રાશિફળ 7 નવેમ્બર: સિંહ રાશિના લોકોએ આરોગ્ય બાબતે સાવચેતી રાખવી, મકર રાશિ માટે સુખદ દિવસ

Daily Horoscope 7 November 2023: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ

1/12
image

ગણેશજી કહે છે, આજે તમે મહત્વની કોઇ યોજના શરુ કરશો. યોજના સફળતાથી પૂર્ણ થતાં એકાદ વર્ષનો લાંબો સમય લાગી શકે છે. આ સમય દરમિયાન તણાવથી દૂર રહીને કામ પર ધ્યાન આપજો. આજે ધનલાભના યોગ છે, પરંતુ આરોગ્ય અને રોકાણ સંબંધી મુદ્દાઓ પર ખાસ ધ્યાન રાખજો.  

વૃષભ

2/12
image

ગણેશજી કહે છે, આજે તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે. બની શકે છે કે એના લીધે જીવનમાં કપરો સમય આવે, પરંતુ યાદ રાખજો દરેક રાતનો દિવસ ઉગે છે. આથી ધીરજ રાખજો અને સહજતાથી આગળ વધજો. આ સમય પણ વીતિ જશે.  

મિથુન

3/12
image

ગણેશજી કહે છે, આજે તમે પ્રસન્ન રહેશો. ઘર હોય કે ઓફિસ આજે દરેક સ્થળે તમે આરામદાયક અને વૈભવી વાતાવરણનો લાભ ઉઠાવશો. ધનપ્રાપ્તિથી આજે સંતોષ અનુભવશો. સંધ્યાકાળે પરિવાર અને મિત્રો માટે ઉદાર વર્તન રાખશો. હાલમાં જમીન અને સંપત્તિ માટે રોકાણ કરવું ફાયદાકારક રહેશે.  

કર્ક

4/12
image

ગણેશજી કહે છે, સહકર્મચારીઓના સહયોગથી આજે તમે કોઇ મોટુ કામ સફળતાથી પાર પાડી શકશો. આ સિવાય આજે કોઇ વરિષ્ઠ વ્યક્તિના સામેલ થવાથી લાંબા સમયથી ચાલતો પારિવારિક વિવાદનો અંત આવી શકે છે. તમારી રચનાત્મક ક્ષમતામાં વધારો થશે.  

સિંહ

5/12
image

ગણેશજી કહે છે, આજે આરોગ્ય બાબતે સાવચેતી રાખજો અને અનિયમિત ભોજન પર અંકુશ રાખજો. ધ્યાનમાં રાખજો કે કોઇપણ વસ્તુની અતિશિયોક્તિ નુકસાન કરી શકે છે. આજે સંધ્યાકાળથી રાત સુધી કોઇ સામાજિક કાર્યમાં સામેલ થવું પડે. પરિવાર તરફથી સહયોગ અને પ્રેમ મળશે.  

કન્યા

6/12
image

ગણેશજી કહે છે, આજે અંગત સંબંધ પ્રેમભર્યો અને સહયોગવાળો રહેશે. આરોગ્ય સારું રહેવાથી અલગ-અલગ કાર્યોમાં સક્રિયતાથી ભાગ લઇ શકશો. પાર્ટનર સાથે મળીને તમે સંસાધનો ભેગા કરવામાં સફળ રહેશો. સંધ્યાકાળનો સમય કોઇ ધાર્મિક કાર્યના આયોજનમાં પસાર થઇ શકે છે.  

તુલા

7/12
image

ગણેશજી કહે છે, આજે આશાઓ પૂરી ના થતાં બેચેની રહી શકે છે. અંગત સંબંધોમાં પણ વિખવાદ ઉભો થઇ શકે છે. આજે એક વાતની સ્વીકારી લેજો કે જીવનમાં જ્યારે પણ તમને જરુર પડશે ત્યારે પારિવારિક સંબંધો મો ફેરવી લેશે. આનાથી નાસીપાસ ના થતા અને ધીરજ રાખજો.   

વૃશ્ચિક

8/12
image

ગણેશજી કહે છે, આજે ત્રિકોણીય વ્યાપારી ભાગીદારી કે સંબંધોથી લાભ મળી શકે છે, પરંતુ અંગત સંબંધોમાં ત્રિકોણીય સંબંધો તમારા જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. તમારા માટે સારું એ જ રહેશે કે તમામ ભૂમિકાને અલગ-અલગ રાખો. નહીં તો પડકારો આવી શકે છે.  

ધન

9/12
image

ગણેશજી કહે છે, આજે સ્વાસ્થ અને નાણાંકીય બાબતે ખાસ ધ્યાન રાખવાની જરુર છે. બીજા લોકોના કામ માટે વધારે પડતી શક્તિ કે ઉર્જાનો વ્યય ના કરશો, કારણ કે આવા લોકો એક પછી એક મદદ માંગતા જ રહેશે. કોઇ જૂના મિત્ર સાથે થયેલી વાત તમને પ્રસન્ન રાખશે.   

મકર

10/12
image

ગણેશજી કહે છે, જીવનના ખરાબ અનુભવોથી શીખ લેજો. ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં આગળ વધજો. આજે કામના સ્થળે અણધાર્યા ફેરફાર થવાની સંભાવના રહેલી છે. જે તમારા માટે શુભ સાબિત થઇ શક છે. પરિવારમાંથી સુખદ સમાચાર મળી શકે છે. 

કુંભ

11/12
image

ગણેશજી કહે છે, આજે શારીરિક કે માનસિક રીતે હેરાન હોવા છતાંય તમે જે કામ સાહસ સાથે કરશો એમાં સફળતા મેળવશો. ઓફિસ અને ઘરે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. બપોર પછી પરિસ્થિતિઓ સુધરતી જોવા મળશે. કોઇ નવા વ્યક્તિને ધંધામાં સામેલ કરતાં પહેલાં એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી.  

મીન

12/12
image

ગણેશજી કહે છે, આજે તમારું ભાગ્ય મહત્વની ભૂમિકા ભજવશે. જીવનના તમામ ક્ષેત્રોમાં તમે પ્રગતિની દિશા પર આગળ વધશો. તમારા કામને લઇને મહત્વના નિર્ણયો અને પેમેન્ટ મળ્યા પછી વ્યવસાયમાં આગળ વધશો. ભૂતકાળમાં જેને શોધી રહ્યા હતા તે યોગ્ય વ્યક્તિ અને ઉજ્જવળ તક આજે તમને મળી શકે છે.