Sky Diving કરતા કપલે કર્યું સેક્સ, Sexually Active મહિલાની ઇચ્છા તેના પાર્ટનરને પડી ભારે

સેક્સ્યુઅલી એક્ટિવ એક કપલે કંઇક નવું કરવાની ઇચ્છામાં હવામાં સેક્સ કરવાનો પ્લાન બનાવ્યો હતો. તેમણે આ પ્લાન પર અમલ તો કર્યો પરંતુ આ આઇડિયા બોયફ્રેન્ડ પર ભારે પડ્યો.

લંડન: સ્કાય ડાઈવિંગ (Sky Diving) દરમિયાન હવામાં સેક્સ (Sex) કરવાનું એક કપલને ભારે પડ્યું. જમીન પર આવતા સમયે મહિલાનું પેરાશૂટ કો ખુલી ગયું પરંતુ પાર્ટનરનું અટવાઈ ગયું. જ્યારે તેનું પેરાશૂટ ખુલ્યું ત્યારે તે જમીનની ખુબજ નજીક આવી ગયો હતો. આવી સ્થિતિમાં તે વધુ ઝડપથી જમીન પર પટકાયો હતો. આભાર કે નીચે જમીન પોચી હતી. જેના કારણે માત્ર પાર્ટનરનું નાક તૂટી ગયું અને તે મોતના મુખમાંથી બહાર આવી ગયો.

સેક્સ્યુઅલી એક્ટિવ છે પાર્ટનર

1/5
image

ધ સનના અહેવાલ મુજબ, આ ઘટના બ્રિટનમાં રહેતા William અને તેની ગર્લફ્રેન્ડ Leslie સાથે બની હતી. એક ઇન્ટરવ્યૂમાં ગર્લફ્રેન્ડ Leslie એ કબૂલાત કરી હતી કે તે સેક્સ્યુઅલી એક્ટિવ છે. તેના મગજમાં સેક્સ (Sex) વિશે નવા આઇડિયા આવતા રહે છે. તેની સેક્સ લાઇફમાં કંઇક નવું કરવા માટે તેણે William ની સામે હવામાં સેક્સ કરવાનો આઇડિયા મૂક્યો. William ને આ આઇડિયા ગમ્યો અને તેણે હા પાડી.

'ઈન્ટીમેટ ક્ષણો'માં બંને થયા મદહોશ

2/5
image

ત્યારબાદ બંનેએ એક સ્કાય ડાઇવિંગ ક્લબનો સંપર્ક કર્યો. વિમાનમાંથી કૂદતા પહેલા બંનેએ એકબીજાને સ્મૂચ કિસ કરી. ત્યારબાદ બંને એક સાથે ઉડતા વિમાનથી નીચે કૂદી ગયા હતા. થોડા નીચે આવતાની સાથે જ બંનેએ હવામાં સેક્સ્યુઅલ એક્ટ શરૂ કર્યું હતું. 'ઈન્ટીમેટ ક્ષણો'માં બંને એટલા મદહોશ થઈ ગયા હતા કે, તેમને ધ્યાન ન રહ્યું કે તેઓ જમીનની નજીક પહોંચવાના છે. સેક્સ કરતી વખતે અચાનક William ની નજર નીચે પડી, તે જમીનથી ખુબજ નજીક પહોંચી ગયા હતા.

ગભરાટમાં પેરાશૂટ ખોલવાનું ભૂલ્યા

3/5
image

ગભરાટમાં વિલિયમે તેની પાર્ટનર Leslie નું પેરાશૂટ ઓપન કર્યું અને તે હવામાં ઉપર ઉઠી ગઈ. ત્યારબાદ William એ પોતાનું પેરાશૂટ ખોલ્યું. તેનું પેરાશૂટ ઓપન થયાને થોડી જ સેકન્ડ થઈ હતી કે, તે જમીન પર પહોંચી ગયો. વધુ ઝડપે નીચે આવવાના કારણે તે મોઢાના ભાગે જમીન પર પટકાયો, જેના કારણે તેનું નાક તૂટી ગયું. આભાર કે નીચેની જમીન પોચી હતી. જેના કારણે તેને બહુ ઈજા થઈ નહીં. તે જ સમયે Leslie પણ પેરાશૂટની મદદથી નીચે આવી ગઈ.

વિલિયમના શરીરમાં હજી પણ દુખાવો

4/5
image

William ને હજી પણ તેના નાક સહિત શરીરના ઘણા ભાગોમાં દુખાવો છે. આ સાથે તે તેની સેક્સ લાઇફના ભવિષ્ય વિશે પણ ચિંતિત છે. William કહે છે કે તેને ખાસ કરીને સ્કાય ડાઇવિંગનો શોખ ન હતો પરંતુ તેની પાર્ટનર આવું કરવા માંગતી હતી. તેથી તેણે તેની ખુશી માટે આ બધું કર્યું. આ એક્ટમાં ખુશી હતી પરંતુ તે તેના માટે ખૂબ જોખમી સાબિત થયું.

'મને લાગ્યું કે વિલિયમનું મોત થઈ ગયું'

5/5
image

Leslie એ કહ્યું કે જ્યારે વિલિયમ નીચે પડ્યો ત્યારે તેણે વિચાર્યું કે તેનું મોત થઈ ગયું છે. તે જમીન પર સંપૂર્ણપણે બેભાન હતો. જ્યારે તેણે નીચે ઉતર્યું અને વિલિયમને હલાવ્યો, ત્યારે જાણવા મળ્યું કે તેનું માત્ર નાક તૂટી ગયું હતું અને તે જીવતો હતો. વિલિયમની સારવાર કરનારા ડોકટરો કહે છે કે તેના આંતરિક અવયવોમાં ઈજાઓ પહોંચી છે. તેથી હવે તેને જીવનમાં ખૂબ કાળજી લેવી પડશે.