Botad AAP Leader Praveen Makwana Attacked : બોટાદના ગઢડા તાલુકા પંચાયતમાં આદમી આદમી પાર્ટીના નેતા પર જીવલેણ હુમલો કરાયાની ઘટના બની છે. જેમાં અરવિંદ કેજરીવાલ ભાજપે હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે
BJP Youngest Candidate Won રઘુવીર મકવાણા/બોટાદ : sલોકશાહીમાં જ્યારે યુવા લોહી અને ઉચ્ચ શિક્ષણનો સમન્વય થાય ત્યારે પરિણામ હંમેશા ઉત્સાહજનક હોય છે. આવું જ કંઈક બોટાદ જિલ્લાની ગુંદાળા જિલ્લા પંચાયત બેઠક પર જોવા મળ્યું છે. અહીં સૌથી નાની ઉંમરના અને માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતા યુવતી ઉમેદવાર ક્રિષ્નાબા ગોહિલે પોતાના પ્રતિસ્પર્ધી પુરુષ ઉમેદવારોને હરાવીને ભવ્ય વિજય મેળવ્યો છે. વિજય બાદ કરી અનોખી પહેલ મતદાન અપીલ સમયે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો, અને એક એક મતદારનો જીત અપાવવા બદલ આભાર માન્યો.
Botad Jilla Panchayat Election 2026 રઘુવીર મકવાણા/બોટાદ : બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપે આ વખતે ''યુવા શક્તિ'' પર ભરોસો મૂકી એક નવો પ્રયોગ કર્યો છે. માત્ર 23 વર્ષની ઉંમરે માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતા ક્રિષ્નાબા ગોહિલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. શિક્ષિત અને યુવા ચહેરા તરીકે ક્રિષ્નાબાએ ગુંદાળા બેઠક પરથી જોરશોરથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે.
Raju Karpada : રાજુ કરપડાએ જેલમાંથી બહાર આવ્યા બાદ AAPમાંથી રાજીનામું આપ્યું છે અને તેઓ ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચાઓ તેજ થઈ છે. જેલ દરમિયાન સહકાર ન મળવાથી તેઓ પાર્ટીથી નારાજ હોવાનું કહેવાય છે. રાજુ કરપડાની રાજકીય સફર હવે નવા વળાંક તરફ આગળ વધી રહી છે.
Bagdana case Botad Koli community threatening to protest if justice is not served
Accident News : બોટાદના મિલેટ્રી રોડપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોલેરો પિકઅપ વાન પલટી ખાતા અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. તો 26 લોકોને ઈજા પહોંચી છે.
બોટાદ જિલ્લામાં સગીરા ગર્ભવતી થવાના આંકડા ચિંતાજનક સામે આવ્યાં છે. છેલ્લા 3 વર્ષમાં 427 સગીરા પ્રેગ્નન્ટ બની છે. બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્યે સગીરા ગર્ભવતીના આકડાને લઈ ચિંતા વ્યક્ત કરી છે. તો વિપક્ષ કોંગ્રેસે જણાવ્યું કે સરકાર લાખોના ખર્ચા કરી તાયફા કરે છે, નક્કર કામગીરી થવી જોઈએ, આ જે આકડા આવ્યાં છે. જે શરમજનક કહેવાય.
Botad News:બોટાદ જિલ્લામા શર્મનાક ઘટના પ્રકાશમાં આવી, 14 વર્ષિય સગીરા બની માતા. તરઘરા ગામના ૭૦ વર્ષિય અરજણ ખોડા ચાવડાએ સગીરા પર વારંવાર દુષ્કર્મ કર્યુ. સગીરાને દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડેલ જ્યા સગીરાએ બાળકને જન્મ આપ્યો. નવજાત બાળક ને સારવાર માટે ભાવનગર ખસેડાયુ.
Botad News:બોટાદ જિલ્લામાં આવેલા ગઢડા તાલુકાના વિરડી, ખોપાળા અને કાપરડી ગામોમાં છેલ્લા બે મહિનાથી સતત ભેદી અવાજ અને હળવા ભૂકંપ જેવા આંચકા અનુભવાતા હોવાથી સ્થાનિકોમાં ચિંતા અને ભયનું વાતાવરણ સર્જાયું છે.
Gadhada Earthquake : બોટાદના અડધા ડઝનથી વધુ ગામના લોકો ભૂકંપના ભય નીચે જીવે છે. રોજ આવતા નાના નાના ભૂકંપના આંચકા તેમને સતાવી રહ્યાં છે
બોટાદમાં ખેડૂત મહાસભા યોજાઈ હતી, જેમાં રાજ્ય કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચોંકાવનારું નિવેદન આપ્યું. આ ઉપરાંત હદડદ મામલે કોંગ્રેસ સહાય કરશે તેની ખાતરી આપી. આક્રોશ ઠાલવતા કહ્યું કે ગુજરાતમાં સહનશીલતાની હદ થઈ ગઈ છે, રાજ્યમાં નેપાળવાળી થશે તેવા વિચારો યુવાનોમાં ક્યારે આવે...? જુઓ વીડિયો
Botad News: સરકારમાં બેઠા લોકો કોઈનું સાંભળતા નથી. બોટાદની ખેડૂત સભામાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું વિસ્ફોટક નિવેદન. કહ્યું કે ગુજરાતમાં સહનશીલતાની હદ આવી જતાં નેપાળવાળી થશે.
