની સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરે છે. ન માત્ર રવિન્દ્ર જાડેજા પરંતુ બોલીવુડ અને ક્રિકેટ જગતના અન્ય પણ એવા સિતારાઓ છે જેઓ પત્ની કે પરિવારને કામમાં મદદ કરતા અચકાતા નથી. 

 

એમ.એસ. ધોની

1/6
image

ધોની જેટલા કૂલ કેપ્ટન છે એટલા જ કૂલ પિતા અને પતિ પણ છે. પત્નીને ધોની(m s dhoni) દરેક કામમાં મદદ કરે છે. એટલું જ નહીં વ્યસ્ત શેડ્યુલ છતા દિકરીના ઉછેરમાં ધોની એટલો જ રસ લે છે. ધોની ઝિવાના વાળ સુકવીને આપતા હોય તેવો ક્યુટ વીડિયો વાયરલ થયો હતો. પત્ની સાક્ષીને દરેક કદમ પર ધોની(m s dhoni) પર્ફેક્ટ બેટર હાફની જેમ સાથ આપે છે.

 

 

Earphone કલાકો સુધી કાનમાં ભરાવી રાખવાની આદત હોય તો ચેતી જજો, નહીંતર આવશે રોવાનો વારો

સચિન તેંડુલકર

2/6
image

ક્રિકેટના ભગવાન અને સૌ કોઈના આદર્શ એવા સચિન તેંડુલકર(sachin tendulkar) ઉત્તમ પિતા પણ છે. પોતાના વ્યસ્ત કરિયર છતા જ્યારે પણ સમય મળે ત્યારે સચિન પત્ની અંજલિની ચોક્કસથી મદદ કરે છે. ઘરની દરેક બાબતો અને બાળકોના ઉછેરમાં પણ સચિન(sachin tendulkar) એટલો જ રસ લે છે.

 

 

Sex Drive વધારવા કરો સોપારી જેવી દેખાતી આ વસ્તુનું સેવન, બેડ પરની મજા થઈ જશે ડબલ

 

રિતેશ દેશમુખ

3/6
image

રિતેશ અને જેનેલિયાની જોડી બોલીવુડની સૌથી ક્યુટ જોડી ગણાય છે. રિતેશ જેનેલિયાની ખૂબ જ સંભાળ રાખે છે. જેનો એક પુરાવો તાજેતરમાં જ મળ્યો. જેનેલિયાના એક હાથમાં ફ્રેક્ચર આવ્યું હોવાથી તેને કામ કરવામમાં મુશ્કેલી પડી રહી છે. આવા સમયે રિતેશ તેમને ખૂબ જ મદદ કરે છે. રિતેશ(riteish deshmukh) જેનેલિયાને વાળ બાંધવામાં મદદ કરતા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો હતો. જેના પરથી સ્પષ્ટ થાય છે કે રિતેશ જેન્ડર ઈક્વાલિટીમાં માને છે અને પત્ની સાથે ખભાથી ખભા મિલાવીને કામ કરે છે.

કાર્તિક આર્યન

4/6
image

બોલીવુડનો ચોકલેટી બૉય કાર્તિક આર્યન(kartik aaryan) પણ પરિવારને ઘરમાં મદદ કરાવે છે. લૉકડાઉનમાં જ્યારે બહેનનો જન્મદિવસ આવ્યો તો કાર્તિક આર્યને તેના માટે ઘરે ખાસ કેક બનાવી હતી. સાથે જ લૉકડાઉન દરમિયાન પરિવારને તેઓ તમામ કામમાં મદદ કરતા હતા.  

ચેતેશ્વર પૂજારા

5/6
image

સૌરાષ્ટ્રના સ્ફોટક બેટ્સમેન ચેતેશ્વર પૂજારા(cheteshwar pujara) પણ પત્નીને ઘરમાં મદદ કરાવે છે. લૉકડાઉનના સમયમાં જ્યારે સૌ કોઈ ઘરમાં બંધ હતા ત્યારે પૂજારા પત્નીને ઘર સાફ કરવામાં મદદ કરતા હતા. પૂજારાએ કહ્યું હતું કે, તેમને રસોઈ ખાસ ફાવતી નથી. પરંતુ બાકીના કામમાં તેમણે પત્નીની મદદ કરી છે.

અક્ષય કુમાર

6/6
image

એ વાત તો જગ જાહેર છે કે ખિલાડી કુમારને જમવાનું બનાવવાનો ખૂબ જ શોખ છે. પત્ની ટ્વિંકલના કહેવા પ્રમાણે અક્ષય(akshay kumar) આંગળા ચાટી જાઓ એટલું સરસ જમવાનું બનાવે છે. સુશી, સાશિમી, થાઈ ફૂડ અક્ષય ખૂબ જ સરસ બનાવે છે. ઘરના કામમાં અને રસોડામાં પણ પત્નીને મદદ કરવામાં અક્ષય પાછળ નથી.