Daily Horoscope 22 માર્ચ: મેષ, કર્ક, કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ, પણ આ લોકો રહે સાવધ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Daily Horoscope 22 March 2021 (By Astro Friend Chirag – Blessed Son of Astrologer Bejan Daruwalla): ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ

1/12
image

મેષ: ગણેશજી કહે છે, આજે સફળતા દાયક સમય છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કોઇ મહત્ત્વના કામ પૂર્ણ થશે. તમે દરેક મુશ્કેલ લક્ષ્યને મહેનત દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. કોઇપણ પ્રકારનો નિર્ણય લેવામાં જીવનસાથીની સલાહ લાભદાયક રહેશે. આર્થિક સ્થિતને સારી જાળવી રાખવા માટે અનેક અવસર મળશે. કોઇ મિત્ર કે સંબંધી તમારી ભાવનાઓનો ખોટો ફાયદો પણ ઉઠાવી શકે છે.

વૃષભ

2/12
image

વૃષભ: ગણેશજી કહે છે, કોઇ મહત્વપૂર્ણ વ્યક્તિના સહયોગથી તમારું કોઇ કામ પૂર્ણ થઇ શકે છે. બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસના લોકોએ બેદરકારી ન કરવી. જો કોઇ પ્રકારના પરિવર્તનને લગતી કોઇ યોજના બની રહી છે, તો આજે તેના અંગે મહત્વપૂર્ણ વાતચીત સંભવ છે. આજે ઇમોશનલ થવાની જગ્યાએ પ્રેક્ટિકલ વિચાર રાખવા તમારા માટે લાભદાયક રહેશે.

મિથુન

3/12
image

મિથુન: ગણેશજી કહે છે, પ્રોપર્ટીને લગતાં કોઇપણ કામ કરતી સમયે દસ્તાવેજનો યોગ્ય અભ્યાસ કરો. આળસ છોડીને પૂર્ણ ઊર્જા અને આત્મવિશ્વાસ સાથે તમારા કાર્યો કરો. પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે સહયોગ રહેશે. વિદ્યાર્થીઓની પોતાના અભ્યાસ પ્રત્યે એકાગ્રતા તેમને સફળતા આપશે. સમય તમારા માટે નવી સફળતા બનાવી રહ્યો છે.

કર્ક

4/12
image

કર્ક: ગણેશજી કહે છે, વિચારોમાં નકારાત્મકતા આવવા દેશો નહીં. આજે તમારા કામ પ્રત્યે પૂર્ણ સમર્પણ તથા અનેક કાર્યોનો ઉકેલ મેળવવામાં સક્ષમ રહેશો. તમારી યોજના અને કાર્યોમાં જીવનસાથીની સલાહ લો. કોઇ સમાજ સેવી સંસ્થામાં તમારું વિશેષ યોગદાન અને નિષ્ઠાના કારણે માન-સન્માન વધારો થશે. આજે યુવા તથા વિદ્યાર્થીઓને કોઇ વિશેષ કાર્યમાં સફળતા મળશે.

સિંહ

5/12
image

સિંહ: ગણેશજી કહે છે, પરિવારના લોકો સાથે ઘરની વ્યવસ્થા તથા સજાવટને લઇને યોજના બનશે. માનસિક અને આત્મિક સુખ-શાંતિનો અનુભવ કરશો. વ્યવસાયિક કાર્યમાં કોઇપણ પ્રકારની બેદરકારી ન કરશો. તમારી પ્રતિભા અને ઊર્જા દ્વારા દરેક પડકારનો સ્વીકાર કરવો તમને વિજય પ્રાપ્ત કરાવશે.

