Lakshmi Ji Favourite Things: દિવાળીના પૂજનમાં સામેલ કરો લક્ષ્મીની આ પ્રિય વસ્તુ, પ્રસન્ન થઈને માં પૂરી કરશે ઈચ્છા

આ છે પ્રિય ફળ

1/4
image

બધા દેવી-દેવતાઓને અલગ-અલગ વસ્તુઓ પ્રિય હોય છે. માં લક્ષ્મીને ફળમાં નાળિયેર પસંદ છે. કહેવામાં આવે છે કે પૂજામાં નાળિયેરની સ્થાપના વગર પૂજા અધુરી માનવામાં આવે છે. તમે દિવાળીની પૂજામાં નાળિયેર જરૂર સામેલ કરો. નાળિયેરને માં લક્ષ્મીનું પ્રિય ફળ કહેવામાં આવે છે. આ સિવાય નાળિયેરના લાડુ, કાચુ નાળિયર અને પાણી ભરેલું નાળિયેર અર્પિત કરી શકાય છે. 

ધનની દેવીનો પ્રિય કલર

2/4
image

આમ તો વર્ષમાં ઘણા અવસર આવે છે, જ્યારે માં લક્ષ્મીની પૂજાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ આ બધા તહેવારોમાં દિવાળી સૌથી ખાસ છે. આ મહિનો માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. કહેવાય છે કે દિવાળી પર માં લક્ષ્મી ધરતી પર ભક્તોની વચ્ચે હોય છે અને તેની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને ફળ આપે છે. તેવામાં માં લક્ષ્મીનો પ્રિય રંગ ગુલાબી છે. આ દરમિયાન તમે માં લક્ષ્મીને ગુલાબી વસ્ત્રો અર્પિત કરી શકો છો. 

માં લક્ષ્મીનું પ્રિય ફૂલ

3/4
image

દેવી-દેવતાઓની પૂજાના સમયે તેમને તાજા અને પ્રિય ફૂલ અર્પિત કરવાથી પૂજા જલદી સ્વીકાર થાય છે. તેવામાં દિવાળીના દિવસે માં લક્ષ્મીની પૂજા કરવા સમયે ગુલાબ કે કમલનું ફૂલ અર્પિત કરી શકો છો. બંને ફૂલ માં લક્ષ્મીને પ્રિય છે. 

માં લક્ષ્મીનો પ્રિય ભોગ

4/4
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે દિવાળી 24 ઓક્ટોબરે છે. આ દિવસે રાત્રે દિવાળી પૂજન બાદ માં લક્ષ્મીને ભોગ ધરાવવામાં આવે છે. કહેવાય છે કે માં લક્ષ્મી પ્રિય વસ્તુનો ભોગ ધરાવવાથી જલદી પ્રસન્ન થાય છે. તેવામાં સફેદ રંગની મિઠાઈ, ખીર, બરફી વગેરેનો ભોગ ધરાવો.