Diwali Special : કેન્ડલ્સની આ વેરાયટી જોઈને તમારું દિલ પણ મીણની જેમ પીગળી જશે, જુઓ Photos

આ વર્ષે વોકલ ફોર લોકલનું વલણ લોકો અપનાવી રહ્યા છે. ત્યારે હોમમેડ કેન્ડલ્સ પર લોકોની ચોઈસ ઉતરી છે

Oct 28, 2021, 11:40 AM IST

આશ્કા જાની/અમદાવાદ :દિવાળી આવી એટલે ગિફ્ટની સીઝન આવી. દિવાળી (Diwali 2021) એ સગાસંબંધીઓને, પ્રોફેશનલ્સને તેમના ગ્રાહકોને તથા કંપનીઓને પોતાના કર્મચારીઓને ગિફ્ટ (diwali gift) આપવાની હોય છે. આવામાં ઓપ્શન તો અનેક હોય છે. પણ કલરિંગ કેન્ડલ્સ પર લોકોની ચોઈસ વધુ ઉતરતી હોય છે. ત્યારે આ વર્ષે દિવાળીમાં કેન્ડલ્સ લઈ અનેક વેરાયટીઓ જોવા મળી રહી છે. આ વર્ષે માર્કેટમાં બેલ જાર, કોપર જાર, મેટલ જાર, ક્રોકિંટ જાર અને વિવિધ ફેંગરન્સવાળી પિલર કેન્ડલ (candles) ની અનેક વેરાયટી જોવા મળી રહી છે. સાથે જ તેનુ પેકિંગ એટલુ આકર્ષક રીતે કરાય છે કે, જોનાર પણ પીઘળી જાય. ગિફ્ટ હેમ્પર્સમાં માટીની પ્લેટ ગણપતિ કેન્ડલ અને ચોકલેટ મૂકવામાં આવે છે. સાથે જ કોક્રિં અને વુડન હેમ્પર્સની પણ ડિમાન્ડ વધી છે. કેન્ડલ્સની કિંમત પર નજર કરીએ તો, રૂપિયા 40 થી લઈ 800 સુધીની કેન્ડલ્સ મળે છે. જ્યારે હેમ્પર્સમાં રૂપિયા 400 થી 5000 સુધીના ઉપલબ્ધ છે. જેની ડિમાન્ડ પણ વધારે જોવા મળી રહી છે. આ વર્ષે વોકલ ફોર લોકલનું વલણ લોકો અપનાવી રહ્યા છે. ત્યારે હોમમેડ કેન્ડલ્સ પર લોકોની ચોઈસ ઉતરી છે. જોકે, બીજી તરફ, મોંઘવારીની અસર કેન્ડલ્સના ભાવ પર પણ જોવા મળી રહી છે. 
 

1/7

2/7

3/7

4/7

5/7

6/7

7/7