ઢગલાબંધ વાર તૂટી ચુક્યા છે આ અભિનેતાઓના લગ્ન, એકે તો ત્રણ વાર લીધા છે તલાક!

Bollywood Celebs Divorce:  બોલિવૂડ કલાકારોની પર્સનલ લાઇફ પ્રોફેશનલ લાઇફ કરતાં વધુ હેડલાઇન્સનો ભાગ બની રહે છે. ભલે તે લગ્ન, ગર્ભાવસ્થા, અફેર અને સેલેબ્સના છૂટાછેડા વિશે હોય. આજે અમે એવા જ કેટલાક સેલેબ્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમના લગ્ન એક વાર નહીં પરંતુ ઘણી વખત તૂટ્યા છે.

1/5
image

આમિર ખાનઃ બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનના લગ્ન બે વખત તૂટી ચૂક્યા છે. આમિર ખાને વર્ષ 1986માં રીના દત્તા સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. પરંતુ ત્યારબાદ અભિનેતાએ 2002માં રીનાથી છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ આમિર ખાને વર્ષ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2021માં અભિનેતાના બીજા લગ્ન પણ તૂટી ગયા હતા.

2/5
image

સંજય દત્તઃ સુપરસ્ટાર સંજય દત્ત પોતાના અફેરને કારણે ચર્ચામાં રહે છે. રિપોર્ટ્સ અનુસાર, સંજય દત્તના પહેલા લગ્ન 1987માં રિચા શર્મા સાથે થયા હતા. પરંતુ લગ્નના થોડા વર્ષો બાદ એવી અફવાઓ ઉડી હતી કે સંજય દત્ત અને રિચા શર્મા છૂટાછેડા લેવાના છે, પરંતુ 1996માં સંજય દત્તની પહેલી પત્ની રિચાનું નિધન થયું હતું. ત્યારપછી સંજય દત્તે રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા પરંતુ થોડા જ સમયમાં અભિનેતાની બીજી પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા. રિયા પિલ્લઈ બાદ સંજય દત્તે માન્યતા સાથે લગ્ન કર્યા હતા.

3/5
image

નીલિમા અઝીમઃ બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂરની માતા નીલિમા અઝીમે વર્ષ 1979માં પંકજ કપૂર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બંનેના 1984માં છૂટાછેડા થઈ ગયા હતા. નીલિમા અઝીમે 1990માં રાજેશ ખટ્ટર સાથે ફરીથી લગ્ન કર્યા, પરંતુ ત્યારબાદ 2001માં અભિનેત્રીના બીજા લગ્ન તૂટી ગયા. ત્યારબાદ નીલિમા અઝીમે 2004માં રઝા અલી ખાન સાથે લગ્ન કર્યા, પરંતુ અભિનેત્રીના આ લગ્ન પણ 2009માં તૂટી ગયા.

4/5
image

કરણ સિંહ ગ્રોવરઃ ફેમસ ટીવી અને ફિલ્મ એક્ટર કરણ સિંહ ગ્રોવરના લગ્ન પણ બે વખત તૂટી ચૂક્યા છે. અભિનેતાએ વર્ષ 2008માં શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 10 મહિના પછી બંને અલગ થઈ ગયા. ત્યારબાદ કરણે અભિનેત્રી જેનિફર વિંગેટ સાથે લગ્ન કર્યા. આ સંબંધ પણ થોડા જ સમયમાં તૂટી ગયો. કરણ સિંહ ગ્રોવર હવે અભિનેત્રી બિપાશા બાસુ સાથે સુખી લગ્ન જીવન જીવી રહ્યો છે.

5/5
image

રાહુલ મહાજનઃ બિગ બોસ ફેમ રાહુલ મહાજન તાજેતરમાં તેના ત્રીજા લગ્ન તોડવાને કારણે ચર્ચામાં છે. શ્વેતા સિંહ અને ડિમ્પી ગાંગુલીના છૂટાછેડા બાદ રાહુલ હવે નતાલ્યા સાથે પણ બ્રેકઅપ કરી રહ્યો છે.