Hair Care Tips: Dandruff થી પરેશાન છો? કેમ થાય છે આ સમસ્યા? જાણો કાયમી ઈલાજ
નવી દિલ્લીઃ Dandruff અને વાળમાં રુશી એ એવી સમસ્યા છે જેનાથી મોટા ભાગના લોકો પીડિતા હોય છે. Dandruffના લીધે ઘણી વખતે તમારું બહાર આવવું-જવું પણ મુશ્કેલ બની જાય છે. આનાથી છૂટકારો મેળવવા લોકો અવનવા નુસ્ખા અપનાવતા હોય છે. પરંતુ કેટલીક વખત સમસ્યા હલ નથી થતી. અને વારંવાર વાળમાં Dandruffની સમસ્યા થાય છે. તો જાણો કેમ થાય છે Dandruffની સમસ્યા અને કેવી રીતે મળેવી શકાય કાયમી છૂટકારો.
ફંગસના કારણે થાય છે Dandruff
Dandruff માટે મુખ્ય રૂપે એક ફંગસ માલસેઝિઆ ગ્લોબોસા જવાબદાર છે. આ ફંગસ આપણી ચામડી અને આપણા વાળનો તેલ શોષી લે છે. સાથે જ તેનાથી ઓલેઇક એસિડની સમસ્યા વધે છે. જેના કારણે ચામડીમાં ખજવાળ આવે છે. આ પ્રતિરક્ષા પ્રક્રિયા રોકી લે છે જેથી વાળમાંથી સૂકાયેલી ચામડી નીકળવા લાગે છે.
વધુ ચિંતા Dandruffને આપે છે આમંત્રણ
Dandruffની સમસ્યા માટે ચિંતા પણ કારણ હોય શકે છે. ઠંડા હવામાનમાં Dandruffની સમસ્યા વધી જાય છે. થી આ સિઝનમાં વાળની ખાસ સારસંભાળ રાખવી જોઈએ. ઓઈલી વાળના લીધે માથાની ચામડી ચીકણી થઈ જાય છે. જેથી વાળમાં ધૂળ સહિતની ગંદકી જમા થઈ જાય છે. વધારે પડતો તળેલો ખોરાક ખાવાથી પણ વાળમાં તેલ આવી જાય છે. જેથી Dandruff માટે જવાબદાર બને છે. એટલું જ નહીં પણ થાયરોડના લીધે પણ Dandruffની સમસ્યા વધી શકે છે. થાયરોડથી વાળની ચામડી સૂકી થઈ જાય છે અને વાળ ખરવા લાગે છે.
તેલ લગાવવું સારું છે કે નહીં
વાયુ પ્રદૂષણ Dandruffની સમસ્યામાં વધારો કરે છે. જો કે સૂર્યની યૂવી કિરણો આ સ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. Dandruffની સમસ્યાથી છૂટકારો મેળવવા સ્કેલ્પમાં તેલ લગાવવું બિલકુલ સારી બાબત નથી. આવું કરવાથી વાળ ચીકાસવાળા થઈ જાય છે. સાથે ફંગસ વાળમાંથી તેલને શોષી લે છે. જેથી Dandruffની સમસ્યા વધે છે.
Scalp સૂકાવા લાગે છે
Dandruffની સમસ્યાથી Scalpમાં સૂકાપણું લાગે છે. ખજવાળની પણ સમસ્યા વધી જાય છે. જો Dandruffની સમસ્યા ખુબ જ વધી જાય તો અંદાજે એક મહિના સુધી એન્ટી Dandruff શૈંપૂનો ઉપયોગ કરવો હિતાવહ છે.
એન્ટી ફંગલ શૈંપૂનો ઉપયોગ કરો
Dandruffની સમસ્યાથી સુરક્ષા મેળવવા એન્ટી ફંગલ શૈંપૂનો ઉપયોગ કરી શકો છો. જો કે આની અસર થોડા સમય પુરતી જ રહે છે. સમયાંતરે આને વારંવાર લગાવતું રહેવું પડે છે. જિંક, પાયરીથિયોન, સૈલીસીલિક એસિડ, સેલેયમ સલ્ફાઈડ, કીટોકોનાજોલ, કોલ ટાર શૈંપૂનો પણ ઉપયોગ કરી શકાય છે.
Trending Photos