રાશિફળ 11 ફેબ્રુઆરી: આજે મૌની અમાસ પર છે મહાસંયોગ, આ કાર્ય કરવાથી થશે ખુબ ઉન્નતિ, જાણો કેવો રહેશે દિવસ

આજે ગુરુવાર અને 11 ફેબ્રુઆરી 2021નો દિવસ છે. હિન્દુ ધર્મમાં વિશેષ માન્યતા રાખનારા મહા માસમાં આજે મૌની અમાવસ્યા છે. આ દિવસને ખુબ શુભ ગણવામાં આવે છે. આજે લાખો શ્રદ્ધાળુઓ હરિદ્વારમાં આસ્થાની ડુબકી પણ લગાવે છે.

Feb 11, 2021, 08:55 AM IST

નવી દિલ્હી: આજે ગુરુવાર અને 11 ફેબ્રુઆરી 2021નો દિવસ છે. હિન્દુ ધર્મમાં વિશેષ માન્યતા રાખનારા મહા માસમાં આજે મૌની અમાવસ્યા છે. આ દિવસને ખુબ શુભ ગણવામાં આવે છે. આજે લાખો શ્રદ્ધાળુઓ હરિદ્વારમાં આસ્થાની ડુબકી પણ લગાવે છે. મૌની અમાવસ્યા પર ગ્રહોનો વિશેષ સંયોગ બની રહ્યો છે. આ દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાં છે અને મકર રાશિમાં એક સાથે 6 ગ્રહો સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર અને શનિની હાજરીથી એક મહાસંયોગ બની રહ્યો છે. જેને મહોદય યોગ કહે છે. એવી માન્યતા છે કે મહોદય યોગમાં કુંભમાં ડુબકી લગાવવાથી અને ગંગાજળથી સ્નાન કરવાથી શુભ ફળ મળે છે. 10 ફેબ્રુઆરી 2021 રાતે 1:48થી મૌની અમાસ ચાલુ થઈ ગઈ જે 11 ફેબ્રુઆરી 2021 રાતે 12:37 સુધી રહેશે. ઉદય તિથિ હોવાના કારણે 11 ફેબ્રુઆરી ગુરુવારે આખો દિવસ મૌની અમાસ રહેશે. અને દિવસમાં 2:05 વાગ્યા સુધીમાં મહોદય યોગ અને પુણ્યકાળ રહેશે. આ દરમિયાન ગંગામાં સ્નાન કરવું ખુબ શુભ રહેશે. એવી માન્યતા છે કે મૌની અમાસ પર ગંગા, યુમાના અને સરસ્વતી નદીઓમાં દેવતાઓનો વાસ હોય છે. આથી નદીઓમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે કરાયેલું દાન પુણ્ય સો ગણું ફળ આપે છે. શક્તિ મુજબ તલના લાડુ, તલનું તેલ, આમળા, ગરમ કપડાં વગેરેનું દાન કરવું જોઈએ. આજના દિવસે સ્નાન કર્યા બાદ મૌન વ્રત રાખીને પિતૃઓનું ધ્યાન ધરી સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આમ કરવાથી શાંત મનથી ઈશ્વરનું ધ્યાન ધરી શકાય અને ખરાબ વિચાર મનમાં આવતા નથી. નકારાત્મકતા દૂર રહે છે. આવામાં કઈ રાશિ માટે કેવો રહેશે દિવસ અને શું મળશે ફળદોષ તે ખાસ જાણો.

1/12

મેષ

મેષ

મેષ- ધનલાભ થઈ શકે છે. લાંબા સમય સુધી ચાલે તેવા કામથી ફાયદો થશે. અનેક પ્રકારના રોચક વિચારો અને યોજનાઓ આજે બની શકે છે. અપરણિત લોકોના વિવાહ નક્કી થઈ શકે છે. તમે બુદ્ધિથી તમારા કામ પૂરા કરાવી શકો છો. પોતાને સાબિત કરીને બતાવશો. મિત્રો અને પરિવારનો સહયોગ મળવાના યોગ છે. કોઈ સારા સમાચાર પણ તમને મળી શકે છે. આજે તમે ખુશ થશો. બેરોજગારો માટે સારો દિવસ છે. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- કાર્યક્ષેત્રમાં આજે તમે નવી યોજનાઓ પર કામ કરશો. જેમાં યશ અને વૃદ્ધિ મળશે. ધાર્મિક જગ્યાઓ પર જવાથી મનને શાંતિ અને આરામ મળશે. કોઈ કાનૂની વિવાદમાં તમને સફળતા મળશે. આ સાથે જ ટ્રાન્સફરની યોજના સફળ થઈ શકે છે. અનેક અડચણો બાદ પણ પરાક્રમ દેખાડવાની તક મળશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. 

