તમારા આ કામ 31 માર્ચ પહેલા પૂરા કરો, નહીં તો મોટું નુકસાન થશે!
નવી દિલ્લીઃ નાણાકીય વર્ષ 2021-22 સમાપ્ત થવાના આરે છે. આ પહેલા કેટલાક મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવા ખૂબ જ જરૂરી છે. જો તમે આ કામ 31 માર્ચ સુધીમાં પૂર્ણ નહીં કરો તો નવા નાણાકીય વર્ષમાં તમારે મુશ્કેલી વેઠવી પડશે.. અમે તમને એવા જ 5 મહત્વના કામ જણાવીએ છે કે જે 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરી દેવા જોઈએ.
આધાર-પાન લિંક
PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 છે. જો PAN કાર્ડ ધારક 31 માર્ચ સુધીમાં લિંક નહીં કરે તો PAN કાર્ડ અમાન્ય થઈ જશે. બેંક ખાતા ખોલવા, શેર અથવા મ્યુચ્યુઅલ ફંડ માટે PAN ફરજિયાત છે. ઉપરાંત, મોટાભાગની નાણાકીય સંસ્થાઓ ગ્રાહકોને KYC માટે તેમના PAN માટે પૂછે છે. સમયમર્યાદા પહેલા બંને દસ્તાવેજોને લિંક નહીં કરો તો 10,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે.
ઈન્કમ ટેક્ષ રિટર્ન
જો તમે હજુ સુધી આકારણી વર્ષ 2021-22 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યું નથી, તો તમારે 31 માર્ચ 2022 સુધીમાં ભરવું પડશે. આ તારીખ સુધી સુધારેલ ITR પણ ફાઇલ કરી શકાય છે. જો આવકવેરા રિટર્નમાં કોઈ સુધારો હોય તો પણ 31 માર્ચ છેલ્લી તારીખ છે. બાદમાં તમારે દંડ ભરવો પડશે.
બેંક એકાઉન્ટ KYC
બેંક એકાઉન્ટ KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 હતી, પરંતુ કોરોનાને કારણે આ તારીખ લંબાવવામાં આવી હતી. RBIએ KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 રાખી છે. 31મી માર્ચ સુધીમાં બેંક ખાતા એટલે કે બચત ખાતા માટે KYC કરાવવું જરૂરી છે.
કર બચત રોકાણ
નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરામાં છૂટ મેળવવા માટે, 31 માર્ચ સુધીમાં ટેક્સ સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરો, જેમાંથી તમે ટેક્સમાં છૂટ મેળવી શકો છો. જેમાં PPF, સુકન્યા સમૃદ્ધિ જેવી નાની બચત યોજનાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, તમે LIC ના હપ્તા ભરીને ટેક્સ બચાવી શકો છો. આ સિવાય અન્ય આવકવેરા લાભો લેવા માટે પણ 31 માર્ચ છેલ્લી તારીખ છે.
PMAY સબસિડીનો લાભ
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ એક સરકારી યોજના છે, જે ઓછી આવક જૂથ (LIG) / આર્થિક રીતે નબળા વિભાગ (EWS) વિસ્તારોને પોસાય તેવા આવાસ પૂરા પાડે છે. લાભાર્થીઓ 6.5% પર 20 વર્ષની લોન મેળવી શકે છે. LIG અને EWS કેટેગરીઝ માટે PMAY ક્રેડિટ-લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) મેળવવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 છે.
Trending Photos