cyclone alert

જાફરાબાદ બંદરના ડ્રોન કેમેરાના દ્રશ્યો જુઓ, વાવાઝોડાએ કેવી તબાહી મચાવી

મંગળવારે ગુજરાત પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ દરિયા કાંઠે ભારે તબાહી મચાવી હતી. રાજુલા, દીવ, ઉના, જાફરાબાદ જેવા શહેરોમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. જોકે, આ વાતને અઠવાડિયુ વિત્યા છતાં હજી વાવાઝોડાના વિનાશના અંશો દેખાઈ રહ્યાં છે. આ તબાહીના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. જાફરાબાદ બંદર પર ડ્રોન કેમેરાના દ્રશ્યો સામે આવ્યા છે. 

May 23, 2021, 12:46 PM IST

વાવાઝોડું વિત્યાના ત્રણ દિવસ બાદ પણ અમરેલીમાં પીવાના પાણીના ફાંફાં

 • ઉનામાં જ્યાં એક તરફ પીવા માટે પાણી નથી મળી રહ્યું છે, ત્યાં બીજી તરફ અનેક પ્રાથમિક જરૂરિયાતની તંગી વર્તાઈ રહી છે
 • અમરેલીમાં 220 કેવીના અગણિત પોલ ભારે પવનથી તૂટ્યા છે. ત્યારે હજુ પણ 4 દિવસ ઉના શહેર વીજળી વિહોણું રહેશે

May 21, 2021, 07:55 AM IST

વાવાઝોડાથી વલસાડના ખેડૂતોને મોટુ નુકસાન, કેરીના ભાવમાં સીધો 700-800 રૂપિયાનો ઘટાડો થયો

 • પવનના કારણે આંબા ઉપર તૈયાર થયેલો કેરીનો પાક નીચે પડી જતા કેરીના પાકને ભારે નુકસાન થયું છે 
 • આંબાવાડીમાંથી 65 થી 70 ટકા કેરીઓ ખરી પડી છે. જેના કારણે ખેડૂતોને પૂરતુ વળતર મળી રહ્યુ નથી

May 20, 2021, 01:59 PM IST

PM મોદીએ ગુજરાતને કરી 1 હજાર કરોડની સહાયની જાહેરાત, મૃતકોના પરિવારજનોને 2-2 લાખની સહાય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (narendra modi) ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી

May 19, 2021, 04:22 PM IST

પીએમ મોદીના હવાઈ નિરીક્ષણની તસવીરો, હેલિકોપ્ટરમાં બેસીને 3 જિલ્લા નિહાળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચી ચૂક્યા છે. પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ 1 કલાકને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યુ હતું, જેના બાદ હવે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા છે. હવે ભાવનગરથી અમદાવાદ અમદાવાદ આવવા રવાના થશે. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે. 

May 19, 2021, 02:30 PM IST

વાવાઝોડાથી ધોવાઈ ગયેલા ખેતરોનો સરવે કરીને સહાય ચૂકવશે ગુજરાત સરકાર

તૌકતે વાવાઝોડાથી ગુજરાતના અનેક ખેતરો ધોવાઈ ગયા છે. ખેતરોમાં રહેલા ઉભા પાકને ભારે નુકસાની થઈ છે. જેમાં સૌરાષ્ટ્રના ગામડામાં મોટું નુકસાન થયું છે. ત્યારે સરવે કરાવીને તાત્કાલિક સહાય આપવા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી ગુજરાતના અસરગ્રસ્ત ખેતી વિસ્તારોનો સરવેની કામગીરી કરીને સહાય ચૂકવવાના આદેશ કરવામાં આવ્યા છે

May 19, 2021, 01:13 PM IST

વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનુ ંહવાઈ નિરીક્ષણ કરી પીએમ મોદી પરત ફર્યાં 

 • પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા છે. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ શરૂ કર્યું

May 19, 2021, 12:31 PM IST

વાવાઝોડા બાદ વડોદરાની ક્વિક રિસ્પોન્સ ટીમ કામે લાગી, 59 વીજળીના થાંભલા ફરી ઉભા કર્યા

 • ચક્રવાતના પ્રભાવ અને વરસાદથી થયેલા નુકશાનને સુધારવા વડોદરાની ક્વિક રિસ્પોન્સ ટીમોના કર્મયોગીઓએ અથાગ પ્રયાસ કર્યો
 • નુકસાન થયેલ કુલ 85 વીજળીના થાંભલા પૈકી 59 વીજળીના થાંભલા સમારકામ કરી ઉભા કરવામાં આવ્યા

May 19, 2021, 11:44 AM IST

ગુજરાતના આ જિલ્લા પરથી ચૂપચાપ ચાલ્યુ ગયુ વાવાઝોડું, કોઈ અસર ન થઈ

 • બનાસકાંઠામાં વાવાઝોડું આવે એ પહેલાં જ વાવાઝોડાએ તેની દિશા બદલી હતી અને મોડી રાત્રે વાવાઝોડું મહેસાણાથી સતલાસણા થઈને રાજસ્થાનમાં પ્રવેશી જતાં બનાસકાંઠામાંથી સંકટ ટળ્યું

May 19, 2021, 11:15 AM IST

તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં મૃત્યુઆંક વધ્યો, 45 લોકોનો જીવ લીધો

 • વાવાઝોડાથી ગુજરાતભરમાં મકાન, દીવાલ ધસી પડવાના બનાવો બન્યા છે. જેનાથી આ મોત થયા
 • રાજ્યમાં સવારે 6 થી 8 સુધીમાં રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડ્યો