કન્યા

6/12
image

કન્યા: ગણેશજી કહે છે, આજે પ્રેમ સંબંધો વધારે ગાઢ બનશે. આરામ મેળવવાની ઇચ્છામાં થોડો સમય મનોરંજનને લગતાં કાર્યોમાં પસાર થશે. કોઇ મોટો ઓર્ડર પણ મળવાની સંભાવના છે. આજે તમારું પ્રભાવશાળી વ્યક્તિત્વ લોકોને તમારા તરફ આકર્ષિત કરશે. કાર્યક્ષેત્રમાં કાર્ય યોગ્ય રીતે ચાલતાં રહેશે. ભરપૂર ઊંઘ ન લઇ શકવાના કારણે થાક રહેશે.

તુલા

7/12
image

તુલા: ગણેશજી કહે છે, આજે વ્યવસાયમાં બધા નિર્ણય જાતે જ કરો. તમે તમારી કાર્ય કરવાની રીતમાં જે પરિવર્તન કર્યું છે, તે તમારા માટે લાભદાયી રહેશે. જીવનસાથી તથા પરિવારના લોકો સાથે પ્રેમ જળવાયેલો રહેશે. આજે મોટાભાગનો સમય બહારની ગતિવિધિઓમાં પસાર થશે. યોજનાબદ્ધ રીતે પોતાના કાર્યને પૂર્ણ કરો.  

વૃશ્ચિક

8/12
image

વૃશ્ચિક: ગણેશજી કહે છે, આજે યુવા વર્ગને કોઇ કામને લગતું પહેલું પેમેન્ટ આવવાથી પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે આરામ તથા પરિવાર સાથે પસાર કરવાના મૂડમાં રહેશો. કોઇ નજીકના વ્યક્તિ સાથે વાદ-વિવાદ થવાની સંભાવના છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. ધર્મ, કર્મ અને અધ્યાત્મમાં વિશ્વાસ જાળવી રાખશો.

ધનુ

9/12
image

ધનુ: ગણેશજી કહે છે, તમારા કોઇ મહત્વપૂર્ણ બનતાં કામમાં મુશ્કેલી આવી શકે છે. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં તમે સક્ષમ રહેશો. જો ઘરમાં સુધારને લગતી કોઇ યોજના બની રહી છે તો વાસ્તુને લગતા નિયમોનું પાલન કરો. પતિ-પત્નીમાં થોડા વિવાદની સ્થિતિ બની શકે છે. પોતાને ભાવનાત્મક રૂપથી મજબૂત અનુભવ કરશો.

મકર

10/12
image

મકર: ગણેશજી કહે છે, આજે કામ વધારે રહેશે. કાર્યક્ષેત્રમાં વધારે વ્યસ્તતા જળવાયેલી રહેશે. તેમને એકાગ્રચિત્ત થઇને પૂર્ણ કરવાની કોશિશ કરો, તમને તેના શુભ પરિણામ પણ પ્રાપ્ત થશે. કોઇ લાભદાયક નજીકની યાત્રા પણ શક્ય છે. ઘર-પરિવારમાં વધારે દખલ કરશો નહીં.

કુંભ

11/12
image

કુંભ: ગણેશજી કહે છે, અન્ય ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપો. ખર્ચ વધારે રહેવાના કારણે આર્થિક પરેશાની થઇ શકે છે. ઘરમાં કોઇ લગ્ન યોગ્ય સભ્ય માટે યોગ્ય સંબંધ આવી શકે છે. વ્યસ્ત હોવા છતાં તમે થોડો સમય પરિવારના લોકો સાથે પણ પસાર કરશો. નવી વસ્તુ કે નવી ગાડીની ખરીદદારીને લગતી યોજના પણ બનશે.

મીન

12/12
image

મીન: ગણેશજી કહે છે, આ સમયે બિનજરૂરી ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. વર્તમાન સમયમાં કાર્યક્ષેત્રમાં જે કામ ચાલી રહ્યું છે, તે યોગ્ય રીતે પૂર્ણ થઇ જશે. બાળકના અભ્યાસને લઇને અથવા કરિયરને લઈને કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે.