પિતૃ પક્ષમાં ચંદ્રગ્રહણ 4 રાશિવાળાને કરાવશે જબરદસ્ત લાભ, પણ આ 1 રાશિવાળા માટે ભારે રહેશે 27 દિવસ, જાણો બચવાનો ઉપાય

ચંદ્રગ્રહણ લાગી ચૂક્યું છે પરંતુ તેની અસર આવનારા અનેક દિવસો સુધી જોવા મળશે. મીન રાશિમાં લાગેલા આ ચંદ્રગ્રહણની સૌથી વધુ નકારાત્મક અસર એક રાશિ પર જોવા મળશે અને તેના જાતકોએ ઘણા દિવસ સુધી સહન કરવું પડી શકે તેમ છે. જાણો કોના માટે રહેશે શુભ?
 

1/6
image

Chandra Grahan Effect on Zodiac Signs: 18 સપ્ટેમ્બર 2024 એટલે કે આજે બુધવારે વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ થઈ ચૂક્યું છે. ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળ્યું નહીં. આથી તેનો સૂતકકાળ પણ માન્ય ગણાયો નથી. પરંતુ જ્યોતિષ મુજબ ચંદ્રગ્રહણની શુભ અને અશુભ અસર તમામ રાશિઓ પર જોવા મળશે.   

ચંદ્રગ્રહણની રાશિઓ પર અસર

2/6
image

ચંદ્રગ્રહણની વૃષભ, મિથુન,  તુલા અને વૃશ્ચિક રાશિઓ પર શુભ અસર પડશે. જ્યારે એક રાશિને બાદ કરતા અન્ય તમામ રાશિઓ પર મિશ્ર અસર જોવા મળશે. 

આ રાશિ પર સૌથી વધુ અસર

3/6
image

આ ચંદ્રગ્રહણ મીન રાશિમાં લાગ્યું છે. મીન રાશિમાં જ ચંદ્રમા અને રાહુની યુતિ બની છે. આથી આ ચંદ્રગ્રહણ સૌથી વધુ મીન રાશિને પ્રભાવિત કરશે. ચંદ્રમા પોતાનું રાશિચક્ર 27 દિવસ 6 કલાકમાં પૂરું કરે છે. આથી ચંદ્રગ્રહણ જે રાશિમાં લાગે છે તેના પર ગ્રહણનો પ્રભાવ લગભગ એક મહિના સુધી રહે છે. આથી આ દરમિયાન મીન રાશિવાળાએ અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. 

ધનહાનિ અને કલેશ

4/6
image

આ જાતકોને ધનહાનિ થઈ શકે છે અથવા તો આવકના સોર્સ પર ખરાબ અસર પડી શકે છે. ખર્ચા વધશે અને આવક ઓછી. પતિ પત્ની વચ્ચે મનમોટાવ થઈ શકે છે. મિત્રો કે સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે છે. 

કરિયર-અભ્યાસ

5/6
image

નોકરી-વેપાર માટે પણ આ ચંદ્રગ્રહણ સારું કહી શકાય નહીં. ધૈર્યથી સમય પસાર કરવો. અભ્યાસમાં મન લાગશે નહીં. પરંતુ હાર ન માનો અને મહેનતમાં જરાય કચાશ ન કરતા. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો નહીં તો બીમારીઓ વધી શકે છે. 

ગ્રહણનો ઉપાય

6/6
image

ચંદ્રગ્રહણના ખરાબ  પ્રભાવથી બચવા માટે મહામૃત્યુંજય જાપ કરવા. ગ્રહણ બાદ સ્નાન, દાન કરો. ગરીબ વ્યક્તિને સફેદ વસ્તુ જેમ કે દૂધ, ચોખા, ખાંડ વગેરેનું યથાશક્તિ મુજબ દાન કરવું. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)