Cristiano Ronaldo એ જાહેરમાં કર્યું કઈંક એવું...Coca-Cola કંપનીને 29,323 કરોડનો પડ્યો ફટકો

સોમવારે માર્કેટ ખુલતા પહેલા કોકોકોલાના એક શેરનો ભાવ 56.10 અમેરિકી ડોલર હતો. પરંતુ ગણતરીની પળોમાં તે ગગડીને 55.22 ડોલર પર પહોંચી ગયો. 
 

કોકા કોલાને પડ્યો ફટકો

1/5
image

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યૂરો કપ 2020ની પ્રેસ કોન્ફરનસમાં કોકા કોલાની બે બોટલો શું હટાવી કે ત્યારબાદ કંપનીની માર્કેટ વેલ્યૂ જ હજારો રૂપિયા ગગડી ગઈ. ક્રિસ્ટિયાનોના આ પગલાંથી કોકાકોલાની માર્કેટ વેલ્યૂમાં 4 બિલિયન એટલે કે 29,323 કરોડ રૂપિયાનો ઘટાડો થઈ ગયો. ખાસ વાત એ છે કે કોકા કોલા કંપની યુરો કપ 2020ની મુખ્ય સ્પોન્સર છે.   

શું છે આખો મામલો

2/5
image

આ આખી ઘટના હંગેરી વિરુદ્ધ પોર્ટુગલની ટીમની યુરો 2020 મેચ પહેલાની છે. સ્ટાર સ્ટ્રાઈકરે પોતાની સામે રાખવામાં આવેલી કોકા કોલાની બે બોટલો હટાવી દીધી અને તેને બનાવનારી કંપની કોકા કોલાને 29,323 કરોડ રૂપિયાનો ચૂનો લાગી ગયો. 

કોકા કોલાની બોટલ જોઈને ભડક્યો રોનાલ્ડો

3/5
image

યૂરો કપની હાલની ચેમ્પિયન ટીમ પોર્ટુગલ છે અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તે પોર્ટુગલની ટીમનો કેપ્ટન છે. આવામાં હંગેરી વિરુદ્ધ મેત અગાઉ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ટેબલ પર કોકા કોલાની બોટલ જોતા જ રોનાલ્ડો વિફરી ગયો. 

પાણી પીવાની આદત નાખો

4/5
image

રોનાલ્ડોએ ગુસ્સામાં કહ્યું કે કોલ્ડ ડ્રિંક નહીં, આપણી પાણી પીવાની આદત પાડવી જોઈએ. અત્રે જણાવવાનું કે 36 વર્ષના રોનાલ્ડ ફિટ રહેવા માટે કોઈ પણ પ્રકારના કોલ્ડ અને એરેટેડ ડ્રિંકથી દૂર રહે છે. તેઓ દુનિયાના સૌથી ફિટ અને સૌથી સફળ ખેલાડીઓમાંથી એક છે.   

શેરના ભાવ ગગડી ગયા

5/5
image

રોનાલ્ડોની આ હરકતથી કંપનીના શેરના ભાવ ધડામ દઈને પડ્યા. સોમવારે માર્કેટ ખુલતા પહેલા કોકોકોલાના એક શેરનો ભાવ 56.10 અમેરિકી ડોલર હતો. પરંતુ ગણતરીની પળોમાં તે ગગડીને 55.22 ડોલર પર પહોંચી ગયો. જેનાથી કોકા કોલાના બજાર મૂલ્યાંકનમાં 4  બિલિયન ડોલર એટલે કે 29,323 કરોડ રૂપિયાનો ઘટાડો થઈ ગયો.