May 19, 2021, 10:51 AM IST

સાપ ગયો ને લિસોટા રહી ગયા, ગુજરાતના 4591 ગામોમાં વાવાઝોડા બાદ પણ અંધારપટ

હાલ ગુજરાતમાં સાપ ગયા ને લિસોટા રહી ગયા જેવી સ્થિતિ છે. ગુજરાતમાંથી વાવાઝોડું (gujrat cyclone) તો પસાર થઈ ગયુ છે. પણ તેણે જતા

May 19, 2021, 09:21 AM IST

વાવાઝોડાના મહાસંકટ વચ્ચે આજે ગુજરાત આવશે પીએમ મોદી

 • તૌકતે વાવાઝોડામાંથી હેમખેમ બહાર નીકળ્યા હોવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો
 • આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવાઇ નિરીક્ષણ સાથે સ્થળ નિરીક્ષણ કરે તેવી પ્રબળ સંભાવના

May 19, 2021, 07:35 AM IST

સૌથી છેલ્લો વારો ગુજરાતના આ જિલ્લાનો હશે, અહીંથી વાવાઝોડું રાજસ્થાન તરફ વળશે

તૌકતે વાવાઝોડાએ ધારણા કરતા વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્રના જ જિલ્લાઓ નહિ, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. મકાનોની છત અને પતરા ઉડી ગયા છે

May 18, 2021, 02:46 PM IST

વડોદરામાં વાવાઝોડું : ભારે પવનથી ગોત્રી હોસ્પિટલની નર્સ પર કાચ તૂટી પડ્યો, ઈજાગ્રસ્ત થયા

 • ગોત્રી હોસ્પિટલના ડીપીમાં વરસાદને કારણે ઉતર્યો હતો. જેથી ડીપી પાસેનો રસ્તો બેરિકેટ લગાવી બંધ કરાયો
 • જાંબુવા બ્રિજ પાસે લગાવવામાં આવેલા સ્વાગત હોર્ડિંગ્સ બાઇક પર પસાર થઇ રહેલા પિતા-પુત્ર પડતા બંને ઇજાગ્રસ્ત થયા

May 18, 2021, 02:37 PM IST

વિનાશક વાવાઝોડાએ બગાડી સુરતની 'સુરત', ભારે પવન સાથે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી

ગુજરાતમાં આવેલાં વિનાશક તૌકતે વાવાઝોડાએ સુરત શહેરની સુરત પણ બગાડી દીધી છે. ભારે પવન સાથે વરસાદ ખાબકી જતા ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. 

May 18, 2021, 02:19 PM IST

તૌકતેનું તાંડવ દર્શાવતા 5 Video, લોકોની નજર સામે મોબાઈલ ટાવર ઢળી પડ્યો...

 • ગ્રામ્ય વિસ્તારના લોકોની ઉપર આભ અને નીચે જમીન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે તૌકતેનું તાંડવ દર્શાવતા 5 વીડિયો પર એક નજર કરીએ

May 18, 2021, 01:58 PM IST

મહાદેવે મુસીબતમાંથી ઉગાર્યા, આટલી મોટી આફત સામે સોમનાથ મંદિરની એક કાંકરી પણ ન ખરી

તૌકતે વાવાઝોડાની સમગ્ર ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. તો કેટલીક જગ્યાઓ પર વૃક્ષ ધરાશાયી થયા છે તો ક્યાંક વીઝ થાંભલા ધરાશાયી થયા છે

May 18, 2021, 01:47 PM IST

વાવાઝોડું ત્રાટક્યુ ત્યારે સૌથી ખરાબ સ્થિતિ આ તાલુકાની હતી, બન્યું હતું સંપર્કવિહોણું

 • તેજ પવનને કારણે મોબાઇલ ટાવર ધરાશાયી થતાં ઉના સંપર્કવિહોણું બન્યું હતું
 • મોડી રાત્રે તબાહી સર્જાયા બાદ ઉનામાં NDRF ની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી

May 18, 2021, 01:17 PM IST

રાજુલામાં વાવાઝોડાએ માસુમ બાળકીનો જીવ લીધો, ઘરની દીવાલ તૂટતા આખો પરિવાર દટાયો હતો

 • રાજુલાના તવક્કલ નગરમાં મોડી રાત્રે વાવાઝોડાના કારણે દીવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના 4 લોકો દટાયા હતા
 • રાજુલાના હિંડોરણા રોડ પર આવેલા 5 પેટ્રોલપંપને મોટું નુકસાન થયું છે. ડીઝલ પેટ્રોલનુ વેચાણ પણ બંધ કરાયું
 • રાજુલાની હોટલ કોહિનૂર, હોટલ રાજમંદિરને પણ નુકસાન થયુ. હિંડોરણા રોડ પર આવેલ મારુતિ શો રૂમના કાચ ફૂટયા

May 18, 2021, 12:32 PM IST

વિનાશ વેર્યા બાદ જાણો ગુજરાતમાંથી ક્યારે વિદાય લેશે તૌકતે વાવાઝોડું...

 • વાવાઝોડું પાટણ શહેરની મધ્યમાં થઇને ગુજરાતના છેક છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લા સુધી જશે
 • બનાસકાંઠા સુધીના 450 કિલોમીટરના પટ્ટા પરથી પસાર થનારું વાવાઝોડું આસપાસના 100 કિલોમીટરના ઘેરાવામાં અસર કરી શકે છે

May 18, 2021, 11:42 AM IST