LOVE IS FRIENDSHIP: શું તમને તમારા BEST FRIEND સાથે થયો છે પ્રેમ? આ છે સંકેત, આ રીતે કરો તમારા દિલની વાત...

કોઈ તમને કહે કે પ્રેમ શું છે, તો તમે પ્રેમનો અર્થ શું કહેશો? પ્રેમ એ એક પ્રકારની લાગણી છે. તમને કોઈના પ્રત્યે વિશેષ લગાવ છે, આકર્ષણ છે, કોઈની સાથે દોસ્તી છે. સવાલ થાય કે, શું તમને તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે પણ પ્રેમ થઈ શકે? અને જો આવું થયું હોય તો તમને કઈ રીતે સંકેત મળશે? તમે તમારા દિલની વાત કઈ રીતે કરી શકો છો? આ બધા જ સવાલોનો જવાબ જાણવા માટે વાંચો આ આર્ટિકલ...

ઝી બ્યૂરો, અમદાવાદઃ દરેક સંબંધ(RELATIONSHIP)ની પોતાની મર્યાદા અને અપેક્ષાઓ હોય છે. બેસ્ટ ફ્રેન્ડ સાથે તમારા સંબંધ બહુ ગાઢ હોય શકે છે. પરંતુ શું તમે જાણો છો આ જ સંબંધમાં પ્રેમ (LOVE) માં પડવાની શક્યતાઓ પણ વધારે દે છે? આ સંકેતો(SIGNS)થી જાણો કે શું તમને તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે પ્રેમ તો નથી થયો ને?

 

શાહરૂખ ખાન(SHAHRUKH KHAN) અને કાજોલ(KAJOL)ની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં આપણે જોયું કે પ્રેમ જ દોસ્તી છે (LOVE IS FRIENDSHIP). સાચું માનીયે તો આ ફિલ્મે લોકોને અહેસાસ અપાવ્યો કે લોકોને પોતાના બેસ્ટ ફ્રેન્ડ (BEST FRIEND) થી પણ પ્રેમ થઈ શકે છે. દોસ્તીનો સંબંધ બહું ખાસ હોય છે. તેથી આમાં એકબીજાની નજીક આવવામાં વધુ સમય લાગતો નથી.

 

 

 

શું મિત્ર સાથે પણ પ્રેમ થઈ શકે છે?

1/7
image

ઘણા પ્રેમથી ભરેલા સંબંધો (RELATIONSHIP) માત્ર એટલા માટે અધુરા રહી જાય છે કારણ કે તેમના પર દોસ્તીની મહોર લાગેલી હોય છે. ઘણા લોકો દોસ્તીના સંબંધને એક પગલું આગળ લઈ જવામાં અચકાઈ છે. એનું કારણ એ છે કે લોકોને ડર હોય છે કે ક્યાંક પ્રેમના ચક્કરમાં તેઓ પોતાની મિત્રતા ગુમાવી ન બેસે. કેટલાક લોકો સામે વાળી વ્યક્તિની ભાવના નથી સમજી શક્તા અથવા તેમને પોતાના દિલની વાત કહેવામાં ડર લાગે છે. સમય જતા વાર નથી લાગતી. જો તમે તમારા દિલની વાત નહીં જણાવો તો તે વ્યક્તિ બીજા કોઈની થવામાં વાર નહીં લાગે.

 

શું દોસ્તી એજ પ્રેમ છે?

2/7
image

અસલમાં એકબીજાની નજીક રહેવા, દરેક સિક્રેટ વાત શેર કરવા અને પસંદ-નાપસંદ સાથે જીવવાને કારણે બેસ્ટ ફ્રેન્ડનો સંબંધ વધુ મજબુત બની જાય છે. તેવામાં અહીં પ્રેમના ફુલ ખીલવામાં જાજો સમય લાગતો નથી. જો તમે પણ તમારા બેસ્ટ ફ્રેન્ડને પ્રેમ કરતા હોવ તો આ ઈશારાથી તમે તેમના દિલની વાત સમજી શકો છો.

ખુશ રાખવાના પ્રયાસ કરવા

3/7
image

દરેક સંબંધમાં બંને વ્યક્તિ એકબીજાને ખુશ રાખવાના તમામ પ્રયાસ કરશે. શું તમે તમારા બેસ્ટ ફ્રેન્ડની ખુશી માટે કંઈ પણ કરવા તૈયાર છો? શું તમે ઈચ્છો છો કે તમારા/તમારી બેસ્ટ ફ્રેન્ડ સુધી કોઈ દુ:ખ ન પહોંચે? જો હા હોય તો એકવાર તમે તમારા દિલ પર હાથ રાખી પોતાને પ્રશ્ન કરો. હોય શકે કે તમને તે વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હોય.

અન્ય મિત્રોથી થતી ઈર્ષા

4/7
image

જ્યારે આપણને ગમતી વ્યક્તિ બીજા કોઈ સાથે વાત કરે ત્યારે આપણને ઈર્ષા થાય છે. જો તમને તમારી/તમારો બેસ્ટ ફ્રેન્ડ અન્ય કોઈ સાથે હળીમળીને વાતો કરે અને જો તમને ન ગમે તો તમે તમારા દિલને એકવાર પૂછો કે આવું શા માટે થાય છે. આ સવાલનો જવાબ તમને જરૂર મળશે.

સાથે ન હોવા છતાં સાથે હોવું

5/7
image

જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે વધુ સમય વિતાવ્યો હોય અથવા તેમના પ્રત્યે લાગણી રાખી હોય, ત્યારે આસપાસ ન હોવા છતાં આપણે તેની જ વાતો કરતા હોય છીએ. તેમને યાદ કરતા અને તેમના સાથે વાતો કરવાથી દિલ ખુશ થઈ જતું હોય છે. જો આ ક્રિયા પણ તમારી સાથે થતી હોય તો સમજી જાવ કે તમે પ્રેમના દરિયામાં ડૂબી ગયા છો.

મદદગાર અને સ્પષ્ટ રહો

6/7
image

બેસ્ટ ફ્રેન્ડ તે જ હોય છે, જેમની સામે આપણે કોઈ પણ રીતે હસી-બોલી શકી. તેમના સામે રડવામાં પણ કંઈ ખોટું નથી. તેમના સાથે આપણે દરેક સુખ દુખની વાતો શેર કરી શકીએ. જો તમારો/તમારી બેસ્ટ ફ્રેન્ડ દર વખતે માત્ર તમારી પાસે કોઈ સમસ્યા માટે મદદ માગે અથવા કોઈ અભિપ્રાય માગે તો સમજી જાવ કે તમે તેના માટે સ્પેશિયલ છો.

ફ્રેન્ડ સાથે પ્રેમ થઈ જાય તો શું કરશો?

7/7
image

જો તમને તમારા બેસ્ટ ફ્રેન્ડને જાણતા હોવાને અધિક સમય થયો હોય અને જો તમને એવું લાગે કે તમે તેના પ્રેમમાં છો, તો તમારે તમારી લાગણે જણાવી દેવી જોઈએ. જો તમને એવો ડર સતાવી રહ્યો છે કે ક્યાંક પ્રેમનો એકરાર કરવામાં મિત્રતા ગુમાવી ન બેસ્યે, તો સમજી લેજો કે તેમને તમારી લાગણી ન જણાવીને પણ કશુ હાસિલ થવાનું નથી.