જાફરાબાદ બંદરના ડ્રોન કેમેરાના દ્રશ્યો જુઓ, વાવાઝોડાએ કેવી તબાહી મચાવી

મંગળવારે ગુજરાત પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ દરિયા કાંઠે ભારે તબાહી મચાવી હતી. રાજુલા, દીવ, ઉના, જાફરાબાદ જેવા શહેરોમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. જોકે, આ વાતને અઠવાડિયુ વિત્યા છતાં હજી વાવાઝોડાના વિનાશના અંશો દેખાઈ રહ્યાં છે. આ તબાહીના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. જાફરાબાદ બંદર પર ડ્રોન કેમેરાના દ્રશ્યો સામે આવ્યા છે. 

કેતન બગડા/અમરેલી :મંગળવારે ગુજરાત પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ દરિયા કાંઠે ભારે તબાહી મચાવી હતી. રાજુલા, દીવ, ઉના, જાફરાબાદ જેવા શહેરોમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. જોકે, આ વાતને અઠવાડિયુ વિત્યા છતાં હજી વાવાઝોડાના વિનાશના અંશો દેખાઈ રહ્યાં છે. આ તબાહીના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. જાફરાબાદ બંદર પર ડ્રોન કેમેરાના દ્રશ્યો સામે આવ્યા છે. 

જાફરાબાદ બંદર વેરવિખેર થઈ ગયું

1/4
image

ડ્રોન કેમેરાથી લેવાયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, જાફરાબાદ બંદર પર અનેક બોટોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. તેટલીક બોટો તૂટી ગયેલી દેખાય છે. તો કેટલીક બંદર પર ભાંગી ગઈ છે. જાફરાબાદ બંદર પર માછીમારોને વ્યાપક પ્રમાણમા નુકસાન થયું છે. હવે પાંચ દિવસો બોદ નેટવર્ક આવતા ડ્રોનના દ્રશ્યો સામે આવ્યા છે. કેટલીક બોટો જેટી પર ચઢી ગઈ છે, તો કેટલીક બોટો દરિયામાં તણાઈ ગઈ છે.  

ઉનામાં વીજળી વિના 7 દિવસ વિત્યા

2/4
image

તો ઉનામાં વીજ પુરવઠા વિનાનો 7 મો દિવસ છે. તૌકતે વાવાઝોડા સાથે ગયેલ વીજ પુરવઠો હજુ પણ ઠપ્પ છે. તાલુકાના તમામ ગામો સાથે ઉના શહેરમાં હજુ નથી વીજ પુરવઠો પૂર્વવત થયો નથી. સાથે જ આવામાં ચોર અને લૂંટારું ટોળકી પણ સક્રિય બની છે. ઉનાની અનેક સોસાયટીઓમાં ચોર આવવાની ઘટના સામે આવી છે. એક તરફ મકાનોમાં ભારે નુકસાન વચ્ચે લોકો માલ મિલકત બચાવવા હવાતિયા મારી રહ્યા છે, તો બીજી તરફ ચોરોનો આતંક જોવા મળ્યો છે. 

3/4
image

ભાવનગર 

મહુવા શહેરમા વીજ પુરવઠો પુનઃ શરૂ કરાયો છે. તૌકતે વાવાઝોડા બાદ પાંચ દિવસથી વીજ પુરવઠો બંધ હતો. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ રાત્રિ સુધીમાં વીજ પુરવઠો શરૂ થવાના સંકેત આપ્યા હતા. મુખ્યમંત્રીના સંકેત મુજબ વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવામાં આવ્યો છે. વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થતાં અંધારપટમાંથી લોકોને છુટકારો મળ્યો છે. 

4/4
image