3/12

મિથુન

મિથુન

મિથુન- આજે તમે મનને શાંતિ આપનારું કામ કરશો. જેમાં તમારી ક્રિએટિવિટી જોવા મળે. બિઝનેસમાં આગળ વધવા માટે નવી યોજનાઓ દિમાગમાં આવશે. કાર્યાલયમાં આજે તમારા માટે અનુકૂળ માહોલ બનશે જેમાં તમારા સિનિયર અને સાથીઓ સહયોગ કરશે. પરિવારના સભ્યો સાથે ભવિષ્યની યોજનાઓ પર વિચાર કરશો. લવ લાઈફ સામાન્ય રહેશે. 

4/12

કર્ક

કર્ક

કર્ક- અનેક જવાબદારીઓમાં વ્યસ્ત રહેશો. આજે જે પણ કાર્ય કરશો તેનું ફળ તે જ  સમયે મળી જશે. ઘરના તમામ અધૂરા કાર્યો આજે પૂરા કરી લેશો અને સભ્યોની સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ કરશો. મકાનના નક્શામાં કોઈ ફેરફાર થઈ શકે છે. વિવાહ પ્રસ્તાવ મળી શકે છે. નોકરીયાતો અને બિઝનેસ કરનારાઓને આવકના નવા સોર્સ મળી શકે છે. કરજમાંથી મુક્તિ મળશે અને કાર્યમાં સુધાર જોવા મળશે. 

5/12

સિંહ

સિંહ

સિંહ- કાર્યક્ષેત્રે થનારા મોટા કામના પરિણામ સામે આવી શકે છે. નવો પ્રેમ સંબંધ શરૂ થશે. દિમાગમાં પૈસાને લઈને કોઈ પ્લાનિંગ ચાલશે. જૂના મિત્રને મળવાના યોગ છે. કામ અંગે મુસાફરી થઈ શકે છે. પ્રેમી માટે પઝેસિવ બનશો.

6/12

કન્યા

કન્યા

કન્યા- બિઝનેસમાં પ્રગતિના યોગ. મહત્વકાંક્ષા વધશે. યાત્રાના યોગ છે. કાર્યક્ષેત્રે મુશ્કેલીઓ ઓછી થશે. કેટલાક કામો પૂરા પણ થશે. સારા અનુભવ કરશો. આસપાસ કે સાથેના લોકોને તમારી જરૂર પડી શકે છે.   

7/12

તુલા

તુલા

તુલા- તમારું ધ્યાન પરિવાર અને પૈસા પર રહેશે. તકનો ફાયદો ઉઠાવશો. સરળતાથી કામ પતશે. ચીજો ધીરે ધીરે તમારા ફેવરમાં થશે. ધનલાભના યોગ છે. ઓફિસમાં કોઈ પુરસ્કાર કે સન્માન મળી શકે છે. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- ડિસ્ટર્બ થયા વગર કામ કરવાની ક્ષમતાના કારણે કામ પૂરા થશે. બોસ સાથે કોઈ ખાસ મામલે વાતચીત થશે. વિવાહ પ્રસ્તાવ મળશે. નવા મિત્રો બનશે. મન પ્રસન્ન રહેશે. બધા સાથે પ્રેમાળ વ્યવહાર રાખશો. 

9/12

ધનુ

ધનુ

ધનુ- નવી જમીન કે મકાન ખરીદવાનો વિચાર આવી શકે છે. કામકાજમાં સફળ થશો. વિચારેલા કામો પૂરા કરી લો તો સારું. કોઈ એવી યોજના સામે આવી શકે છે જેનાથી પ્રસિદ્ધિ વધે. અટવાયેલા નાણા મળશે. 

10/12

મકર

મકર

મકર- ટેક્નિકલ કે ભાવનાત્મક સમસ્યાઓ ઉકેલાશે. મનમાં ચાલતો તણાવ ખતમ થવાના યોગ છે. જે ચીજો વાસ્તવમાં ખાસ છે તેના માટે કોઈ સમાધાન કરવાની જરૂર નથી. અચાનક કોઈ નિર્ણય લઈ શકો છો. જવાબદારી વધશે. 

11/12

કુંભ

કુંભ

કુંભ- ખુશખબર મળી શકે છે. અધૂરા અને અટવાયેલા કામો પતાવવા માટે સારો દિવસ છે. રોજબરોજના કામોથી ફાયદો થઈ શકે છે. કોઈ સહકર્મી સાથે મળીને કરેલા કામમાં સફળતા મળશે. સામાજિક કામોમાં સફળતા મળી શકે.

12/12

મીન

મીન

મીન- આગળ વધવા માટે તમને એકથી વધુ અવસર મળી શકે છે. પૈસા મામલે બારીકાઈથી વિચારો. સકારાત્મકતા રાખો. કેટલાક ખાસ કામ પૂરા થશે. કોઈ નવી વ્યક્તિ માટે આકર્ષણ અનુભવશો. કોન્ફિડન્સ સાથે કામ પતાવશો.