Gujarat Farmers Protest : ગુજરાતમાં 'કડદા પ્રથા' એ ખેડૂત આંદોલનનો મુખ્ય મુદ્દો બની રહ્યો છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી ઉઠેલા મુદ્દાએ સરકારની ચિંતા વધારી છે કેમકે, આ મુદ્દો હવે સૌરાષ્ટ્રવ્યાપી બને તેવા એધાણ વર્તાઈ રહ્યાં છે
બોટાદમાં કડદા પ્રથા સામે ખેડૂતોના વિરોધથી સોમવારથી યાર્ડ શરુ થયું હતું. જ્યારે રવિવારે આપ દ્વારા યોજાયેલી મહાપંચાયતમાં પોલીસ અને સ્થાનિકો દ્વારા ઘર્ષણ થયું હતું. સરપંચ પતિએ આક્ષેપ મૂકતા કહ્યું કે આ આપનું ષડયંત્ર હતું. મહાપંચાયત માટે ગ્રામપંચાયતની મંજૂરી લેવામાં આવી નહોતી. રાજુ કરપડા સામે પણ દાવો માંડ્યો છે. જુઓ વીડિયો
કડદા પ્રથા સામે રવિવારે બોટાદ જિલ્લાના હડદડ ગામે આમ આદમી પાર્ટી સમથિત ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી. જો કે મહાપંચાયત વખતે પોલીસ અને સ્થાનિક વચ્ચે હિંસક ઘર્ષણ થતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી ભર્યા માહોલ સર્જાયો હતો. કેમ કે, કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો અને પોલીસના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતુ...
Farmers Protest In Botad : બોટાદના હડદડ ગામે થયેલા પથ્થરમારા મુદ્દે એક્શન.. આપના નેતા પ્રવીણ રામ સહિત કુલ 85 લોકો સામે નોંધાઈ ફરિયાદ.. તો હડદડ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
Farmers Protest In Botad : ભારે બબાલ બાદ આજે બોટાદના હડદડ ગામમાં અજંપાભરી શાંતિ.. ગઈકાલે આપ કાર્યકરો અને પોલીસ વચ્ચે થયું હતું ઘર્ષણ... આજે પોલીસ છાવણીમાં ફેરવાયું હડદડ ગામ..
Kisan Mahapanchayat in Botad: બોટાદ ઘમાસણ- ઈસુદાન ગઢવીએ આવતીકાલે બોટાદમાં કિસાન મહાપંચાયતનું કર્યું એલાન. ખેડૂતોના સ્વાભિમાન માટે બોટાદમાં રવિવારે સાંજે 5:00 વાગે કિસાન મહાપંચાયતનું આયોજન થશે. સમગ્ર ગુજરાતના ખેડૂતો રવિવારે સાંજે બોટાદ કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા પહોંચે. ખેડૂતો સ્થાનિક સ્વરાજ અને 2027ની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ કરશે: ઈસુદાન ગઢવી
બોટાદના માર્કેટિંગ યાર્ડે ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો હતો. કડદો થતો હોવાના વાયરલ વીડિયો બાદ માર્કેટિંગ યાર્ડે ખેડૂતો ઉમટી પડ્યા. કડદાના નામે થતી ઠગાઈને બંધ કરવા માંગ ઉઠી હતી. ઉગ્ર આંદોલન બાદ ચેરમેને કડદો બંધ કરવાની જાહેરાત કરી. જુઓ વીડિયો
બોટાદમાંથી LCB પોલીસે નકલી ડિફેન્સ રો અધિકારીની ધરપકડ કરી છે. મહેશ ઈસામલિયા નામના વ્યક્તિએ ગ્રાફિક્સની દુકાનમાંથી નકલી ઓળખપત્રો બનાવ્યા હતા. આટલું જ નહી, આરોપી લોકોને નોકરી દેવાની લાલચો પણ આપતો રહેતો. હાલ મહેશ ઈસામલિયા અને ગ્રાફિક્સ દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે.
આ દર્દનાક અકસ્માત 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે 20 જેટલા લોકો ઘાયલ થયા છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Accident News : નવરાત્રિના આઠમા નોરતે ટ્રક અને લક્ઝરી વચ્ચે જોરદાર ટક્કર થતા 3 મુસાફરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, તો 20 ઘાયલ થયા છે. રત્નકલાકાર મહિલાઓ 2 દિવસના પ્રવાસેથી પરત ફરતાં આ ઘટના બની હતી. બસમાં 50થી વધુ લોકો સવાર હતા.